________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૭૧
૩૭૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
રહેતી હોયને તો ઘર સુંદર દેખાય. સ્ત્રી સજાવટ બહુ સરસ કરે.
લોકો માતે દાદા સ્ત્રી પક્ષમાં,
પક્ષે પુરુષતા અંદર લક્ષમાં ! પ્રશ્નકર્તા : તમે સ્ત્રીઓનું જ એકલીનું ના ખેંચ ખેંચ કરશો.
દાદાશ્રી : સ્ત્રીઓનું ખેંચતો નથી. આ પુરુષોનું ખેંચું છું, પણ આમ સ્ત્રીઓને એમ લાગે કે અમારું ખેંચે છે પણ ખેંચું છું પુરુષનું. કારણ કે ફેમિલીના માલિક તમે છો. શી ઈઝ નોટ ધ ઓનર ઓફ ફેમિલી. યુ આર ઓનર. લોકો મુંબઈમાં કહેને, કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતા ને સ્ત્રીઓનો પક્ષ લો છો ? મેં કહ્યું, એમને પેટે મહાવીર પાક્યા છે, તમારા પેટે કોણ પાકે છે ? વગર કામના તમે લઈ બેઠા છો ?
પ્રશ્નકર્તા છતાં તમે સ્ત્રીઓનું બહુ ખેંચો છો, એવું અમારું માનવું
રૂમમાં પેસે તો કેવું એને સારું લાગે છે નહીં, ઘડીવાર ? એવું આ એરકંડિશન રૂમ છે આ તો. દુકાન નાદારીમાં જતી હોયને, તોય એ હીંચકા ઉપર બેઠી બેઠી.. હીંડોળા નાખ્યા કરે.
સ્ત્રી તો દૈવી શક્તિ છે પણ જો પુરુષને સમજણ પડતી હોય તો કામ નીકળી જાય. સ્ત્રીનો દોષ નથી, આપણી ઊંધી સમજણનો દોષ છે. સ્ત્રીઓ તો દેવીઓ છે પણ દેવીથી નીચે નહીં ઉતારવાની, દેવી છે, કહીએ. અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તો ‘આવો દેવી' કહે છે. હજીય કહે છે, ‘શારદાદેવી આયા, ફલાણા, મણીદેવી આયા !' અમુક અમુક દેશોમાં નથી કહેતા ?
પ્રશ્નકર્તા : કહે છે ને !
દાદાશ્રી : દેવી છે એ તો. સ્ત્રીઓના આધારે તો આપણે મોક્ષે જઈ શકીએ. આપણે એમના આધારે ને આપણા આધારે એ જાય !
પ્રશ્નકર્તા : એ હોય એટલે પછી મોક્ષની વાત ખ્યાલમાં આવે ને !
દાદાશ્રી : એટલે સામસામી બધું જરૂરિયાત છે આ બધી, આય કાઢી ના નખાય. કાઢી નખાતું હશે ? આ આમને લીધે એ અને એમને લીધે આ, પરસ્પર છે !
પ્રશ્નકર્તા : પણ દાદા, સંસાર જ ન મંડાય, પછી ક્યાં વાત રહી ? સ્ત્રી વગર સંસાર જ શેનો હતો ?
દાદાશ્રી : માટે એ રૂડા પ્રતાપ કે આ સંસાર દીપ્યો ! સામસામી બેઉની મદદથી, આપણે એકલું નહીં. એમણે એમ ના માનવું જોઈએ કે મારા લીધે જ ચાલે છે. બેઉની મદદથી આ ચાલે છે. અને પુરુષ તો પુરુષ કહેવાય. સ્ત્રીઓએ ખરી રીતે પુરુષને વિશેષ ગણવો જોઈએ અને પુરુષોએ એને પોતાને નિર્વિશેષ રાખવું જોઈએ. એટલે બે જોડે હોય તો આ ઘર સારું ચાલે, નહીં તો ચાલે નહીં.
અને પુરુષો ચાર જણ રહેતા હોયને સામાસામી. એક જણ ખાવાનું કરે, એક જણ.... એ ઘરમાં ભલીવાર ના હોય. એક પુરુષ ને એક સ્ત્રી
દાદાશ્રી : હા, એ જરાક મારી પર આક્ષેપ છે, બધય થઈ જાય છે. એ આક્ષેપ મને લોકોએ બેસાડેલો છે, પણ જોડે જોડે પુરુષોને એટલું બધું આપું છું કે સ્ત્રીઓ માન આપે છે પછી. એવું ગોઠવી આપું છું. આમ દેખાવ દેખાવમાં છે તે સ્ત્રીઓનું ખેચું છું, પણ અંદરખાને પુરુષોનું હોય છે. એટલે આ બધું, આ કેમ ગોઠવણી કરવી એના રસ્તા હોવા જોઈએ. બન્નેને સંતોષ થવો જોઈએ.
મારે તો સ્ત્રીઓ જોડેય બહુ ફાવે, પુરુષો જોડેય બહુ ફાવે. બાકી અમે તો સ્ત્રીઓના પક્ષમાં ના હોઈએ ને પુરુષોના પક્ષમાં ના હોઈએ. બેઉ સરખું ચલાવો ગાડું. પહેલાંના લોકોએ સ્ત્રીઓને હેઠે પાડી દીધી. સ્ત્રીઓ તો હેલિંગ છે. એ ના હોય ને તારું ઘર કેવું ચાલે ?