________________
૩૨૬
૩૨૫
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કર્મ ઉદયે પતિ-પત્ની થયાં,
શાતે ટુતા મેણાં ટોણાં તર્યા ? એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે ગયા અવતારના. બેન બહુ સરસ, બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે આ ધણી જોડે શી રીતે મેળ પડે છે ? ત્યારે કહે, એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં. ત્યારે મેં કહ્યું, કોઈક દહાડો કશુંક તો થતું હશેને ? ત્યારે કહે, ના, કોઈક દહાડો ટોણો મારે. હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછ્યું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો ? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં ? ત્યારે એ કહે કે “ના, હું એમને કહ્યું કે કર્મના ઉદયે તમે અને હું ભેગાં થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો ? શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે ? આમાં કોઈનોય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતાં કર્મને આપણે ચૂકતે કરી નાખોને ! એ વઢવાડ સારી કહેવાયને ! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ. હવે આવી વાત કરે કે કર્મના હિસાબે આપણે ભેગાં થયાં છીએ, ત્યારથી ના સમજીએ, કેટલા ઊંચા સંસ્કાર ! એ સંસ્કાર બોલવાના આવડે ક્યાંથી ? અને આ તો સંસ્કારની વાત છેને ! બહુ ઊંચા સંસ્કાર ને ! અને બીજી બઈ હોય તો કહેશે, તમે આવા છો ને તેવા છો ને... કેટલા વિશેષણ આપે ? ડિક્સનરીમાં ના હોય એટલા હું કે... ડિક્સનરીમાં ખોળવા જઈએ પછી આપણે, કે આ વિશેષણ છે કે નહીં, ડિક્સનરીમાં તો ના હોય એ.
અત્યારે તો ઘરમાં બધાએ ભેગાં બેસવું, ખાવું, પીવું અને પાછું લડવું. એ જ ધંધો માંડ્યો છેને ! તેમાં આપણા લોકો તો લાકડી લઈને મારતા નથી, પણ મોઢાના શબ્દો મારે ! શબ્દો બહુ મોટા બૉમ્બ જેવા મારે !
ડાધિયો ભસ્યા કરે જવાતીમાં,
બંદા ‘અપક્ષ' તે મા-બચ્યાં કોંગ્રેસમાં ! કોઈ દહાડો ઘરમાં બોક્સિંગ-બોક્સિંગ થાય છે કે ? બોક્સિંગ
નહીં ? કે નાનપણમાં થતું હતું ?
પ્રશ્નકર્તા : બોક્સિંગ તો નથી કરી.
દાદાશ્રી : બોક્સિંગ નહીં ? કસરત કરવાની ટેવ નહીં ? હાથ ઉપડી જાયને ? પછી એ તો ! એકનો હાથ ઉપડે ત્યારે બીજો કંઈ છોડે કે ?
અમારા એક ઓળખાણવાળા ભાઈબંધ હતા. જરા મિજાજના તર, તે આખો દહાડો બૈરીની ખોડો કાઢ કાઢે કર્યા કરે. અમથી અમથી નજીવી બાબતોમાં ખોડો કાઢ કાઢે કર્યા કરે. એને સાત તો છોકરાંઓ હતાં, ચાર છોકરા ને ત્રણ છોડીઓ. તે બધાંય બાપાને આમ તીરછી નજરે જુએ કે આ મારાં બાને વઢ વઢે જ કર્યા કરે છે. હવે છોકરાં નાનાં, તે ઘડીએ અધિકાર વગર શું કરે ? પણ મનમાં શું રાખે કે આ બાપા મારી માને વઢ વઢ કરે છે. તે પછી ભઈબંધને મેં કહ્યું કે, આ છોકરાં મોટાં થશે ત્યારે આ કુરકુરિયાં દેખાય છેને એ બધાં કુરકુરિયાં અને પેલી કૂતરી, બધાં સામા થશે, ત્યારે ડાઘિયાનું તેલ કાઢી નાખશે. કૂતરી અને બધાં કુરકુરિયાં ભેગા થઈને ભસવા લાગે તો ડાઘિયાની શી દશા થાય ? મેં એને કહ્યું, આ બઈને કહેવાનું છોડી દે છાનોમાનો, નહીં તો ઘર આખું બઈની તરફ થઈ જશેને તું એક તરફ રહી જઈશ ! અહીં બચકાં ભરે, અહીં બચકાં ભરે, પેલા કુરકુરિયાં તો માના પક્ષમાં જ બેસે. બાપના પક્ષમાં કોઈ ના બેસે. પછી એ લોકો તારું તેલ કાઢી નાખશે. માટે ચેતીને ચાલજે. તે પછી એ બિચારા સમજી ગયા. નહીં તો આખી જિંદગી માર ખાત ! એટલે સ્ત્રીની જોડે આડું તેડું ના કરશો ! એવું ના કરાય !!
પ્રશ્નકર્તા : જો આપણે બૈરીને કશું કહીએ નહીં તો એને અવળું પ્રોત્સાહન મળેને ?
દાદાશ્રી : કહેવાનું બધુંય, પણ એને દુઃખ નહીં આપવાનું. ત્રાસ નહીં આપવાનો !
એક બૅન્કના મેનેજર આવેલા. એ મને કહે કે દાદાજી, કોઈ દહાડો ઘરમાં હું બૈરીને કશું કહેતો જ નથી, છોકરાંને કશું કહેતો જ નથી. છોકરાં ગમે તેટલું બગાડ કરે તોય કશું બોલતો જ નથી. ત્યારે મેં કહ્યું કે પેલો