________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૫૯
પ્રશ્નકર્તા : એ તો સારું કહેવાય, તમને તો કહેવું જ જોઈએ.
દાદાશ્રી : તે કેટલાક મહીં માર ખાય છે પાછા. મને કહી જાય બિચારા અને બૈરીને મારે છે તે મને કહેતા નથી, મૂઆ. આપણા ‘મહાત્માઓ’માંથી કોઈક જ મહાત્મા ખુલ્લું કરી દે કે, “દાદા, આજે તો બૈરીએ મને માર્યો !' આટલી બધી સરળતા શેને લીધે આવી ? આપણા જ્ઞાનને લીધે આવી. ‘દાદા’ને તો બધી જ વાત કહેવાય. આવી સરળતા આવી ત્યારથી જ મોક્ષે જવાની નિશાની થઈ. આવી સરળતા હોય નહીંને ! મોક્ષે જવા માટે સરળ જ થવાનું છે.
આ બહાર તો ધણી છિટ છિટ કર્યા કરે. બૈરીનો માર પોતે ખાતો હોય તોય બહાર કહે કે, “ના ના, એ તો મારી દીકરીને મારતી હતી. અલ્યા, મેં જાતે તને માર ખાતાં જોયું હતુંને ? આનો શો અર્થ ? મિનિંગલેસ. એના કરતાં સાચે સાચું કહી દેને ! આત્માને ક્યાં મારવાનું છે ? આપણે આત્મા છીએ, મારશે તો દેહને મારશે. આપણા આત્માનું તો કોઈ અપમાનેય કરી ના શકે. કારણ કે ‘આપણને’ એ દેખે તો અપમાન કરેને ? દેખ્યા વગર શી રીતે અપમાન કરે ? દેહને તો આ ભેંસ નથી મારી જતી ? ત્યાં નથી કહેતા કે આ ભેંસે મને મારી ? આ ભેંસ કરતાં ઘરનાં બઈ મોટાં નહીં ? એમાં શું ? શેની આબરૂ જવાની છે ? આબરૂ છે જ ક્યાં તે ?
જોયા મેં વહુતો માર ખાતારા, સમ્યક્ જ્ઞાતે કર્યોતા પોબારા !
લોકો અહીં આવ્યા પછી ઘરમાં ત્રાસ-બાસ આપતા નથી. મહીં
કેટલાકને તો વહુ મારે છેને, તે આવીને મને કહે, જુઓ, આ નખોરિયા બધા. હું સમજું કે આને ડીલિંગ કરતાં નથી આવડતું. એમાં વહુનો શો દોષ બિચારીનો. હું સમજું, એટલે મેં એને કહેલું તું મને આવીને કહી જજે કે શું હતું ? તે એને કશું કર્યું નથી ને ?! ના, નથી કર્યું. ત્યારે મેં કહ્યું, બસ, ત્યાં સુધી આપણું નોંધશે, નહીં તો તૂટી જશે આ. નહીં તો ડીવૉર્સ થતાં વાર નહીં લાગે. આપણે જે તે રસ્તે નભાવીને કામ કાઢી લેવાનું. કંઈ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બીજી લાવીએ, તે કંઈ સારી આવવાની છે ? એવો ને એવો જ માલને ! આ માલ મનુષ્યપણાનો ને. એટલે એનાથી જ કામ કાઢી લેવું. પછી મેં એને કહ્યું, ‘પછી સાંજે એણે તને જમવાનું આપ્યું કે', એણે કહ્યું, ‘જમવાનું સારું આપે છે, એમાં કશી મુશ્કેલી નથી.' ત્યારે મેં કહ્યું, “જમી લેને છાનોમાનો, આ મેલને પૂળો અહીંથી, જાતે કરવું પડશે તો વેશ થશે.’ જાતે ખાવાનું કરવું તો વેશ ના થાય, બળ્યો ?
પ્રશ્નકર્તા : થાય, થાય, પૂરેપૂરો વેશ થાય !
૩૬૦
દાદાશ્રી : પછી મેં કહ્યું, કેમ તારો શું ગુનો ? ત્યારે કહે, કશોય ગુનો નહીં, બળ્યો. હું પહેલાં મારતો હતો એને. તે એણે આ વેર વાળ્યું, કહે છે. ત્યારે મેં કહ્યું, હવે બંધ કરી દઈશને ! ત્યારે કહે, હા. હવે આ જ્ઞાન મળ્યુંને ત્યારથી હવે શાંત. ત્યારે મેં કહ્યું, સમભાવે નિકાલ કરી નાખને. તે અનંત અવતારથી લડતો લડતો જ આવ્યો છું. હવે સમભાવે નિકાલ કરું છું. ‘હા, તમે કહ્યું એ પ્રમાણે કરું છું' કહે છે. ‘તો સારું કર્યું તેં. આ ઉદય જતા રહેશે’, ને પછી વહુ એના કહ્યામાં જ રહે. આ ઉદયકર્મ છે, મૂઆ. તું સીધી કરવા જઉં, ક્યાં જશે આ ઉદયકર્મ તે ? ઉદય તો ભોગવ્યે જ છૂટકો, તે અત્યારે વહુ રોફ મારે છે ! આ તો સમભાવે નિકાલ કરીને અત્યારે સરસ દહાડા કાઢે છે. એ ને આ બેઉનું સરસ ચાલે છે ! નહીં તો છોકરાં-છોડીઓ બધું બગડી જાત. હવે એ ત્યાં એ વહુએ જે એને માર્યો, તે આ જ્ઞાન એને સમતામાં રાખે છે. જો જ્ઞાન ના આપ્યું હોત તો ઊંધે રસ્તે જાત. એની ઊંધી દૃષ્ટિ હતીને, તે છતી કરી આપી મારી-ઠોકીને. હવે જૈન ડેવલપમેન્ટ હતું તોય પણ જોને ઊંધી હતીને દૃષ્ટિ ! કોઈ વહુને મારે એવા ખરા કે નહીં ?
પ્રશ્નકર્તા : હોય, હોય. માણસ શું ના કરે ? અહંકાર શું ના કરે ?
દાદાશ્રી : અહંકાર શું ના કરે અને જૈન દૃષ્ટિવાળા ! બીજા-ત્રીજાની જાણે જાડી દૃષ્ટિ હોય તો કરે, પણ ડેવલપ્ડ માણસોને ત્યાં આવું મારવાનું હોય નહીં. સારા જે ડેવલપ્ડ હોયને, ઊંચી કોમમાં તો મારવાનું શું, શબ્દેય અવળા ના બોલે. આ તો હલકા લોકો મહીં અહીં આગળ જે આ પેસી