________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
૩૪૧
૩૪૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કેમ કહેવાય ?
દાદાશ્રી : નબળીની દૃષ્ટિ, બીજી વાત છે. નબળી છે એટલે શું કે બેભાનપણાને લઈને એ સ્ત્રી તરીકે રહી છે, નહીં તો રહે જ નહીં.
સામસામી નોંધ કરી બાંધે વેર,
પાર્થ સામે કમઠે ઓક્યું ઝેર ! અને પછી છે તે સામસામી, વારે ઘડીએ ગોદા મારમાર થાય એટલે મનમાં નક્કી કરે કે હુંય મારીશ એને, વખત આવે ત્યારે ગોદો. ઝઘડા વધી જાય. વેર વસ્તુ જ ના રાખવી. એ મારી જાય બે-ચાર વખત, તો આપણે હાર્યા. હાર્યા પછીય જીતવાનો વખત છે, પણ જીતીને ફાયદો નથી. આમ ઘરમાં કોની જોડે જીતવાનું ? બહાર જીતીને આવો. ઘરમાં પોતાનાં માણસો, રોજ ભેગું થવાનું પાછું. ભેગું થવાનું કે નહીં થવાનું?
અને સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. ઠેઠ નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય ! એ રીસ જો ભૂલાતી હોય તો જગત બધું ક્યારનુંય પૂરું થઈ ગયું હોત ! નથી ભૂલાય એવું માટે ચેતતા રહેજો. બધું ચેતીને કામ કરવા જેવું છે ! આમાં મજા જ શું છે ! મજા ખોળી કાઢો કે કઈ રીતે આપણને સુખ, શાંતિ રહે અને મોક્ષે જવાય. નહીં તો આટલું જ જરા વેર બંધાયેલું હશે, તો કહેશે, તમે મોક્ષે શું જાવ, હું જોઈ લઉં છું ! તમને તો ગોળીબાર કરે જ. પાર્શ્વનાથ ભગવાનની પાછળ કમઠ પડ્યા હતા, દસ અવતાર સુધી. દમ કાઢી નાખ્યો. પણ ભગવાન હતા, પાર્શ્વનાથ હતા એટલે ફાવ્યા.....
રમા રમાડવી સહેલ છે,
વિફરી મહા મુશ્કેલ છે ! આપણી સ્ત્રી જાતિ મૂળ સંસ્કારમાં આવે, તો એ તો દેવી છે. પણ આ તો બહારના સંસ્કાર અડ્યા છેને, એટલે વિફરી છે હવે. વિફરે !! તેથી શાસ્ત્રકારોએ કહ્યું, સ્ત્રી છે સરસ પણ રમા રમાડવી સહેલ છે, વિફરી તો મહા મુશ્કેલ થઈ જાય અને વિફરે એવું કરે છે આપણા લોકો. સળી કરીને
વિફરાવડાવે. અને વિફરે તો પછી વાઘણ જેવી કહેવાય. ત્યાં સુધી ન જવું જોઈએ આપણે. મર્યાદા જોવી જોઈએ. અને ત્યાં આપણે સ્ત્રીને છેડ છેડ કરીએ તો ક્યાં જાય એ બિચારી ? એટલે પછી વકરે ! પહેલાં વકરે અને પછી વિફરે અને વિફરી કે પછી થઈ રહ્યું ! માટે એને છંછેડશો નહીં. લેટ ગો કરવું. વિફરેલાને ઓળખાય કે ના ઓળખાય વિફર્યું ? “રમા રમાડવી સહેલ છે, વિફરી મહા મુશ્કેલ છે.'
પ્રશ્નકર્તા : એ બરાબર બેસી ગયું, દાદા.
દાદાશ્રી : ઇન્ડિયામાં બધા મહાત્માઓને કહી દઉં, ઉં. કહ્યું, વિફરે ત્યારે મને કહી દેજો. સમી કરી આપીશ, મહાત્મા બિચારો કચડાઈ જાય ને, વિફરે ત્યારે ? પેલી ખલાસ કરી નાખે, પણ પછી રાગે પાડી આપું. ફરી માફી માંગીને રાગે પાડી દઉં. એનો રોફ રાખીને, ધણીપણું કરાવડાવીને રોફ રાખીને. પણ વિફરે ત્યાં સુધી કોઈને ના છંછેડવા. છોકરો પણ વિફરે એવું ના કરવું જોઈએ. માટે વિફરે નહીં, એવો પ્રયત્ન રાખજો. વિફરે એટલે વાઘણ જેવી થાય ! આટલી જીભ બહાર કાઢે ને પછી ત્રિશુળ લઈને ફરી વળે. તે વિફર્યા પછી તો ધણી ને ‘હતો ન હતો’ કરી નાખે. એને એ વિચાર ના આવે. એ પરિણામવાદી ના હોય સ્ત્રી અને પુરુષ તો પરિણામવાદી હોય. એટલે સમજીને કરજો બધું. ચોકઠાં રમો તે ઘડીએ. ચોકઠાં રમવા સહેલાં નથી આ.
પ્રશ્નકર્તા : લોઢાના ચણા ચાવવા જેવું છે.
દાદાશ્રી : હા, અમે શી રીતે કાઢ્યા હશે તે અમે જાણીએને ! રોફ રાખીને અમે કોઈ દહાડો વિફરવા નહોતાં દીધાં.
પ્રશ્નકર્તા : વિફરે તો શું કરવું એ જરા બતાવો.
દાદાશ્રી : વિફરે તો ધણી ત્રણ દહાડામાં હતો ન હતો થઈ જાય. ત્યાં સુધી સ્ત્રી પહોંચે. માટે ચેતતા રહેજો. આજની સ્ત્રીઓને તો વિફરતાં આવડ્યુંય નથી.
પ્રશ્નકર્તા : આ લોકોને શીખવતા નહીં વિફરવાનું. નહીં તો ધણીનું