________________
(૧૭) વાઈફ જોડે વઢવાડે !
૩૨૭
૩૨૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બૈરીને મારે છે એ સારો, તું તો એના કરતાંય વધારે નાલાયક કહેવાય. ત્યારે કહે કે કેમ ? કેમ ? એવું કહો છો ? મેં કહ્યું કે બાબો અહીં તોફાન કરતો હોય તો આપણે કહેવું પડે કે આવી રીતે અહીં તોફાન ના કરશો. એને સમજણ પાડીને કહેવું પડે. તું તો કશું બોલતો જ નથી. તેના કરતાં તો આ કબાટ સારું. તું તો કબાટ જેવો થઈ ગયો. લોક જાણે કે આ બાપ થયો. બાકી તો તું એક કબાટ જેવો છું. કઈ જાતનો માણસ છું તે ?
એટલે મારવાનું નહીં, દુ:ખ દેવાનું નહીં. તેમ કબાટ જેવા થવાનુંય નહીં. કેવી રીતે રહેવાનું સમજણ પડીને ? એ બઈ ને છોકરાંને સમજાવી પટાવીને વાતચીત કરવી. નહીં તો પછી આપણે કબાટ થઈ ગયા. કોઈ બોલે, ગાળો ભાંડે તો કબાટ કશું બોલે ?
સામો અણસમજણથી દુઃખી થાય તેના આપણે ગુનેગાર નથી. આપણે તો ન્યાયથી સમજાવવું જોઈએ કે આ ભૂલ અહીં આગળ છે, માટે આને દુઃખ થાય છે. ઘરના માણસને તો સહેજેય દુઃખ દેવાય જ નહીં. જેનામાં સમજ ના હોય તે ઘરનાંને દુ:ખ દે. અને ધણીએ નક્કી કરવું જોઈએ કે મારી વાઈફને સહેજ પણ દુઃખ ન થવું જોઈએ. એવું નક્કી ના કરવું પડે ? ભલે સુખ ના અપાય, પણ એને દુઃખ ના પડવા દઈએ. એ આપણને દુઃખી કરે તો વાંધો નહીં, ચલાવી લેવાનું. કોઈને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ એ બને ખરું ? અને કળિયુગનાં મનુષ્યો તો એટલાં બધાં અક્કલવાળાં ને તે ઘરનાં માણસોને દુઃખ આપે. આ બહાદુર કહેવાય ? આ શૂરવીર કહેવાય ? બૈરી ઉપર ધણી થાય એ શૂરવીર કહેવાતા હશે ? શું શૂરવીરના લડકા ?
મારો સ્વભાવ મૂળ ક્ષત્રિય સ્વભાવ, તે ક્ષત્રિય બ્લડ અમારું, તે ઉપરીને ટેડકાવાની ટેવ, અન્ડરહેન્ડને સાચવવાની ટેવ. આ ક્ષત્રિયપણું મૂળ ગુણ, તે અન્ડરહેન્ડને રક્ષણ કરવાની ટેવ. એટલે વાઈફ ને એ બધાં તો અન્ડરહેન્ડ એટલે એમનું રક્ષણ કરવાની ટેવ. એ અવળું-સવળું કરે તોય પણ રક્ષણ કરવાની ટેવ. નોકરો હોયને તે બધાનું રક્ષણ કરવાનું. એની ભૂલ થઈ હોયને, તોય એને બિચારાને નહીં કહું અને ઉપરી હોય તો માથા તોડી નાખ્યું. અને જગત આખું અંડરહેન્ડની જોડે કચકચ કરે, અલ્યા મૂઆ,
બૈરી જેવો છે તું. બૈરી આવું કરે, અંડરહેન્ડને, આ તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે, સાચી વાત છે.
દાદાશ્રી : કંઈ ન્યાય ના હોવો જોઈએ ? અને સ્ત્રીઓની જોડે તો આવું ના થાય. ઘરની અંદર સેફસાઈડ (સલામતી) રાખવી સારી કે નહીં સારી ? ધોલ મારીને આવવી હોય તો આવે, છૂટ છે પણ ઘરમાં નહીં. સ્ત્રીની જોડે નહીં. ઘરમાં પોતાની સ્ત્રી, વિશ્વાસ રાખવાનું સાધન. ત્યાં વિશ્વાસ સામસામી તૂટી જાય એટલે જીવનયુઝલેસ (નકામું) થઈ જાય.
પત્નીને મારે તે પતિ કસાઈ,
ખીલે બાંધેલી આ ગાય ક્યાં જાય ? પ્રશ્નકર્તા : આપણે પણ એમની જરૂરિયાત પોષીએ જ છીએને ?
દાદાશ્રી : વળી એટલો બધો રોફ મારવાની શી જરૂર છે તે ? ત્યાં ઑફિસમાં લડોને ? અહીં શું કરવા બાઈની જોડે લડો છો ?
પ્રશ્નકર્તા : પણ દાદાજી બહાર મારવા જઈએ તો તો એ તો સામે મારેય ખાવો પડે.
દાદાશ્રી : તે આ હમણે માર નહીં ખાવો પડે, હમણે તરત નહીં આપે, એ તો ગાતર ઢીલાં થાય પછી આપશે !
પ્રશ્નકર્તા : ધણી બૈરીને મારે તો બૈરીએ શું કરવા આમ ટકીને રહેવું જોઈએ માર ખાઈને ?
દાદાશ્રી : પણ એ તો છૂટકો જ નહીંને ટકીને રહે... સમાજ એવો છેને કે બૈરીને કહીએ તું જતી રહે તોય ના જતી રહે. કારણ કે મને મારા માબાપ શું કહેશે, મારા માબાપનું શું થશે, ફલાણાનું શું થશે, સમાજનું એવું દબાણ છે જબરજસ્ત કે સમાજમાં રહેલી તે ક્યાં નાસી જાય ? આપણે ઘરમાં પૈણી લાવ્યા અને બૈરીને વઢવઢ કર્યા કરીએ, તે શેના જેવું છે ? કે ગાયને ખીલે બાંધીને પછી માર માર કરીએ. ખીલે બાંધીએ ને માર માર કરીએ તો? આમથી મારીએ તો પેલી બાજુ જાય બિચારી ! આ એક ખીલે