________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૬૩
પ્રશ્નકર્તા : પત્નીને. તો એ પાપ નહીં કહેવાય ?
દાદાશ્રી : શાનું પાપ હોય છે ? દગો કરીએ એ પાપ. પણ પત્ની જ કહેતી હોય કે, મારે છૂટું થવું છે, તમારી જોડે રહેવું નથી, તો પછી શું થાય ? પત્ની કંટાળેને ? ધોલ મારવાની બહુ ચળ આવેને તો ભીંત જોડે મારવી, પત્નીને કહીએ, લે, લે, કરીને ભીંતને મારવું અને એને કહેવું નહીં. અને કો'ક બહારવાળા જાણે કે પત્નીને મારે છે આ.
પ્રશ્નકર્તા ઃ ત્યારે આપણને વાગેને, આપણે ભીંતને મારીએ તો ? દાદાશ્રી : એ ત્યારે જ ખબર પડેને, એ ભીંતને મારે ત્યારે ખબર પડે કે મારવું એ શું છે ?
બેતી વઢવાડમાંથી ભવાડો,
‘લે લેતી જા’ વાણિયાતો પીછોડો !
આપણા લોકો મહીં લડે ખરા કો'ક દહાડો ? બારણું વાસીને કે ઉઘાડું રાખીને ? આપણા લોકો તો પટેલ લોકો, ભોળા માણસ, કો’ક બહારનું પેસે તોય કશું નહીં અને એક વાણિયો મારી ઉંમરનો હતોને, તેને મેં પૂછ્યું, ‘અલ્યા, તમારે ત્યાં લડવાડ થાય કે ?' ત્યારે કહે, દાદાજી, લડવાડ તો રોજે થાય, બધેય થાય.’ મેં કહ્યું, ‘તમે શું ઉપાય કરો, થાય છે ત્યારે ?' ત્યારે એ કહે, ‘પહેલાં બારણું વાસી આવું. તે બહારથી આવતા બંધ થઈ જાય.’ ત્યારે મેં કહ્યું, ‘સિનેમાવાળા તો ખુલ્લું રાખે છે.’ ત્યારે કહે, ‘એમને તો ઘરાકી જોઈતી હોય, અમારે ઘરાકી નથી જોઈતી.' હા, લોક પેસી જાય તે ઊલટી વઢવાડ વધારે. પાછા મહીં સંકોરનારા આવે. સંકોરે પાછું. મહીં સળગતું હોય તેને સંકોરી આપે. એ ભવાડો થઈ જાય એવું સમજી જાય. એ તો બારણું પહેલાં વાસી આવે. ‘બારણું વાસી આવું ને પછી ઘરમાં લડીએ પછી એની મેળે ટાઢું પડે.' આની બુદ્ધિ સાચી છે. મને ગમ્યું આ. આટલીય અક્કલવાળી વાત હોય તો તેને આપણે એકસેપ્ટ કરવી જોઈએ. અને અમારે તો રાજશ્રી લોકો, બારણું વાસેલું હોય તો ઉઘાડી નાખે. દેખો હમારા ખેલ, હમારા ખેલ
૩૬૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દેખો, કહેશે.
પ્રશ્નકર્તા : ક્ષત્રિયમાં તો એમ કહી દે કે ચાલતી થા, આ બારણા ઉઘાડા છે, બારણા વાસવા ના બેસે.
દાદાશ્રી : હા, એવું કહે એ ! કહે ઉપરથી એ લોકોને ભય નહીં એવું. પણ આ ભવાડો તો થાયને, બળ્યો !
પ્રશ્નકર્તા : હા, થાય.
દાદાશ્રી : એટલે આ વાણિયા ડાહ્યા માણસ. બહાર ભવાડો થશે, નામ બગડશે, એના કરતાં લડવું હોય તો મહીં લડોને, લડ્યા વગર ચાલે એવું નથી. ફરજિયાત છે ને મરજિયાત હોય તો કોઈ લડેય નહીં !
અમે એક ગામમાં ગયેલા, ત્યાં આગળ બધા લોકો એક ઘર આગળ ભેગા થયા હતા રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે. ત્યારે મેં કહ્યું, શું છે ભઈ, અહીં આગળ. ત્યારે કહે, નાટક જોવું હોય તો આવો, જોવા જેવું છે. આ શેઠ મહીં બઈને મારે છે, મને કહે છે, આવો જુઓ, સાંભળો. તે શેઠ શું બોલે, લે લેતી જા. ત્યાં ઘર આગળ બે-ચાર જણા ઊભા રહીને આમ સાંભળ્યા કરતા હતા. ઘરને બારણું વાસેલું હતું. એટલે આ બહારવાળા સમજે કે આ શેઠ પેલી બઈ (શેઠાણી)ને મારે છે, લે લેતી જા. હવે તેમાંથી એક માણસ ખાનગી હશેને, પાડોશમાં રહેનારો, તે કહે છે, ખરી રીતે બઈ શેઠને મારે છે રોજ. બઈ ચઢી બેસે તે બઈ આને મારે છે. પણ વાણિયો પાકો એટલે પછી મનમાં એમ કહે, આબરૂ જાય બહાર, એટલે એવું કંઈ તાયફો કરું કે બહાર આબરૂ ના જાય. મેં કહ્યું, આ અક્કલનો કોથળો ખરો, ભઈ આ તો ! અમને આવડે નહીં આવું તેવું... પેલી મારેને, વાગે કે તરત, લે લેતી જા, બોલે ફક્ત. એનો ઉકેલ ખોળી કાઢેલો આ. એટલે મેં કહ્યું, આ ખરી અક્કલ, આપણે જોયેલી નહીં ને આવી તેવી બધી ! એ તો બહાર જેમ ફરીએ તેમ ખબર પડે. આ બ્રેઈન તુંડે તુંડે મતિર્ભિન્ના, જુદી જુદી મતિ. મેં કહ્યું, આ ખરો શબ્દ ખોળી કાઢ્યો. હવે બહાર લોક કહે, ના, ના, વાણિયો પેલીને મારે છે. જુઓને, આ બોલ્યોને ! લે લેતી જા, બોલે છેને ! તે પાડોશી હતો, તે મને કહેવા માંડ્યો, આવું છે કહીએ, આ તો