________________
૩૩૫
૩૩૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સિનેમા સજોડે તે બાબો ખભે,
રસ્તામાં યુદ્ધ, લગ્ન કેમ તમે ? એક ભાઈ હતા તે બહાર ફરવા નીકળ્યા, સિનેમા જોવા ગયા. તે બઈ છોકરા માટે કહે છે કે લ્યો, હવે તમે બાબાને ખભે મેલો ! તે બઈ થાકે ને બિચારી ! છોકરાને ભાઈએ નાખ્યો આમ લોચો પાછો ! આમ ખભે નાખીને ઠંડવું તો પડેને છોકરાને ! બાપ થયેલો આમ ખભે નાખવું ના પડે ? પછી રસ્તામાં કચકચ કરે તે ચાલે કે હું નથી અડવાનો ?
પ્રશ્નકર્તા : ના ચાલે.
(૧૮) વાઈફ વાળે તોલ સાથે ! જાણે કે હં, આ ટાઢો પડી ગયો.
પ્રશ્નકર્તા : હવે માથું ગરમ થયું.
દાદાશ્રી : હવે માથું ગરમ થયું. તે ગરમ કરવા ફરે. એટલે ઢીલો થાય. આ લોખંડનો સ્વભાવ કેવો છે, કે આટલો જાડો સળિયો હોય તો ઠંડો વળે નહીં. એટલે ગરમ કરીને પછી એક મારે ફટકો, તો એ વળે. તે આપણે પણ ગરમ થઈએ કે બૈરી વાળે પછી, જોઈએ તેવું મોલ્ડ કરી લે. એને જોઈતો હોય એવો મોડ બનાવી લે. તમને આ બધી વાત ગમી ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને મઝાય એમાં જ આવે છે ને ? હેય, રાત્રે લડ્યા હોય તે, અને પેલા ભાઈ રોફમાં બેઠા હોય બહાર, ચા પીવા ના આવતા હોય, સવારમાં રિસાયેલા હોય તેથી ! તે આ બંનેય શું કરે ? ચા તૈયાર થઈને, એટલે પેલો બાબો હોયને નાનો, એને કહેશે, ‘જા તારા પપ્પાજીને કહે, પપ્પાજી, ચા પીવા ચાલો.” એટલે બાબો અહીંથી જાય, “પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.’ ત્યારે કહે, અલ્યા, તારા મમ્મી કે મારા મમ્મી ? એટલે પપ્પાજી તો ખુશ થઈ જાય કે ઓહોહો ! શાથી ખુશ થઈ જાય છે ? મીઠાશ લાગે છે એને, “પપ્પાજી' બોલે કે તરત આ પાછું ભૂલી જાય. રીસ બધી ભૂલી જઈને ત્યાં પાછો ચા પીવા બેસી જાય. આ ‘પપ્પાજી' એ મંત્ર છે. એ પીપૂડી વગાડેને કે પપ્પો ખુશ ! પપ્પો ખુશ થઈ જાય એટલે આવી રીતે ઘરમેળે કરે. ‘પપ્પાજી, મમ્મી ચા પીવા બોલાવે છે.” સાંભળ્યું એટલે ગાંડો થઈ જાય ! ‘પપ્પાજી' કીધું કે ગાંડો ! એને પપ્પો થવું બહુ ગમે છે અને પેલી પણ ચાવી સમજે ! બાકી પપ્પાજીને એવું ના આવડે. વાઈફ ગરમ થાય તો આ ‘પપ્પાજી' શું કરે ? બહુ ત્યારે ડફળાવે. બીજું શું કરે ? ડફળાવેલું જીવન ક્યારેય શાંતિપૂર્ણ ના રહે. બુદ્ધિથી નિવેડો લાવે. પણ નિવેડો લાવતાં આવડે નહીંને ! પોતાને બુદ્ધિનો કોથળો માને. ભાંજગડ કરે નહીં, વાઈફ જોડે અથડામણ ના કરે એને બુદ્ધિ કહેવાય. બુદ્ધિથી ગમે તેવી અથડામણ ટળી જાય.
દાદાશ્રી : પછી ગયા સિનેમા જોવા. અને કેટલાક ધણી એવા હોય છે ખભે મેલે નહીં એ કહે કે તારે લેવો હોય તો લે નહીં તો નાખી દઉં છું, એવું કહે, એટલે પેલી લઈ લે પાછી. નાખી દે એવાય હોય ને ?
શબ્દોના ઘા સ્ત્રી લખે કાળજે,
પચ્ચીસ વર્ષેય તાજો, જાણે મળ્યો આજે ! આ તો પાછો વાઈફને દબડાવે, ‘જો તું આમ નહીં કરું તો નહીં ચાલે'. ઓહોહો ! મોટો ધણી આવ્યો ! એટલે પછી પેલી નોંધ કરે, કે જરા ટાઈટ છે, તે આપણને ફફડાવે છે. જરાં નરમ થશે એટલે પછી હું ફફડાવીશ. એટલે તેલમાં તળે પછી. હંમેશાં કર્યું હોય તો ફળ આપે ને ? આપણે ઊંધું કરીએ તો ફળ આપે ને ? કરીએ જ નહીંને ઊંધું તો ! પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ, કે ‘તે દહાડે તમે આવું બોલ્યા હતા તે મારે કાળજે વાગેલું છે.” અલ્યા, વીસ વર્ષ થયાં તોય નોંધ તાજી ! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તોય હજી પેલી વાત રાખી મેલી ? બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડે ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે કાળજાની મહીં, માટે આપશો-કરશો નહીં. નથી આપવા જેવી ચીજ આ, ચેતતા રહેવા જેવું છે.