________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૬૭
૩૬૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
છોકરો ઘોડી ઉપર બેઠો અને તળાવ ઉપર લઈ ગયો. પેલી ઘોડીને જરાક સળી કરી ! હવે ઘોડી ત્રણ હજાર રૂપિયાની, એને સળી કરવા લાયક હોય ? એને સળી કરાય નહીં, એની ચાલમાં જ ચાલવા દેવી પડે. તે પેલાએ તો સળી કરી, તે ઘોડી હડહડાટ ઊભી થઈ ગઈ. ઘોડી ઊભી થઈ કે પેલો પડી ગયો ! પોટલું નીચે પડ્યું ! એ પોટલું ઘેર આવીને શું બોલવા માંડ્યું કે ‘આ ઘોડી વેચી દો, ઘોડી ખરાબ છે.' એને બેસતાં નથી આવડતું ને ઘોડીનું નામ દે છે ? એનું નામ ધણી ! આ બધા ધણી !! પછી મેં કહ્યું, ‘હોવે, એ ઘોડી ખરાબ હતી (ત્રણ) હજારની ઘોડી ! અલ્યા, તને બેસતા નથી આવડતું, એમાં ઘોડીને શું કરવા વગોવે છે ?” બેસતા ના આવડવું જોઈએ ? ઘોડીને વગોવે છે ?
મનેય એક ફેરો અમારી ઘોડીએ પાડી નાખેલો. પછી મેં ઘેર આવીને અમારા મોટા ભાઈને કહ્યું, ‘આ ઘોડીએ મને પાડી નાખ્યો. મને લાગ્યું છે.” ત્યારે એ કહે, “ઘોડી આટલી બધી કિંમતી તે પાડી નાખતી હશે ? તને બેસતા આવડ્યું નહીં હોય.’ હું સમજી ગયો. મેં કાનપટ્ટી પકડી. આપણને બેસતા ના આવડ્યું, બા. અક્કરમી પડી જાય ! પાછો લોકોને કહે શું કે, ઘોડીએ મને પાડી નાખ્યો.” અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય ? ઘોડી પર બેસતાં તને નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડીય બેસતાંની સાથે જ સમજી જાય કે આ તો જંગલી જનાવર બેઠું, આને બેસતાં આવડતું નથી ! તેમ આ હિન્દુસ્તાનની સ્ત્રીઓ એટલે આર્યનારી, તેની જોડે કામ લેતાં ના આવડે તો પછી એ પડે જ ને !
એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઈએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી.
જો આપણામાં વક્કર ના હોય તો ઘોડીને પંપાળ પંપાળ કરીએ તોયે એનો પ્રેમ આપણને મળે. પહેલો વક્કર પડવો જોઈએ. ‘વાઈફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે
ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે. આવું કંઈ સ્ત્રી પુરુષ પૈણ્યા કર્યા પછી આવું ? પણ એને આવડે નહીં ત્યાં સુધી ધણી થયો એ જ મુશ્કેલી છે. ઘોડીનો દોષ હોતો જ નથી, બેસનારનો દોષ હોય છે. તારે બેસવાની આવડત નથી અને પછી કહેશે, ઘોડીએ પાડી નાખ્યો. આવું બોલાય ?
પ્રશ્નકર્તા : ના બોલાય.
દાદાશ્રી : તારામાં અક્કલ નથી એટલે પછી શું થાય ? અને બહારવાળા કહેય ખરા, ઘોડીએ મને પાડી નાખ્યો. એટલે હું પછી વાત કહું, ઘોડી પાડે નહીં, આ વાત તમે ક્યાંથી લાવ્યા ? ઘોડી પાડનારી હોત તો ઘોડી કહેવાય નહીં. પાંચ હજારમાં ના આવે ઘેર, એ લડકણી ઘોડી હોય છે, તે સસ્તી મળી જાય. કેટલાક સાહેબ એવા હોય છે કે ‘ઑફિસ'માં કારકુન જોડે ડખાડખ કર્યા કરે. બધા કારકુન પણ સમજે કે સાહેબનામાં બરકત નથી. પણ કરે શું, પુર્વેએ એને બોસ તરીકે બેસાડ્યો ત્યાં ? ઘેર તો બીબી જોડે પંદર-પંદર દિવસથી કેસ ‘પેન્ડિંગ’ પડેલો હોય ! સાહેબને પૂછીએ, કેમ ? તો કહે કે, “એનામાં અક્કલ નથી.” ને એ અક્કલનો કોથળો ! વેચે તો ચાર આનાય ના આવે !!! સાહેબની ‘વાઈફને પૂછીએ તો એ કહેશે કે, ‘જવા દોને એમની વાત, કશી બરકત જ નથી એમનામાં !'
તમને સ્ત્રીઓ જોડે ‘ડીલિંગ’ કરતાં નથી આવડતું. તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે “સેલ્સમેન’ સારો રાખો. સારો, દેખાવડો, હોશિયાર ‘સેલ્સમેન' હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે ‘ડીલિંગ’ કરતાં આવડવું જોઈએ.
વહુ છે તો ઘર નંદનવત,
વહુ વિણ ઘર વેરણ-છેરણ ! આ તો સ્ત્રી જાતિ છે તો બધું જગતનું નૂર છે, નહીં તો ઘરમાં બાવા કરતાંય ભૂંડાં રહો. સવારમાં પંજો જ ના વાળ્યો હોય ! ચાનું ઠેકાણું ના