________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૩૯
પ્રશ્નકર્તા : હા, હવે ખ્યાલ આવ્યો.
દાદાશ્રી : એ નોંધમાં લે. નોંધમાં લે કે તે દાડે મીઠું ઓછું પડ્યું હતુંને, તે દાડે છે તે રોફ મારી ગયા છે પણ જ્યારે વખત આવશે ત્યારે કહીશ, કહે છે. પછી ચંપલ આપણા કો'ક લઈ જાય મંદિરમાં અને પછી ઘેર જઈએ. આજ તો મારા ચંપલ જતાં રહ્યાં. ત્યારે કહે છે, તમે તે દાડે મીઠાનું કહેતા હતા ને પણ તમારામાં ક્યાં બરકત છે એ તે દા’ડાની વાત અત્યારે આવી. આનું રિઍક્શન હમણે આવ્યું ! આપણા રિઍક્શન તો તરત જ હોય, એમનું રિઍક્શન તો ! વીસ વર્ષ પછી પણ રિઍક્શનો આવે. એના એ જ શબ્દો, મેં જોયેલું છે, અનુભવેલું છે. આપણે કોઈ શબ્દ આપ્યો હોયને તે વીસ વર્ષ પછી રિઍક્શન આપે એ. ત્યારે ક્યાં રાખી
મેલ્યું હતું, કઈ ગુફામાં રાખી મેલ્યું. શબ્દ એનો એ જ શબ્દ ! અને આ ભોળા બિચારા, પાટલી ઉપર બેઠા હોયને, આ રેલવેની પાટલી પર તો ચાર જણા આમ હાથ ઝાલીને બેસે. અને એ ત્રણ જ જણી આમ બેસે કે ચોથું ના માય, સમાય જ નહીંને !
સ્ત્રી જુએ કે ગાતર ઢીલાં પડ્યાં છે, ગાતર ઢીલાં સમજ્યા તમે ? પ્રશ્નકર્તા : ઘરડા થાય ત્યારે.
દાદાશ્રી : જ્યારે માંદા થાયને મહીં ઢીલા થઈ ગયાને, પછી આપણે કહીએ, જરા હૈં... આ શરદી થઈ છે, જરા સૂંઠ ઘસી આપને. અક્કલ વગરના બરકત જ નહીં તમારામાં તો.' સાંભળવું પડે પછી. અને પહેલેથી સારું રાખ્યું હોય તો અત્યારે સાંભળવું ના પડે. ગાતર તો ઢીલાં થવાનાં કે નહીં થવાનાં ?
નોંધ કરવાનો સ્ત્રીનો સ્વભાવ, પુરુષો તોબલ ધીર પ્રભાવ !
એટલે વહુ ટૈડકાવે તેની તો બહુ મનમાં નોંધ નહીં કરવી જોઈએ. કંઈક હોય તો મનમાં એ આપણે ગુપ્ત ભાવે રાખી સમાવી લેવું.
પ્રશ્નકર્તા : પણ વહુને આપણે ટૈડકાવીએ તો વહુ ધ્યાનમાં રાખે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
છેને, એનું શું ? વહુને આપણે ટૈડકાવીએને તો વહુ બધું નોંધ રાખે.
દાદાશ્રી : કારણ કે આપણી નબળાઈ છેને ! અમે ટૈડકાવેલું નાનપણમાં, તેનું ફળ જરા ચાખવું પડેલું. પછી મેં કહ્યું, આપણે આ બંધ કરી દો, આપણું કામ નહીં. પછી એ કરે તો કરવા દેતો હતો. કારણ કે એમને પોતાને કાઢતાં ના આવડે, તેમાં હું શું કરું ? પણ હું તો પછી સપડાઉં નહીં. મતભેદેય પાડવા ના દઉં.
૩૪૦
આપણે શા હારુ એની જોડે દુઃખ થાય એવું કરીએ ? અને એ આપણને દુઃખ કરે તો આપણે જમે કરી લેવું, પણ આપણે એને દુઃખ ના આપવું. નોબિલિટી ગુણ આપણામાં હોવો જોઈએને ? એની જોડે સરખામણી કરીએ તો સ્ત્રીમાં ને આપણામાં ફેર શો રહ્યો ? એને મને આમ કર્યું એટલે મેં એને આમ કર્યું. મૂઆ, તું સ્ત્રી છે ? એ તો સ્ત્રી છે.
પ્રશ્નકર્તા : એ સ્ત્રી કહી શકે ?
દાદાશ્રી : નબળી ચીજ તો કહી શકે, જબરો કેમ કહી શકે ? પ્રશ્નકર્તા : તે શું સ્ત્રી નબળી છે ?
દાદાશ્રી : નબળી, દસ ગણી નબળી.
પ્રશ્નકર્તા : પણ એને નબળી કેમ કહેવાય ?
દાદાશ્રી : નબળી એટલા માટે જ કહેવાય કે એને ડિસ્કરેજ કરીને આપણે સુખી થઈએ નહીં. કારણ કે એ છે તે નોંધ રાખે છે. તે નોંધ રાખે છે કે આ અમુક ટાઈમે મારું અપમાન કર્યું હતું, અમુક ટાઈમે મને ગાળ ભાંડી હતી, અમુક ટાઈમે મને પૈસા નહતા આપ્યા. ખરે ટાઈમે મને આમ કર્યું હતું, તે બધું એની પાસે નોંધ વિગતવાર હોય છે.
પ્રશ્નકર્તા : બધી નોંધ કરી છે એ લોકોએ.
દાદાશ્રી : હા, અને તમારી પાસે એય નોંધ ના હોય. સ્ત્રી એ જાણે કે આ બરકત વગરના છે.
પ્રશ્નકર્તા : આ નોંધ બધી રાખે એ તો સબળી કહેવાય, એ નબળી