________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૨ ૧
૩૨૨
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટીય ના લાગે કોઈ !
તરછોડ-તિરસ્કાર વાણીતા ઘા,
વેર ભવોભવ પડે ભોગવવા ! ઘરનાં બધાને પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડી મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.
પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં શું ફેર ?
માણસ જોડે.
દાદાશ્રી : બહારનાં જોડે કરેને, તો મારી મારીને છોડાં કાઢી નાખે ! બહારનાં જોડે કરે શી રીતે ? આ ઘરનાં છે તે સાંભળી લે બધા. અને બહાર હોય તો સાંધા તોડી નાખેને એના. એટલે ઘરનાંને જ બધા મારામારી કરે અને પુરુષેય જરા એવું, ઠોકે બધું. બહાર વઢી જો જોઈએ? તમે બહાર વઢો છો ? ટ્રાયલ કરી જુઓ છો ?
પ્રશ્નકર્તા: કર્યો જ નથીને કોઈની જોડે. દાદાશ્રી : હજુ કર્યો નથી ? કરી જુઓને એકુય...
વણમાંગી સલાહ ન અપાય,
અંતર યુદ્ધ સો ભવ બંધાય ! પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી લડવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ?
દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તોય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે લડવાડ કરે, તો એ અનાડી નહીં તો શું? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.
ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછ્યું સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે?’ તો બઈ જવાબ આપે કે, “ફલાણી જગ્યાએ મૂકો.' તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?” એટલે બઈ કહે કે, “અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.” આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે. પછી ભમરડા ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે. આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી
દાદાશ્રી : તરછોડ અને તિરસ્કારમાં, તિરસ્કાર તો વખતે ખબર નાયે પડે. તરછોડ આગળ તિરસ્કાર એ બિલકુલ માઇલ્ડ વસ્તુ છે, જ્યારે તરછોડનું તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે, તરછોડથી તો તરત જ લોહી નીકળે એવું છે. આ દેહનું લોહી ના નીકળે, પણ મનનું લોહી નીકળે એવી તરછોડો ભારે વસ્તુ છે.
પ્રશ્નકર્તા : તિરસ્કારનું અને તરછોડનું, બેઉનાં ફળ કેવાં કેવાં પ્રકારનાં હોય ?
દાદાશ્રી : તિરસ્કારનું ફળ એટલું બધું બહુ મોટું ના આવે. જ્યારે તરછોડનું ફળ તો બહુ મોટું આવે. તિરસ્કાર તો મનુષ્યોને સ્વભાવિક રીતે રહે જ. જેને રાગ હોય એને દ્વેષ હોય જ. અને દ્વેષ એટલે તિરસ્કાર. એ બટાકા ના ખાતો હોય, એટલે એને બટાકા ઉપર તિરસ્કાર રહ્યા જ કરે. દેખે ત્યાંથી એને તિરસ્કાર થાય. જ્યાં ત્યાગ કર્યો હોય ત્યાં તિરસ્કાર વર્તે.
જ્યારે તરછોડ તો બહુ મોટી ખરાબ વસ્તુ છે. આ તલવારથી તો દેહને લોહી નીકળે પણ તરછોડથી તો મનને લોહી નીકળે ! તરછોડ સામાના બધાય દરવાજા બંધ કરી દે. જેને આપણે તરછોડ મારી હોયને, એ એનો દરવાજો કાયમ ઉઘાડે નહીં. એ શું કહેશે કે બધાને જવા દઉં પણ તને નહીં જવા દઉ. આપણી તરછોડની એની પાસે ક્ષમા માગી લેને તો એ બધું ઊડી જાય.