________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૫૭
૩૫૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આપણે પ્રેસિડન્ટ અને પેલાં પ્રાઈમ મિનિસ્ટર !
પ્રશ્નકર્તા: દાદા, એટલા માટે કીધું છે કે ‘કિંગ કેન ડુ નો રોંગ” એટલે કે રાજા પોતે કંઈ ખોટું કરતો જ નથી.
દાદાશ્રી : ના, એ રોંગ કરે તો પૂછનાર કોણ ? એને પૂછાય નહીં એટલે પછી આવું લખે ! ‘કેન ડુ નો રોંગ” એટલે શું અર્થ છે, એટલે એ રોંગને કાઢનાર, ભૂલ કાઢનાર કોણ ? એવું આ બધી કહેવત છે, પણ આ હું જે કહેવા માગું છું, પ્રેસિડન્ટ સહી કરવાની, એટલે શું કે ના-ચલણી ! એટલે ચલણ અમારું નહીં. આ તો રૂટિન રૂપે સહી અમારી, કારણ અમે મૂછોવાળા એટલે સહી અમારી જોઈએ રૂટિનની. એમને મૂછો નહીં, તે સહી કોણ કરે ?(!!) તો પછી ડખો થાય નહીં. હીરાબાને પૂછીએને તો એ એટલું કહે બહુ ત્યારે કો'ક દહાડો, દાદા બહુ કડક સ્વભાવના છે, તીખા ભમરા છે. કારણ કે કંઈક બધું વધારે પડતું બગાડેને એટલે જરા કડક થવાનું. તે થયેલો કડક, કડક થઈ ગયેલા. નહીં થયેલા કડક ? એ એમને સ્થિર પકડે. એમની ડિરેલમેન્ટ ના થાય પછી. ડિરેલમેન્ટ જોવું તો પડેને ? એટલે એમના મનમાં આટલો અભિપ્રાય રહી જવાનો, કે તીખા ભમરા જેવા છે, એમનું નામ દેવાય નહીં આપણે. અને અમે ચાલવા દઈએ. એટલે આ કામ કર્યા કરે.
તેથી આપણા લોકોએ પહેલાં કહેલું, કડકાઈ જરા રાખજો. તો છકી ના જાય. તમે દેવી કહો તો છકી જશે, વાર નહીં લાગે. અને કળિયુગનું પાણી મળ્યું પછી શું જોઈએ ? કળિયુગનું પાણી એટલે એક આંખમાં જરાક સહેજ કડકાઈ રાખવાની, એક આંખમાં દેવી જેવી. પણ એ પછી ના આવડ્યું લોકોને.
એટલે એક માણસ મને કહે છે કે મારી વાઈફ મને બિલકુલ ગાંઠતી જ નથી. ત્યારે મેં કહ્યું, ‘તારા છોકરાનું ગાંઠે છે કે નહીં ગાંઠતી ?” ત્યારે કહે, ‘એનું તો ગાંઠે છે, એના જ છોકરાને.' ત્યારે તારે એનો છોકરો થવું હતું, શું ખોટું ? “મને ગાંઠતી નથી.” મૂઆ, શરમ નથી આવતી. આવું ના બોલીશ. મને કહું છું, તે બીજા કોઈને કહીશ નહીં. આ તે કહેવાતું હશે
આવું ? ત્યારે કહે, “ના દાદા, તમને જ કહું, બીજા કોઈને ના કહું.” ત્યાર પછી મેં એને સમજણ પાડી કે લખી લે તારી ચોપડીમાં, રમા રમાડવી સહેલ છે, વિફરી મહામુશ્કેલ. હવે વિફરે એવું કરીશ નહીં, મૂઆ. વિફરવાનું થાય કે ત્યાંથી બંધ. એને કંઈક આ સોગઠાબાજીનેય રમાડતાં આવડવાં જોઈએ. ના આવડવું જોઈએ ?
પ્રશ્નકર્તા : આવડવું જોઈએ.
દાદાશ્રી : આ કંઈ જેવા તેવા પાક્યા છે? આ નિશાળે સારું ભણેલા. એમાં બહુ સરસ એક્કા હોય. આય સૂઝ છે ને બધાની !
સ્ત્રીતે વટે એ પુરુષ કહેવાય ?
પછી બૈરીતો માર, તખોરાં ખાય! સ્ત્રીને વઢવું પડતું હશે ? ખરો ધણી તે એનું નામ કહેવાય કે સ્ત્રીને વઢવું જ ના પડે ને સ્ત્રી આ આંખથી જ કાબૂમાં રહે. વઢવું પડે, એ ધણી કહેવાતો હશે ? ગરબા ગાય એવા ધણી !
પુરુષ તો કેવો હોય ? એવા તેજસ્વી પુરુષો હોય કે જેનાથી હજારો સ્ત્રીઓ થથરે ! આમ જોતાંની સાથે જ પૂજી જાય !! આજ તો ધણી એવા થઈ ગયા છે કે સલિયો પોતાની બૈરીનો હાથ ઝાલે તો તેને વિનંતી કરે, અરે સલિયા છોડી દે, મેરી બીબી હૈ, મેરી બીબી હૈ.” મેર ચક્કર, આમાં સલિયાને તું વિનંતી કરે છે? કઈ જાતનો ચક્કર પાક્યો છે તું ? એ તો એને માર, એનું ગળચું પકડ ને બચકું ભર. આમ એના પગે લાગ્યો એ કંઈ છોડી દે એવી જાત નથી. ત્યારે એ “પોલીસ પોલીસ, બચાવો બચાવો’ કરે. અલ્યા, તું ધણી થઈને ‘પોલીસ પોલીસ’ શું કરે છે ? પોલીસને શું તોપને બારે ચઢાવવો છે ? તું જીવતો છે કે મરેલો છે ? પોલીસની મદદ લેવાની હોય તો તું ધણી ના થઈશ.
તે પછી કેટલાક માણસો તો આવીને કહે છે, કે જુઓ આ. અલ્યા, શું થયું? ત્યારે કહે, ‘નહોરાં ભરી લીધા બૈરીએ અને બે ધોલ મારી હતી આજ' મને આવીને કહે છે એટલા સારા છે, ડાહ્યા છે !