________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૭૫
૩૭૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પાછાં જજનાં લફરાં પેસી જાય બધું, પોલીસ.... બધું પેસી જાય. અલ્યા મૂઆ, રહેવા દેને અહીંથી, મુકને ઊંચો અહીંથી કેસ ! અત્યારે જેમતેમ કરીને કેસ ઊંચો મૂકવાનો. ઊંચું મૂકે એ ડાહ્યો. તમને ઊંચું મૂકવાનું ગમે ?
પ્રશ્નકર્તા : ફાઈલો ઘણી હોય તો ક્યારે ઊંચી મૂકી કહેવાય ?
દાદાશ્રી : ઊંચું તો આપણે એનો શુદ્ધાત્મા જોઈએને એટલે એની મેળે જ ઊંચું મૂકાઈ જાય. નહીં તો આ તો મારા દિયરનો બાબો અને મારી દેરાણીનો બાબો ને એમ કરવા જઈએ તો પાછું ઊલટું ચોંટે બધું. છાતીએ વળગે બધા. સાચવી સાચવીને, એનું સારું થાવ, કહીએ. પણ છાતીએ કંઈ વળગાડવા જેવું છે આ જગતમાં ? પોતાના છોકરાં છાતીએ ના વળગાડાય. એને એક જણે આમ બહુ દબાવ્યું ને તો બચકું ભરી લીધું. એ એને ભાન ના હોય કે મેં દબાવી દીધું.
ધણી જોડે કોઈવાર, ભાંજગડ પડી જાય છે ?
પ્રશ્નકર્તા : જિંદગીમાં લોજિક છે માટે તર્ક તો થશે જ ને ? આજે મને વસ્તુ ગમતી ન હોય ને બીજાને ગમતી હોય ને !
દાદાશ્રી : એવું છેને, તર્ક તો દરેકને આવે, એ કેટલા ‘યુઝફૂલ' (કામના) ને કેટલા ‘યુઝફૂલ’ નહીં એ આપણે જાણવું જોઈએને ? એક ફેરો મહીં તર્ક ચાલ્યો ધણી માટે, કે નાલાયક છે. એટલે એવું કહેવાય જ નહીંને આપણાથી. પછી એને ફેરવીને બોલવું જોઈએને. તમે સારા છો પણ આવું ના કરવું જોઈએ. પણ નાલાયક બોલી જવાય, એટલે આપણે બંદુક ફોડીએ તો એ બૉમ્બગોળો ફોડે. એ લડાઈ પાછી રશિયા અને અમેરિકા જેવું થઈ જાય પછી. ખેદાન ને મેદાન ! રીતસર તર્ક કરવા જોઈએ.
ધણી અપમાન કરે ત્યારે,
દિલથી આશીર્વાદ પ્રેમ સહારે ! ધણી અપમાન કરે તો શું કરો છો પછી ? દાવો માંડો ? પ્રશ્નકર્તા : એવું કંઈ કરાય ? એ તો થતું હશે ?
દાદાશ્રી : ત્યારે શું કરો ? મારા આશીર્વાદ છે, કરીને સૂઈ જવાનું ! તું બેન સૂઈ રહેવાનીને ? કે મનમાં ગાળો ભાંડ ભાંડ કરો ? મનમાં જ ભાંડ ભાંડ કરે. આ બધું તે ઘડીએ શું કરવું એવું જાણે તો આમાંથી નિવેડો આપે. નહીં તો નિવેડો ના આવે. આ બધી ભૂલો થાય છે. મનમાં ને મનમાં બોલે હઉ “યુઝલેસ ફેલો’ (નકામા માણસ) છે. અને રીસ ચઢે, ત્યારે શું ના બોલે ? રીસ ચઢતી નથી કોઈ દહાડોય ?
પ્રશ્નકર્તા : ચઢે, પણ એનો અર્થ એવો તો નહીં જ કે આપણે એવું બોલવું કે વિચારવું જોઈએ.
દાદાશ્રી : આ તો કહેશે, ‘આણે મારું અપમાન કર્યું'. મેલને છાલ, અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે, ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા કર્મના ઉદય ફરે, ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું, એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય.
ત મળે સાડી ત્યાં સુધી સિાય,
રે ! આ સ્ત્રી મોહથી ક્યારે છૂટાય ? જો ધણીનો ગુનો હોય પણ જો સાડી સારી લઈ આપે તો ખુશ થઈ જાય. પછી એમને માફ કરતાંય કેટલી વાર ?
કાનમાં લવિંગિયાં ઘાલે છે તે પોતાને દેખાય ખરાં ? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. આવી જંજાળમાં ફસાયા છે તો હીરા દેખાડવા ફરે છે ! અલ્યા, જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય ? ઝટપટ ઉકેલ લાવો ને ! ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ બે હજારના હીરાના કાપ લાવ્યા હોય તે પાંત્રીસ હજારનું બિલ લાવે તો શેઠાણી ખુશ ! કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછ્યું કે રાત્રે ઊંઘી જાઓ છો ત્યારે કાનના લવિંગિયાં ઊંઘમાંય દેખાય છે કે નહીં ? આ તો માનેલું સુખ છે, “રીંગ’ માન્યતાઓ છે, તેથી અંતરશાંતિ થાય નહીં. ભારતીય નારી કોને કહેવાય ? ઘરમાં બે હજારની સાડી આવીને પડેલી