________________
૩૬૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૬૫ આવો સંસાર છે.
પ્રશ્નકર્તા અને અસલ પટેલ હોયને તો તગેડી મેલીશ તારે બાપને ઘેર, એમ કહે.
દાદાશ્રી : બધું બોલે, ભઈ. આ તો અમારે તો ક્ષત્રિય લોકો ફાવે એવું બોલી નાખે. ભોળા બધા, મહીં કપટ-બપટ ના આવડે. બનાવટ કરતાં આવડે નહીં. અને આ ‘લે લેતી જા' કેવડી મોટી બનાવટ કરી ? ભગવાનને છેતરે એવી બનાવટ. ભગવાન જો બહાર સાંભળવા આવે તેય સમજી જાય કે મૂઆ આ ‘લે લેતી જા” બોલે છે, એટલે એને મારતો હશે !
વણિકભાઈ તો એવા શૂરવીર હતા તે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઈ રહી હતી. એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે. એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે ‘તું મને ગોદડાં ઓઢાડી દે !” આવા શૂરવીર લોકો છે (!)
એક વણિકભાઈ મારી જોડે રોજ બેસનારા. એમને મેં પૂછ્યું, ‘કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે ? જો વહુ મરી જાય તો શું થાય તમારું ?” ત્યારે એમણે કહ્યું, ‘મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં.’ ઓત્તારીની ! આ વણિક તો બહુ પાકા. આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઈ વધારે જીવે ! સ્ત્રીને કહે કે, તું સૌભાગ્યવંતી થઈને જજે પણ હું તો રાંડીશ ! આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય. સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ છે એ જ ભેદ. બાકી તો એય ‘શુદ્ધાત્મા' જ છેને !
હિન્દુસ્તાનમાં પ્રકૃતિ મપાય નહીં, અહીં તો ભગવાન પણ ગોથાં ખાઈ જાય ! “ફોરેન'માં તો એક દહાડો એની ‘વાઈફ” જોડે સાચો રહ્યો તો આખી જિંદગી સાચો નીકળે. અને અહીં તો આખો દહાડો પ્રકૃતિને જો જો કરે છતાંય પ્રકૃતિ મપાય નહીં. આ તો કર્મના ઉદય ખોટ ખવડાવે છે, નહીં તો આ લોકો ખોટ ખાય ? અરે, મરે તોય ખોટ ના ખાય, આત્માને બાજુએ થોડીવાર બેસાડીને પછી મરે.
સિંહ જેવા ધણીને બીવડાવે,
પણ ઊંદરડી એતે ફફડાવે ! આ અમલદારોય ઑફિસેથી અકળાઈને ઘેર આવે, ત્યારે બઈ સાહેબ શું કહેશે કે “દોઢ કલાક લેટ થયા ? ક્યાં ગયા હતા ?” લે !! એની બઈ છે તે એક ફેરો એમને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખું ગુજરાત ભડકે, એનેય ભડકાવે છે, જુઓને ! આખું ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી અને એને હઉ ટેડકાવી નાખતી હતી. પછી મેં એને એક દહાડો કહ્યું “બેન, આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ?” ત્યારે કહે, “મને તો બીક લાગે.’ હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તોય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે ! એક ઊંદરડી પ્યાલો ખખડાવે તોય બીક લાગે. અને આ ધણી આટલો ! ધણીને લીધે તને બીક નહીં લાગતી. એ ધણીને પાછો તું ટૈડકાવ ટેડકાવ કરું છું, વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે !
પ્રશ્નકર્તા : એવી ટેવ પડી ગઈ હોય, માણસને.
દાદાશ્રી : ના, ના, પણ ઊંદરડીથી ભડકે એ ધણીથી ભડકતી નથી, એ અજાયબી જ છેને ? મર્યાદા રાખવી જોઈએ બધી. અને ધણીનેય કહેવું જોઈએ કે મર્યાદામાં તમે રહો અને હું રહું. આપણે બેઉ સંધિ કરો મર્યાદાની. તમારે સ્ત્રીઓએ ધણીને પી ના જવા જોઈએ. કેટલીક સ્ત્રીઓ તો ધણીને વાટી કરીને ફાકો કરી નાખે. એવું ના હોવું જોઈએ. ધણી સારો હોય તો બિચારો દબાઈ જાય અને તેથી દુરુપયોગ ન કરવો જોઈએ. ધણી એટલે ધણી. પણ આપણે સાચવીને હેંડીએ તો ડાહ્યા થઈ જાય એવો છે. નહીં તોય એની જોડે આખી જિંદગી કાઢવી જ પડશેને ?
પાણીદાર ઘોડી પણ પાડે ધણી,
સવારી ન ફાવી, નથી માસ્કણી ! એક માણસ ત્રણ હજાર રૂપિયાની ઘોડી લાવ્યો હતો. રોજ તો આમ ઘોડી ઉપર બાપ બેસતો હતો. એને છોકરો ચોવીસ વર્ષનો હતો. એક દહાડો