________________
૩00
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૨૯૯ ગમે ખરું કોઈને ? શોખ હોય ?
પ્રશ્નકર્તા : કોઈને શોખ નહીં. દાદાશ્રી : કંઈ તમને એક આખો દહાડો લડવા બેસાડે તો ? પ્રશ્નકર્તા: મગજ ખલાસ થઈ જાય. દાદાશ્રી : ના ફાવે, નહીં ?
કશું જગતમાં કોઈ એક અક્ષરેય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાય તો એ રોગ મોટામાં મોટો ! બધા પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું છે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતનું જ્ઞાન વગર, બોલ્યા વગર માણસ બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરના હાથે એટલે મૂઓ બોલ્યા વગર રહે જ નહીં ને ! ‘કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમતેમ છે ?” પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે, એ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું ‘વ્યવસ્થિત’ જ થયું.
પ્રશ્નકર્તા : હા, થયું તે ‘વ્યવસ્થિત'.
દાદાશ્રી : હા, અવ્યવસ્થિત થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત’ છે. એટલે વાત જ સમજવાની જરૂર છે. તમારે વ્યવસ્થિતના જ્ઞાનથી ચાલે છે કે નથી ચાલતું ? બધું વ્યવસ્થિત જ ચાલે ને ?
પ્રશ્નકર્તા: બાકી વ્યવસ્થિત ચાલે છે પણ કો'ક વખત ડખો થઈ જાય.
દાદાશ્રી : થઈ જાય. પણ ખબર પડી જાયને કે આ ભૂલ થઈ ? પ્રશ્નકર્તા : હા, ભૂલ થઈ, ખબર પડી જાય. દાદાશ્રી : કો'ક વખત પતંગ છે તે ગુલાંટ ખાય, તો બહુ ત્યારે
આપણે દોરો ખેંચી લેવાનો. દોરો આપણા હાથમાં છે. અને જગતમાં લોકોના હાથમાં દોરી નથી, લોકોની ગુલાંટો ખાયા કરે છે. હવે શું થાય તે ?
અક્ષરેય બોલવાનું બંધ કરી દેવું. એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. બોલે તો જ્ઞાની એકલા બોલે, તેય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઇચ્છાઓના આધારે એ બોલે છે. બીજાની ઇચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારુ બોલવું પડે તે ? અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય.
અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી જાય, ભયંકર પાપ લાગે. સહેજેય બોલાય નહીં આ જગતમાં. સહેજેય બોલવું એનું નામ કચકચ કહેવાય.
આપણે બહાર પૂછીએ કે, ‘તારા કાકા શું કહેતા'તા ?” “એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.” ત્યારે શું આ બધાં જનાવરાં છે, મૂઆ, કાકો કચર્ચ કરે છે તે ? અરે મૂરખ, શું કરવા બોલ બોલ કરે છે તે ? ચક્કર નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય ? કે જે બોલેને તે પેલો સાંભળ સાંભળ કરે, કે ‘શું કહ્યું કાકા ? શું કહ્યું કાકા ?” આ તો બોલતાં પહેલાં જ છે તે પેલો કચકચ કરે. ‘તમે કચકચ તમારી રહેવા દો, વગર કામના ડખો કર્યા કરો છો.' કહેશે.
એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુસહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું નથી બોલતી ને, છોકરાં જોડે, ધણી જોડે ?
પ્રશ્નકર્તા બહુ ઓછું કરી નાખ્યું.
દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતાં નથી, બળ્યાં ! વળી કઈ મા મધર)માં બરકત હશે કે છોકરાંને વઢ વઢ કરે ? એ માં (મધર)માં બરકત જોઈએ ને ?