________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
પૂજન કરે, બીજી બાજુ બૈરી જોડે લડે, તે આદ્યશક્તિ ના કહેવાય. બૈરી જ આદ્યશક્તિ છે પોતે. એટલે ત્યાં તો લડવું તો ના જોઈએ. એને દુઃખ, ત્રાસ ના થવાં જોઈએ. એટલે માણસે માતાજીની ભક્તિ તો કરવી જોઈએ.
૩૫૫
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પ્રકૃતિને માટે, મોક્ષને માટે નહીં. પ્રકૃતિ સારી હોય તો જ કામ થાય.
એક આંખે પ્રેમ, બીજીમાં કરપ, શીખી લે ચાવી પેસતાં મંડપ !
પ્રશ્નકર્તા : આપે વાત કરી કે પુરુષોએ સ્ત્રીઓને કંટ્રોલમાં રાખવી તેના અંગે થોડી ચર્ચા થઈ એમ. હવે મારો સવાલ એ છે કે પુરુષ જો સ્ત્રીઓને કંટ્રોલમાં રાખે એનો અર્થ એવો થાય કે પુરુષો પોતાનું ધાર્યું
સ્ત્રીઓ પાસે કરાવવા માંગે છે. તો એ તંત નથી થતો ?
દાદાશ્રી : તો પછી દેવી માનતા નથી. એક આંખમાં દેવી માનવામાં શું છે ? પ્લસ-માઈનસ કરી નાખે છે. દેવી માનીને તમે કંટ્રોલ રાખો.
પ્રશ્નકર્તા ઃ અને જો આપણે ‘સમભાવે ફાઈલનો નિકાલ’ આજ્ઞાનો અમલ કરીએ તો એમાં કંટ્રોલ રાખવાનો સવાલ જ કેવી રીતે ઊભો થાય ? હવે મને સમજાવો કે તો કંટ્રોલનો સવાલ કેવી રીતે ઊભો થાય, સમભાવે નિકાલ થાય તો ?
દાદાશ્રી : એ બધું તો ‘આ’ જ્ઞાન મળ્યા પછીની વાત છે. જ્ઞાન મળ્યા પહેલાંની વાત હું કરું છું. જ્ઞાન મળ્યા પછી કહીએ છીએ, સમભાવે નિકાલ કરી નાખો. આ તો સ્ત્રીની આ જે વાત છેને, એ સંસાર વ્યવહારના લોકોને માટે અને આપણે તો સમભાવે નિકાલ કરવા જેવું હોય, એ ઉકેલ લાવી નાખવાનો.
પ્રશ્નકર્તા : જો આપણે એવી રીતે કહીએ કે પુરુષે એક આંખમાં દેવી ને એક આંખમાં કડકાઈ રાખે તો પછી એ જ વસ્તુ સ્ત્રીઓ માટે
૩૫૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ખરી કે નહીં ? આ સ્ત્રીએ પણ આવું જ રાખવું જોઈએને ?
દાદાશ્રી : એ સ્ત્રીએ પ્રેમથી રાખવું જોઈએ. એણે ધણી સામે કડકાઈથી ના જોવું અને પુરુષે એક આંખમાં દેવી તરીકે અને એક આંખમાં કડકાશ રાખવી એ કુદરતી નિયમ છે. નહીં તો સ્ત્રીઓમાં જોખમ ઊભું થવાનું.
પ્રશ્નકર્તા : એટલે કંટ્રોલનું સાધન રાખ્યું છે.
દાદાશ્રી : હા, અને એ એનો દુરુપયોગ ન થાય એટલે દેવી શક્તિ તરીકે પણ જુઓ !
પ્રશ્નકર્તા : સ્ત્રીઓને જો જોખમનો સવાલ છે, તો પુરુષોને બીજી જાતનાં પણ જોખમનો સવાલ તો છે જ ને ?
દાદાશ્રી : ખરો, કળિયુગના પુરુષ એટલે શું ના થાય ? કળિયુગમાં તો એવું જ હોયને ! અને એવું છેને લગ્ન થયું એટલે જોખમી અવસ્થા ! લગ્ન થવું ત્યારથી જોખમી હોતાં નથી. જોખમ પછી, અથડાઅથડીથી જોખમી થઈ જાય છે. નથી જોખમી હોતા તોય જોખમી થઈ જાય છે. જોખમી કદાચ ન હોય એનો ધણી તોય પણ અથડાઅથડીથી જોખમદાર થઈ જાય છે. કારણ કે અહંકાર છેને ! ત્યાં સુધી સહેજ વેર રાખી મેલે. આ બધું જ્ઞાન ના લીધું હોય તેને માટે વાત છે. બાકી આ એમણે તો જ્ઞાન લીધું છે. આ તો ખાલી પૂછે છે એનો જવાબ આપું છું.
પ્રશ્નકર્તા : અને હું આ વ્યવહારની જ વાત કરું છું કે દુનિયામાં જેમ એવું બને છે કે સ્ત્રીને કંટ્રોલની જરૂર છે એવી રીતે જેણે જ્ઞાન નથી લીધું એવાં કુટુંબોમાં સ્ત્રીને પણ પુરુષ ઉપર કંટ્રોલની જરૂર તો ઊભી થાય જ ને, અમુક સંજોગોમાં ? હવે તે વખતે જો એને એમ આપણે ના કહીએ કે તારે કંટ્રોલ નહીં રાખવાનો, તો પછી એ સ્ત્રી જાય ક્યાં પછી ? આ જનરલ સત્ય છે.
દાદાશ્રી : આ કળિયુગમાં એ વાત સચવાતી નથી. એટલે અમે રસ્તો પછી સીધો ખોળી કાઢેલો કે હીરાબાનું જ ચલણ છે એવું કહી દઈએ.