________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૩૨૯
૩૩૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બાંધેલી ક્યાં જવાની છે ? આ સમાજનો ખીલો એવો જબરો છે કે ભાગીય ના શકે. ખીલે બાંધેલીને મારીએ તો બહુ પાપ લાગે. ખીલે ના બાંધી હોય તો હાથમાં જ ના આવેને ? આ તો સમાજને લઈને દબાયેલી રહી છે. નહીં તો ક્યારનીય ભાગીને જતી રહેત. ડિવોર્સ લીધા પછી માર જોઈએ ? તો શું થાય ? આ તો ખીલે બાંધેલી, તેવી આ સ્ત્રી પૈણેલી છે, ક્યાં જાય બિચારી ?
પ્રશ્નકર્તા : એટલા માટે ટકી રહ્યું છે !
દાદાશ્રી : નહીં તો શું થાય ? આપણા લોકો તો બંધનવાળા. ટકી કેમનું રહે ? જાય ક્યાં છે ? આ ફોરેનરો જેવું નહોય આ, કે જતું રહે. મનમાં વિચાર કરે કે મારું દુનિયામાં શું દેખાશે, ખોટું દેખાશે ! આમ કરીને રહે, ટકે, ના નાસી જાય. અહીં એ બઈ બિચારી સહન કરશે બાકી એને કુદરત આ સહન નહીં કરે. આ લોકોને તો ભાન જ નથી કે આનું મને શું દુ:ખ પડશે ? મારી જવાબદારી શું છે ?
ઘરના માણસો ખીલે બાંધેલાં જેવા છે, તેને મારીએ તો આપણે નગોડ કહેવાઈએ. એને છોડી દે ને પછી માર, તો તે તને મારશે અથવા તો નાસી જશે. બાંધેલાને મારવું એ શૂરવીરનું કામ કેમ કહેવાય ? એ તો બાયલાનાં કામ કહેવાય. એટલે વાત એમ છે કે ધણીએ ન મારવું જોઈએ. છતાં મારે છે એ જ ગુનો છે. તે નબળાઈઓ કાઢવાની આપણે કહીએ છીએ. મરાય કેમ સ્ત્રીને ? એમ સ્ત્રીથી પુરુષનેય કેમ હાથ અડાડાય ? હિન્દુસ્તાનમાં બધા પુરુષનેય હઉ હાથ અડાડે છે.
આ તો બૈરાં, છોકરાં, છોડીઓ બધું બાંધેલા છે બિચારાં. ફેમિલીને ના મરાય. એને કશું કહેવાય નહીં. એ આપણને કહી જાય, પણ આપણાથી ના કહેવાય. તમે હેડ ઓફ ધ ફેમિલી કહેવાઓ.
ફોરેનવાળી ખીલે બાંધેલી કેમ નથી અને આ કેમ ખીલે બાંધેલી એ તું મને કહે ?
પ્રશ્નકર્તા : કેમ ખીલે બાંધેલી નથી, કહો છો ? દાદાશ્રી : બૈરી ચર્ચમાં જઈને પૈણેલી હોય, તો પૈણેલી તો કહેવાય
ને આ છે તે ચોરીમાં પૈણેલી હોય, પૈણેલી તો બેઉ છે. પણ પેલી ખીલે બાંધેલી ના કહેવાય. ખૂબ ટેડકાવોને તો જતી રહે ‘યુ ડેમ’ કરીને અને આ ના જતી રહે. એનું શું કારણ ? ખીલે બાંધેલી એટલે સમાજનો ડર, સમાજમાં મને શું કહેશે એ ડર.
અમે અમેરિકા ગયા ત્યારે એક જણ કહે છે, દાદાજી, આ દેશમાં ત્રણ W (ડબલ્યુ), કયા કહેતા હતા કે ?
પ્રશ્નકર્તા : વર્ક (કામ), વુમન (સ્ત્રી) અને વેધર (હવામાન).
દાદાશ્રી : એનું ઠેકાણું નહીં કહે છે. વર્ક (કામ) ક્યારે જતું રહે કહેવાય નહીં, સ્ત્રી ક્યારે ભાગી જાય કહેવાય નહીં અને હવા ક્યારે બદલાય એ કહેવાય નહીં, કહે છે. પણ મેં કહ્યું, આપણા ઈન્ડિયનોને એવું છે ? ત્યારે કહે, ના, ઈન્ડિયનોને માટે નહીં, ફોરેનવાળા માટે. આપણા લોકોને તો સમાજનું બંધન છે. આપણા સંસ્કાર ના જાય !
પ્રશ્નકર્તા : હવે આપણુંય એવું થતું જાય છે.
દાદાશ્રી : એમ ? એટલે તે પહેલાં આપણે વિચારવંત, ડાહ્યા થઈ જવું જોઈએ. ફોરેનવાળા ડાહ્યા થઈ શકે એમ નથી અને આપણે ડાહ્યા થઈ શકીએ એમ છે હજુ.
પ્રશ્નકર્તા : આ તો અમેરિકામાં હવે એવું થઈ ગયું છે, મારે છે ત્યાંય !
દાદાશ્રી : સંસ્કાર આપનારા રહ્યા નહીં એટલે પછી કુસંસ્કારી થયા લોકો. સારી વાત શીખવાડનાર કોઈ રહે નહીં તો પછી માણસ આમ ઊંધે જ રસ્તે ચાલે ને !
તબળો ધણી બૈરી પર શૂરો,
મૌતથી પત્ની પર તાપ પૂરો ! પ્રશ્નકર્તા : એ તો ઈન્ડિયાનો ધર્મ કહેવાય. પુરુષો બૈરાંઓને ગમે તેમ બોલે ને !