________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૫૩
૩૫૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
શયનેષુ રંભા, કરણેષુ દાસી, કાર્યપુ મંત્રી’ એમ ચાર મૂક્યા છે.
દાદાશ્રી : બહુ સુંદર આપ્યું છે. પ્રશ્નકર્તા: એટલે એનું નામ સતી.
દાદાશ્રી : એ આવું હોવું જોઈએ. હું આવું કહેવા જાઉં છું, સ્ત્રી આવી હોવી જોઈએ. કેવી સુંદર વાત કરી છે !
પ્રશ્નકર્તા એટલે સંસ્કૃતમાં મૂક્યું, યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતાઃ !
દાદાશ્રી : હા, બસ ! એટલે હું જ્યારે આવું બોલું છુંને, ત્યારે બધા મને લોકો કહે છે કે દાદા, તમે સ્ત્રીઓના તરફી છો, પક્ષપાતી છો ?
હવે હું શું કહ્યું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો, એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એનાં અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે. પહેલાં સ્ત્રીને તો શું ગણતા હતા ? પૂજા કરવા જેવી છે. પણ તેનો અર્થ આપણે કહીએ, ત્યારે આપણા લોકો પૂજામાં આરતી ઉતારે. અલ્યા મૂઆ, ના ઉતારીશ, નહીં તો ચઢી બેસશે. કારણ કે ક્વૉલિટી ઊંચી, પણ આ ચઢી બેસતા વાર ના લાગે. એટલે પૂજા ના કરીશ. એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે.
પ્રશ્નકર્તા : નારી તું નારાયણી !
દાદાશ્રી : હા, નારાયણી ! અને છંછેડવી ના જોઈએ. આ તો સ્ત્રીઓ બધી તમને હેલ્પ કરે છે. પણ એ હેલ્પ બહુ ના કરતી હોય, તોય પણ એ સ્ત્રી નીતિ છે, એ શક્તિ છે, દેવી છે. તમે જાણીજોઈને બગાડો તો પછી બગડી જ જાય !
સહજ પ્રકૃતિ છે. તેથી તો આપણા લોકોએ કહ્યું, “યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમંતે તત્ર દેવતાઃ' એટલે સ્ત્રીઓ જ્યાં પૂજય છે, ત્યાં દેવલોકો હાજર રહે છે. એટલે પછી બધા આપણા મહાત્માઓના વિચારોમાં તો બધો
ફેરફાર થઈ જાય છે. સ્ત્રીને પછી આડછેડ નથી કરતા અને સરખા ભાવે રાખે છે. જે એના માટે ખરાબ વિચારો છે તે ખસેડી નાખીને આ વિચાર મૂકી દે એટલે પ્લસ-માઇનસ થઈ જાય. એટલે આપણે એની જોડે સારી રીતે જીવી શકીએ. સમાધાનથી જીવાય એવું રાખવું જોઈએ. ફ્રેન્ડલી હોવું જોઈએ, ફ્રેન્ડ !
સ્ત્રી એ છે પ્રાકૃતિક શક્તિ,
તરછોડી તો “હાર્ટફેલ' તકતી ! આપણે એક દા'ડો તો કહીને જુઓ, “હે દેવી, આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો,’ એટલું જ જો બોલી તો જુઓ.
પ્રશ્નકર્તા : ખુશ, ખુશ !
દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય, પણ આ તો બોલતાય નથી, વાણીમાંય. જાણે કે વાણી મફતની વેચાતી લાવવી પડતી હોયને ! વાણી વેચાતી લાવવી પડે છે ?
પ્રશ્નકર્તા : ના, ધણીપણું ત્યાં જતું રહેને !
દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું !! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો !! અને અનૂસર્ટિફાઈડ ધણી પાછો. જો સર્ટિફિકેટ લઈને આવ્યો હોત તો ઠીક છે ! સ્ત્રી એ તો મોટી શક્તિ છે, એ દૈવી શક્તિ છે. આ જેટલી દેવીઓ છે, એ બધી સ્ત્રીશક્તિ છે અને એ પ્રાકૃતિક શક્તિ છે. અને પુરુષ એ પુરુષ શક્તિ છે. હવે બંને શક્તિ હોય તો સંસાર ચાલે, નહીં તો ચાલે નહીં. અને પ્રકૃતિને જો સળી કરવા જશો તો મહાન દુઃખો આવશે. એટલે આપણા હિન્દુ શાસ્ત્રોએ સ્ત્રીને દેવી તરીકે માન્ય કરી છે.
આ આત્મા એ ચેતન છે, એ પુરુષ છે અને આ પ્રકૃતિ એ સ્ત્રી છે. આ પ્રકૃતિ એ આદ્યશક્તિ છે. એટલે જો આદ્યશક્તિનું પૂજન હોય તો પ્રકૃતિ સારી રહે. આવા હાટકેલ-બાર્ટફેલ ના થાય. પણ આદ્યશક્તિને તરછોડે છે એટલે હાર્ટફેલ થાય છે. હવે આદ્યશક્તિનો અર્થ શું ? એક બાજુ માતાજીના પૂજન કરે અંબાજીના, કાળિકામાને, સરસ્વતીના એ બધાંના