________________
(૧૯) પત્નીની ફરિયાદો
હોય તે પહેરે. આ તો ધણી-ધણિયાણી બજારમાં ફરવા ગયાં હોય ને દુકાને
હજારની સાડી લટકાવેલી હોય. તે સાડી સ્ત્રીને ખેંચે ને ઘેર આવે તોય મોં ચઢેલું હોય ને કકળાટ માંડે. તેને ભારતીય નારી કેમ કહેવાય ?
૩૭૭
આ તો પાછી સાડી લટકાવેલી હોય વેપારીઓએ, તે શા હારુ બહાર લટકાવતા હશે ? એ શો કરવા હારુ ? શા હારુ લટકાવે ? આ ખુદા ભરમાય. આ ખુદા મહીં ચોંટી પડે, એટલા હારુ લટકાવે. ખુદા ફસાઈ જાય
કે ના ફસાય ?
પ્રશ્નકર્તા ઃ ફસાઈ જાય.
દાદાશ્રી : અને પછી ત્રણ હજારની સાડી જોઈ તે ઘેર આવીને મોઢું બગડી જાય. એ દેખાય તો આપણે કહીએ, કેમ આમ થઈ ગયું ? એ સાડીમાં ખોવાઈ ગયા હોય. જો લાવી આપે ત્યારે છોડે. નહીં તો ત્યાં સુધી કકળાટ ના છોડે. આવું ના હોવું જોઈએ. અરે, કેટલીક બેનો તો પછી ધણીને મારી-વઢીને સાડી મંગાવે છે, પૈસા ના હોય તોય.
આ તો જાણે પૈસા છે ને પહેરે છે પણ ના હોય તેય આની મહીં પાછું પહેરવા જાય અને ધણીનું તેલ કાઢી નાંખે બિચારાનું ! તને ખબર છે એવું ?
પ્રશ્નકર્તા : એ મેં નથી કાઢ્યું, મને શું ખબર પડે.
દાદાશ્રી : હા, પણ બીજી તો તેલ કાઢી નાખે એવી હોય. કારણ કે મોહ એવી ચીજ છેને, તે સ્ત્રી પૈસા હોય, ના હોય તોય બૂમ પાડ્યા વગર રહે નહીં ! જોયું એટલે હું... ખોવાઈ જાય. ખોવાઈ જાય એટલે પેલા ધણીને લાવવી પડે, બળી. બે ચિત્ત થઈ જાયને, એટલે પછી લાવવી પડે.
સાડી પહેરવામાં વાંધો નથી, પણ આ તો ચારિત્ર મોહ જ છેને ! પણ જો અંદરનું સુધરે, તો કશું કપડું પહેરવા જેવુંય નહીં ! સાદું હોય તો ચાલે. મોહ હવે ઉતરે એ વાત જુદી છે, પણ અત્યારે તો મોહ ટોચ ઉપર જઈને બેઠો છે. તે શી દશા થાય માણસોની ! મોહ વધારે વ્યાપ્યો છે. અને
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જેમ જેમ મોહ વધારે વ્યાપ્યો છે, તેમ તેમ ખાડામાં ઊંડો ઉતરતો જ ગયો. આ તો સમાજના બંધારણના પ્રતાપે મોહ જરા ઓછો વ્યાપ્યો છે, નહીં તો મોહ પૂરેપૂરો વ્યાપી જાય, ચોગરદમથી પેસી જાય ! આ તો એવું છેને, કે કંઈક બંધારણમાં આવ્યા અને જેને બંધારણ ના હોય તે ? એને શું થાય ?
૩૭૮
વહુ કહેશે કે, ‘આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી ?” અલ્યા, આ સોફા છે તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે, ‘ના, મેં પેલું જોયું તેમાં સુખ પડે છે.’ તે ધણીને પાછા પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો'ક ફેર છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરાં કે નહીં ? અને એની ઉપર કૂદે ખરાં કે ? અને કૂદે તે ઘડીયે જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે ! એટલે આ મોહ છે. તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે !
જીવન કેવું આમ સામસામી સુખ આપે તેવું હોવું જોઈએ. સાડીઓ પહેરો, પણ તે આવું કકળાટ કરાય નહીં. એટલે દુઃખ તો ધણીને ન જ દેવાય.
વિચારવું પડે કે ના વિચારવું પડે ? કે એકલા ડૉલર જ કમાવ કમાવ કરવાના છે ? આ મહિનો થયોને, તે ત્રણ-ચાર હજાર લાવીને મૂક્યા મહીં. પેલી બઈ સ્ટોરમાં જમા કરે અને તમે કમાણી લાવ્યા કરો.
પ્રશ્નકર્તા : અહીં આ વાતાવરણ જ એવું છે એટલે શું કરે ? દાદાશ્રી : ના, પણ તેનો વાંધો નથી. આ નહીં કરવું જોઈએ ? જોડે જોડે ડૉલર એકલું કમાયા તો આ ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : જરૂર કરવું જોઈએ.
દાદાશ્રી : આ અમથો ભવ બગડી જાય આમાં તો અને બીજું બેનોને કહું છું કે, શોપિંગ કરશો નહીં. શોપિંગ બંધ કરી દો, આ તો ડૉલર આવ્યા એટલે... અલ્યા, ના લેવાનું હોય તો શું કરવા લઉં છું, યુઝલેસ. કોઈ સારે