________________
૩૨૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૨૩ આપણા મધર હોય એને આપણે કહીએ કે તું અક્કલ વગરની છે, આમ છે, તેમ છે, તને કશું ખાવાનું કરતાં આવડતું નથી. એ બધો તિરસ્કાર કહેવાય. પણ એને એમ કહીએ કે તું મારા બાપની વહુ થઉં તો ? તો પછી એને તરછોડ વાગે. આ તરછોડ તો એવી વાગે કે એના મનને મહીં લોહી નીકળ્યા કરે. હવે એમાં આપણે શું ખોટું કહ્યું છે ? એ બાપની વહુ ન હોય ? વાત તદન સાચી છે પણ વ્યવહારિક વસ્તુ નથી એ. સત્ય છે. પણ નગ્ન સત્ય છે, એવું ના ચાલે. ત્યાં વ્યવહારિક સત્ય જોઈએ. વ્યવહારિક સત્ય કેવું હોય ? કે સત્યની જોડે સામાને પ્રિય લાગે તેવું હોય, સામાને હિતકારી હોય. સામાને અહિતકારી સત્ય એ સત્ય નથી. અને મિત હોય, થોડા શબ્દોમાં હોય. રેડિયાની પેઠ ગા ગા ના કર્યા કરે. એટલે જે સત્ય-હિત-પ્રિય-મિત હોય એનું નામ સત્ય, બાકી બીજું બધું અસત્ય છે. એટલે કેટલાક “મારા બાપની વહુ’ જેવું બોલે ને બધો દુકાળ પાડી દે. પછી મધર શું કહેશે ? રડ્યા, મોટું ના દેખાડીશ. તું જા અહીંથી, તે પછી પાણી પણ ના પાય.
પણ આ બધી અણસમજણની તરછોડ કહેવાય. જ્યારે પેલી તો સમજણવાળી તરછોડ, એનાથી તો આખું મન કપાઈ જાય. સમજણપૂર્વક તરછોડ મારે ને તો મનના બે ટુકડા થઈ જાય. અણસમજણની તરછોડથી તો લોહી નીકળે પણ પાછું મટી જાય, રુઝાઈ જાય, જ્યારે સમજણપૂર્વકની તરછોડથી તો પેલાનાં મનના બે ટુકડા જ થઈ જાય. એવી જાત જાતની તરછોડ મારે છે અને પછી જગતમાં સુખી થવાની ઇચ્છા રાખે છે. પણ કેવી રીતે સુખી થાય ?
એ તરછોડી કોને મારે છે ? પેલા સામા માણસને નથી મારતો, ભગવાનને મારે છે. એટલે તમે અહીં જે જે કરો, જે જે ગાળો દેશો, તો એ ભગવાનને જ પહોંચે છે. એ માણસને પહોંચતી નથી. અહીંના બધા જ, સંસારનાં બધાં જ પરિણામ એ ભગવાન સ્વીકારે છે. માટે એ પરિણામ એવાં કરજો કે ભગવાન સ્વીકારે તો ત્યાં આપણું ખરાબ ના દેખાય.
પ્રશ્નકર્તા : કેટલાક લોકો પોતાની બૈરીને છોડી દે છે, તો એને
તરછોડ ના કહેવાય ?
દાદાશ્રી : જગત એને તરછોડ કહે, બાકી ભગવાન એને તરછોડ ના કહે, એટલે એને તરછોડની કલમ ના લાગે. જો બૈરી જોડે મીઠી મીઠી વાણી વાપરતો હોય, બૈરી કહે કે ‘હું હવે શું કરું ? હું તો દુઃખી થઈ જઈશ.” તો તે પેલો મીઠું મીઠું બોલતો હોય કે, ‘મારા તો નસીબ જ ફૂટલાં છે. મારે ભાગ તો આવું હશે એ આમ તેમ કરીને છૂટી જતો હોય તો બૈરીને છોડતાંય બૈરીને તરછોડ ના વાગે.
પ્રશ્નકર્તા : પણ કોઈ બૈરીને કાઢી જ મૂકે તો તરછોડ ગણાય કે નહીં ?
દાદાશ્રી : એ બૈરીને કાઢી મૂકે તોય તરછોડ ના વાગે. જેને વાણી મીઠી, સારી બોલતાં આવડે છે, તેની કોઈ જગ્યાએ કોઈનેય તરછોડ ના વાગે. ' અરે, વાણીના ઘા તો એક અવતાર નહીં, સો-સો અવતાર સુધી પણ રૂઝાતા નથી. તેથી અમે કહીએ છીએને, આ તરછોડ વાગે એવું બોલીશ તો ભવોભવનું વેર બાંધીને શું થશે તારું ? એક જ જીવ એવો નીકળેને તે નક્કી કરે કે મારું જે થવાનું હશે તે થશે પણ આને તો મોક્ષ ના જ જવા દઉં. પોતાને હોડમાં મૂકી દે આખો જ, તો મોક્ષે જવા ના દે. કારણ કે વેરનો સ્વભાવ એવો છે, હોડ મુકે, સત્તામાં જ ઘાલી દે અને મોક્ષે જવા ના દે. અને પોતે જાય નહીં. જીવન જીવતાં જ ના આવડે ત્યારે શું થાય ? જીવન જીવવું એ તો બહુ મોટી કળા છે. તે આપણે એકલા જ શીખવાડીએ છીએ. બીજે કોઈ જગ્યાએ જીવન જીવવાની કળા નથી હોતી.
જુઓને, આ જીવન છે ને લડે-કરે......... સામસામી લડે જ. આમ દેખીતી વઢવાડ ના કરે, એ મહીં વઢવાડ કરનારા, બહાર વઢવાડ નહીં. એ મહીંલી વઢવાડ કરનારા. બહારની વઢવાડ તો એકાવતારી હોય. એક અવતારમાં એ શૂન્યતાને પામે અને અંદરની વઢવાડ તો સો-સો અવતાર સુધી ચાલ્યા કરે !