________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૬૧
૩૬૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ગયેલા હોયને, ત્યાં મારવાનું હોય. આ કંઈ હલકી કોમ છે ? શબ્દય હલકા ના બોલાય. પછી હલકી નાતના લોકો ને આમાં ફેર શો રહ્યો ?
પ્રશ્નકર્તા : જે જ્ઞાન એને ભેગું થયું, એ જ્ઞાન જ એને દોરી જાય છે એવું થયુંને ? - દાદાશ્રી : હા, બસ એ જ, બીજું શું છે ? જ્ઞાન જેવું હોય એવું એને દોરી જાય. એ જ્ઞાન એવું જો જાણી લાવ્યો કે માંસાહારથી શરીરને મજબૂતી મળશે, તો તેવું ચાલ્યું જાય. જો જ્ઞાન એવું જાણી લાવ્યો કે માંસાહારીથી મારું અહિત થઈ રહ્યું છે તો એવું.
એટલે વહુને કહેજો કે, ‘તારે જેટલું લડવું હોય એટલું લડજે. મને તો દાદાએ લડવાની ના પાડી છે, દાદાએ મને આજ્ઞા કરી છે. હું આ બેઠો છું, તારે જે કંઈ બોલવું હોય તે બોલ હવે’ એવું એને કહી દેવું.
પ્રશ્નકર્તા : પણ એ બોલે જ નહીં ને પછી.
દાદાશ્રી : દાદાનું નામ આવે કે ચૂપ જ થઈ જાય. બીજાં કોઈ હથિયાર ના વાપરીશ. આ જ હથિયાર વાપરજે.
પતિ કહેવડાવે, ભઈસા'બ !
પછી પસ્તી વસૂલે હિસાબ ! એક બહેને તો મને કહ્યું હતું, ‘પણી ત્યારે એ બહુ લોંઠ (જબરા) હતા.’ કહ્યું, ‘હવે ?” ત્યારે કહે, ‘દાદા, તમે બધું સ્ત્રી-ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો ?” મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહ્યું, ભઈસા'બ કહો, એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલાં એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું. સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ મુંબઈનાં લોકોને પૂછ્યું, ઘેર આવી ભાંજગડ નથીને ? ના દાદા, એવું નથી. હોય તો મને કહેજે, હં. પાંસરી કરી નાખીએ. એક
મહિનામાં તો પાંસરી કરી નાખું.
કેટલીક સ્ત્રી તો પતિને મારે હ૩. પતિવ્રતા સ્ત્રીને તો આવું સાંભળતાં જ પાપ લાગે કે આવું બૈરી ધણીને મારે ?
પ્રશ્નકર્તા : જો પુરુષ માર ખાય તો તે બાયલો કહેવાય ?
દાદાશ્રી : એવું છે, માર ખાવો એ કંઈ પુરુષની નબળાઈ નથી. પણ એના આ ઋણાનુબંધ એવા હોય છે, બૈરી દુઃખ દેવા માટે જ આવેલી હોય છે, તે હિસાબ ચૂકવે જ.
પ્રશ્નકર્તા : પછી ધારો કે પત્ની ધોલ મારે તો શું કરવું તે સમયે ? દાદાશ્રી : આપણે ધીમે રહીને દવા-બવા ચોપડીએ આમ. પ્રશ્નકર્તા : બીજી વાર મારે તો ?
દાદાશ્રી : પત્ની કોઈ દહાડો મારે નહીં અને મારે તો ક્યારે મારે, કે ઘણા દહાડાના આપણા ગુના ભેગા થયા હોયને ત્યારે એક ફેરો સામી થાય. એટલે આપણે નિરાંતે દવા-બવા ચોપડી દેવી.
પ્રશ્નકર્તા : આપણે મારવી નહીં જોઈએ ? દાદાશ્રી : શરૂઆત જ નહીં કરવી. પ્રશ્નકર્તા : ધારો કે પત્ની શરૂઆત કરે તો ?
દાદાશ્રી : શરૂઆત કરે પછી પત્નીને કહી દેવું કે આ ધંધો ચાલુ રાખવો છે કે બંધ કરવો છે ? ચાલુ રાખવો હોય તો કાયમનો ચાલુ રાખીએ, તો છોકરાને બીજી રૂમમાં મૂકી આવ્યા પછી ચાલુ કરજે આ. છોકરાને ના બગાડીશ. કહીએ અને બંધ કરવું હોય તો બંધ કરીએ, પણ કરાર કરી નાખ, હવે કરાર, એગ્રીમેન્ટ (કરાર) કરી નાખ.
પ્રશ્નકર્તા : એ ચાલુ જ રાખતી હોય તો આપણે એને છૂટી જ કરી દઈએ પરમેનન્ટ(કાયમ)ની તો શું ?
દાદાશ્રી : કોને ?