________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
પડતું હોય !! એ તો વાઈફ છે તો કહેશે, એટલે તરત વહેલો વહેલો નાહી લે. એને લીધે શોભા છે બધી. અને એમની શોભા આમને લીધે છે.
૩૬૯
આ સ્ત્રીઓ ના હોયને તો આ એકલા પુરુષો જો સંસાર માંડેને, આ ફલેટમાં રહે, તો એ ફલેટમાં ગધેડાનેય પેસવાનું ના ગમે, ચા ક્યાં પીધેલી હોય, પ્યાલો રકાબી ક્યાં પડી રહ્યાં હોય, ગોદડું ક્યાં રહેલું હોય, નર્યો એંઠવાડો, ગંદવાડો ને બધું કચરો જ પડ્યો હોય. ખમીશ કાઢીને અહીં નાખ્યું હોય. No (નો) વ્યવસ્થા, વ્યવસ્થા કશું જ ના હોય. ખુરશી ક્યાંય પડી હોય, બધું વેરણછેરણ હોય. વ્યવસ્થિત જીવતા ના હોય. અને પુરુષ કપડાંયે પાંસરા ના પહેરે. ઇસ્ત્રી વગરનું ખમીસ પહેરીને ફર્યા કરતો હોય ! એટલે આ સ્ત્રીને લીધે ધણીનો સંસાર દીપે છે. સંસારમાં પુરુષોને સ્ત્રી હેલ્પ કરે છે.
એ તો આ સ્ત્રીના થકી ગૃહસ્થ, નહીં તો ગૃહસ્થ શાનો ?! ભરવાડ જેવો લાગે પછી. સ્ત્રીનામાં વ્યવહાર શક્તિ છે, ઓર્ગેનાઇઝિંગ પાવર છે એનામાં. અને સ્ત્રી આવે ત્યારે કહેશે, ‘બળ્યું, તમારામાં વેતા નહીંને, આ બધું આવું જ કર્યુંને !’ ‘વેતા નહીં’ હઉ કહે. હવે ‘વેતા’ શબ્દ શું હશે ? એ તો હું જાણું અને એ જાણતી હશે ! એ સ્ત્રી છે તો તમારે સંસાર દીપ્યો, નહીં તો તમારો સંસાર ખરાબ થઈ જાય. આ તો તમારું મકાન એમને લીધે શોભે છે.
પ્રશ્નકર્તા : એ એવું જ કહે છે.
દાદાશ્રી : વાત સાચી છે પણ, એનો ઉપકાર માનવો જોઈએ. પ્રશ્નકર્તા : પણ આપણે એકલા હોઈએ તો આપણને જોઈએ એવી ચા બને.
દાદાશ્રી : હા... એ ખરું. એકલા હોઈએ તો જોઈએ એવી ચા બને, કહો છો, એ તમારે ટ્રાય કરવી હોય તો છ મહિના એકલા રહી જુઓ.
પ્રશ્નકર્તા : એવું સદ્ભાગ્ય મને ક્યાંથી મળે ?
દાદાશ્રી : ના, એકલા રહી જુઓ. તમારા ત્રણ દહાડાનાં કપ-રકાબી
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પડ્યાં હશે, આ ધોતિયું અહીં પડ્યું હશે, તે આમ પુરુષ જીવી શકે નહીં. પુરુષને જ જીવતા નથી આવડતું. આ સ્ત્રીઓ થકી આ રોફ છે તમારો બધો. એમનું મેનેજમેન્ટ છે. એ તો સ્ત્રીને લીધે ઘર દીપે છે. સ્ત્રીને લીધે દીપેને ? નહીં તો તમારે તો વ્યવસ્થિત ના હોય કશું. કશું આવડે જ નહીં પુરુષોને તો ! બહારનું બધું આવડે પણ આ ના આવડે.
૩૭૦
સ્ત્રી પ્રકૃતિ વરતે ધરાવે ધીર, તહીં તો ખોટમાં ચોધાર તીર !
સ્ત્રીમાં બહુ શક્તિ હોય ગમ ખાવાની ! જબરજસ્ત દુ:ખ હોયને, તોય ધણીને કહેશે, ‘ગભરાશો નહીં, સૂઈ જાવ, શું કરવા દુઃખી થાવ છો ?' એને શાંતિ આપે.
સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ. એટલે ધણીને પાંચ કરોડની ખોટ ગયેલી હોયને, તો ધણી આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય, દુકાન ખોટમાં જતી હોય તો ઘેર ખાતા-પીતા ના હોય પણ સ્ત્રી તો ઘેર આવીને કહેશે, લ્યો, ઊઠો. હવે બહુ હાય-હાય ના કરશો, તમે ચા પીઓ ને ખાવ નિરાંતે. તો અડધી પાર્ટનરશીપ હોય પણ એને કેમ ચિંતા નથી ? ત્યારે કહે, સાહજિક છે. એટલે આ સહજની જોડે રહીએ તો જીવાય, નહીં તો જીવાય નહીં. અને બેઉ છે તે પુરુષો રહેતા હોય તો મરી જાય સામાસામી. એટલે સ્ત્રી તો સહજ છે, તેથી તો આ ઘરમાં આનંદ રહે છે થોડો ઘણો.
પ્રશ્નકર્તા : એટલે એ પ્રકૃતિ અનિવાર્ય છે, જરૂરી છે ? દાદાશ્રી : જરૂરી છે, ખાસ જરૂરી છે. તેથી તો આ જીવે છે લોકો. તોય ત્યાં ઘેર જઈને વઢવઢા કરે છે. મૂઆ, સમજતો નથી ! હવે તેની જોડે ક્યાં નકામી ડખલો કરું છું ? પણ એને ડખલ કર કર કર્યા કરે આખો દહાડો. ભસ, ભસ, ભસ, ભસ કરે. આવું ના કરાય. એટલે સ્ત્રીઓની જોડે બહુ મૃદુતાથી વર્તવું જોઈએ. ત્યાં અકડાઈથી વર્તે છે લોકો. જેમ ફૂલ જોડે રહીએ છીએ એવી રીત રહેવું જોઈએ. એને તો અકળાઈ આમ કચરી નાખે છે. કેટલું દુઃખમાં આવ્યો હોયને તોય એની બૈરીને જુએ ને બૈરી જોડે શાંતિ થઈ જાય પાછી એને. બહારથી અકળાયેલો માણસ આવે, તો એરકંડિશન