________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
વઢેલું ક્યારે કામનું ? પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વઢ્યો'તો ને, તે મનમાં યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી આમાંથી ઝેર ફેલાય. ભગવાને આને ભયંકર રોગ કહ્યું છે. મૂરખ બનવાની નિશાની. અક્ષરેય બોલવાનું નહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે તો છોકરાઓ ને વાઈફને કંઈ કહેતાં હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોયને એવું સાધારણ આમ. દાદાશ્રી : હા, નાટકી ભાવ રાખે તો વાંધો નહીં.
૩૦૧
પ્રશ્નકર્તા : પણ વેપારમાં સામો વેપારી આવે ત્યારે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?
દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે એ તો વેપાર માટે છે. ત્યાં તો બોલવું પડે. ત્યાંય ના બોલવાની કળા છે. ત્યાંય ના બોલે બધું કામ થાય એવું છે. પણ એ કળા આવડે એવી નથી જલદી. એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લડજો ને હવે. ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો. જમે કરી લેવાનો. લડ્યા પછી જે ફાયદો થાયને, એ ચોપડે જમે કરી લેવાનો !
પણ ઘરમાં બિલકુલ લડવું નહીં. ઘરનાં પોતાનાં માણસ કહેવાય. એને કોઈને દુઃખ આપીએ એ ભયંકર નર્કે જવાની નિશાની !
પ્રશ્નકર્તા : આ ના બોલવાની કળાની વાત કરો.
દાદાશ્રી : ના બોલવાની કળા, એ તો એ બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળાઓ. એ તો સામો આવ્યો ને, તે પહેલાં એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને તે પહેલાં બધું એને ઠંડું પાડી દેવાનું ને ત્યાર પછી આપણે ના બોલ્યા વગર રહેવાનું એટલે બધું પતી જાય આપણું. એ અઘરી કળા છે. એટલે એ ટાઈમ તમારો આવે ત્યારે મને પૂછજો ને, બધું દેખાડી દઈશ. એ પગથિયું આવે ત્યારે શીખજો. પણ હમણે તો, ઘરમાં તો બંધ કરી દો.
તમારે ઘરમાં બંધ છે કે નહીં ?
પ્રશ્નકર્તા : આપણે બંધ છે.
૩૦૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : બિલકુલેય ? નાનાંમોટાં બેઉ સરખાં કે મોટો તમારો ? પ્રશ્નકર્તા : (ભાઈ) આ વઢવાનું ફાવતું નથી બહુ. પ્રશ્નકર્તા : (બહેન) છોકરાઓને ન વઢે કોઈ દિવસ.
દાદાશ્રી : પણ શું કરવા બોલે ? પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું, એ કોના ઘરની વાત છે તે ? પોતે મૂરખ બને ને પાછો મગજ બગાડે.
આ ભઈ બહુ કચકચ કરતા’તા. હવે તે એમના વાઈફ કહે છે, ના, કશું બોલતા જ નથી. મેં કહ્યું, તમારે કહેવું કે બોલો જરા કંઈ, શું કાઢ્યું સારમાં ? પોતાનું મગજ બગડે, શું કાઢવાનું ? સાર કશો કાઢવાનો નહીં !
જો મોટાભાઈ કચકચ કરતા હોયને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. કંઈ એમના હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ? દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ.
‘અબોલા, તોંધ, વેર' સ્ત્રીતા ઝેર, ‘તરમ, ગરમ, મૌત' છોડે વેર !
પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?
દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તો કેમ છો ? કેમ નહીં ?” એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.