________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૫૧
૩૫૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : જ્ઞાન જ ‘આ’ કર્યા કરે. ‘અંબાલાલભાઈ ર્યા કરે. જ્ઞાન કંઈ ઓછું હીરાબાને પૈણેલું છે ? જુઓને, વગર મતભેદે વર્ષો કાઢ્યાં ને !” અત્યારેય મતભેદ પડતાં પહેલાં ઉડાડી દઈએ છીએ. ફરી ‘જ્ઞાન’ હઉ લીધું હીરાબાએ ! પછી એમને દાદા સ્વપ્નામાં આવ્યા.
પ્રશ્નકર્તા : બા તો બહુ ભોળાં છે, ભદ્રિક છે.
દાદાશ્રી : આ ભદ્રિક, પણ લોકો શીખવાડે એ પાછા શીખી જાયને. એ તો કહે, હું તો કોઈનું શીખું એવી નથી. એ મનમાં પાવર રાખે છે, પણ લોક નાખી જાયને. બાકી પોતે શીખે એવાં નથી. પણ બહુ દહાડા નાખ નાખ કરેને, તે પેસી જાય પછી. આમ શીખે એવાં માણસ નથી, સારાં માણસ છે.
એક ભાઈએ હીરાબાને પૂછ્યું, ‘દાદાનો સ્વભાવ બહુ સારો ! પહેલેથી આવો ?” ત્યારે એમણે કહ્યું કે, “પહેલાં તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા.’ એ એમણે જોયેલું જાય નહીંને ! અમે ફિલમ બદલ્યા કરીએ ને પાછલી ફિલમ કાઢીએ નહીં. એ તો પાછલી ફિલમ હલે દેખાડે. અમે તો આ ચાલુ ફિલમ હોય એ દેખાડીએ.
છતાં એમને દુઃખ થાય એવું નહીં કરવાનું. કારણ કે સહેજ એ થાય તોય દુ:ખ થઈ જાય છે એમને, કારણ કે પ્યોરિટીને બધી. સહજ ભાવે જે આવે એ બોલવાનું ને ! ડખોડખલ નહીં કે કોઈની શરમ-ગરમ રાખે નહીં.
પેલો ડોક્ટર બિચારો હીરાબાનું ઓનરરી કામ કરતો હતો. તોય એને કહેશે કે, “આ તો તીખો લહાય જેવો છે.’ મેં કહ્યું, આવું ના બોલાય આપણાથી.’ સહજ ભાવે બોલ્યા'તા, એટલે પેલો હસે, આમ સહજતાથી બોલે. એટલે ખોટું ના લાગે. મહીં કશું પાપ નહીં, પ્યોરિટી બધી.
હીરાબા ચોખ્ખું બોલે. મારે ને તારે નહીં ફાવે એવું કહી દે. સ્વાર્થની ભાંજગડ નહીં કે આ મારી સેવા કરે છે, એવું તેવું કશું નહીં. મારી જોડેય ચોખું બોલે.
અમને શું કહે ? તીખા ભમરા જેવા છો. હવે એ એમ કોઈ દહાડો
ના જાણે કે આ તીખાપણું નથી આમનામાં (દાદામાં).
પ્રશ્નકર્તા: બહુ કરપ રાખેલો ?
દાદાશ્રી : કરપ તો રાખેલોને. કરપ રાખ્યા વગર તો એવું છેને, આ તો સ્ત્રી જાતિ કહેવાય. કરપ તો રાખવો પડેને ને લાગણીઓય રાખવી પડે, બેઉ સાથે રાખવું પડે. છતાં અમને તો એ, બહુ વહમા, તીખા ભમરા જેવા છો, કહેશે. એ એમ ને એમ જ બનાવટ રાખેલી. દાબેદાબ પોટલી ઊઘાડીને દેખાડીએ ત્યારેને. થોડું વજન જોઈએ. બાકી હું બહુ કડક. પેલો તાપ લાગ્યા કરે. ગરમ ના થઉં. એમ ને એમ તાપ લાગ્યા કરે. તે કડક ના હોય તો ચાલે શી રીતે ? કારણ કે અમારે પ્રતાપ અને સૌમ્યતા બન્ને હોય.
બાકી કોઈની જોડે ઊંચા શ્વાસે અમે ચાળીસ વર્ષથી નહીં રહેલા. કોઈની જોડે ઊંચો અવાજ નહીં કરેલો. એ તો લોકો બધાય જાણે. કહેય ખરાં કે એ તો ભગવાન જેવા છે. એટલે એક આંખમાં ધમક રાખવાની અને એક આંખમાં ફ્રેન્ડશીપ રાખવાની.
પ્રશ્નકર્તા : દાદા, બેઉ આંખમાં ધમક રાખે એનું શું થાય ?
દાદાશ્રી : એ ખોટું કહેવાય. એક આંખમાં ધમક અને એક આંખમાં પ્રેમ. પ્રેમ તો જોઈએ જ ને, પ્રેમ વગર તો માણસ જીવે શા આધારે ? બહુ કંટાળે ત્યારે આપઘાતના વિચાર આવે પછી. અને પછી આપણે રડીએ. ત્યારે મૂઆ ચેતવું હતુંને પહેલેથી !
તારી પૂજાયે જ્યાં દેવી તરીકે,
આરતી કર, ત અર્થ એવો જરીકે ! સ્ત્રીને તો એક આંખે દેવી તરીકે જુઓ ને બીજી આંખે એનું સ્ત્રીચારિત્ર જુઓ. એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ રાખો તો જ ‘બેલેન્સ જળવાશે.
પ્રશ્નકર્તા: સતીની વ્યાખ્યા એક કવિએ આપી છે ‘ભોયેષુ માતા,