________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૩૩
દાદાશ્રી : આપણે તો હવે “સમભાવે નિકાલ કરવાનો. ઘરમાં ‘વાઈફ’ જોડે ‘ફ્રેન્ડ' તરીકે રહેવાનું. એ તમારા ફ્રેન્ડ' ને તમે એમના ‘ફ્રેન્ડ' ! બે મિત્રો બધા સાચવી સાચવીને રહે છે, તો આ મિત્રો કરતાંય વધારે કહેવાય, આ તો ધણી, બે મિત્રો કાયદેસર રહે છે, સાચવી સાચવીને મિત્રાચારી નભાવે છે અને મિત્રોમાં જો એવો કકળાટ થાય તો મિત્રો છૂટી જાય. પણ આ તો સ્ત્રી છૂટે નહીં, એ તો છૂટે શી રીતે ? સામાજિક બંધન છે, ક્યાં જાય ? એટલે માર ખાય પછી, ગાળો ખાય, સાંભળે અને સ્ત્રીઓ પછી સામી થાય.
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
રાત્રે ભાંજગડ, સવારે તાંતો,
ચૂંટી લે બાબાતે, કરાવે વાતો ! હવે રાતે છે તે બેન જોડે ભાંજગડ થઈ હોય તમારે, તો એ તાંતો એને રહે, તે સવારમાં ચા મૂકે તો ટચકારો મારે આમ. હેય... એ તમે સમજી જાવ કે હં... તાંતો હજુ તો છે, ટાઢા પડ્યા નથી. સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : આમ ટચકારો મારે, એનું નામ તોતો. એટલે એક જણને ત્યાં ગયો હતો હું, તે બઈએ જરા ખખડાવ્યું નહીં. એટલે હું સમજી ગયો કે બઈની જોડે આ ભાંજગડ થયેલી હશે. એટલે મેં કહ્યું, બેન, જો હું બે દા'ડા રહેવાનો છું, તું ભૂલી જજે હં. તું જાણે તારા ધણીને છેતરું, પણ મને નહીં છેતરી શકું. તે મારી હાજરીમાં તણછો માર્યો, કહ્યું. એટલે પછી એના ધણીને રૂબરૂમાં મેં કહ્યું, ‘આ એ શું કરે છે, શાથી આ કરે છે ? એ તમને દબાવા ફરે છે. અને તે ગુસ્સે થઈ જઉં એટલે એ જાણે કે હા, ચાલો ઠંડો નરમ થઈ ગયો. પણ ગુસ્સે ના થઉં, તો એ વધારે કરે પછી...' આવું કકળાટ છતાં ગુસ્સે ના થાય પેલો, તો પછી અંદર જઈ અને બે-ચાર વાસણોને આમ કરીને પાડેએ ખણણણ.... અવાજ થાય એટલે પાછો પેલો ચિડાય. જો તોય ના ચિડાયો તો બાબાને ચૂંટી ખણી લે એટલે રડાવે. પછી પેલો ચિડાય, પપ્પો. ‘તું બાબાની પાછળ પડી છું. બાબાને શું કરવા વચ્ચે લાવે છે ?” આમ તેમ, એટલે પેલી