________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
અને એ લોક તો એકનાં એક જ પાછા. બીજે ઘેર રહેવા ના જાય એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી.
પોપટમસ્તી એટલે શું કે પોપટ મસ્તી કરે તો આપણને એમ લાગે કે ઓહોહો, આ લડેલડા કરે છે ! આપણે ગભરાઈ જઈએ કે બેઉ હમણાં મરી જશે. તે આપણે ઊલટા રોકીએ કે તમે ના લડશો, પણ એ ના કહે ને પાછાં લડે ને પાછા એકનાં એક થઈ જાય. એ ના મરે ને અમથા અમથા ચાંચો માર્યા કરે. કોઈને વાગે નહીં એવી ચાંચો મારે ને આપણે મૂરખ ઠરીએ. અમે તો એ જે કરતો હોયને, તે એનાં મહીંના ભાવ તરત વાંચી શકીએ એટલે અમને આ બધું સમજાય.
તમારે એમની જોડે મતભેદ પડે છે ?
પ્રશ્નકર્તા : એમને બોલવાનું જ ઓછુંને એટલે મતભેદ જ ક્યાં
રહે ?
૨૯૭
દાદાશ્રી : હા. જે એકદમ ઓછું બોલતો હોય તેનો સામા માણસને તાપ બહુ લાગે એટલે સાચી વાત કહેવી હોય તોય કહેવાય નહીં.
ટકોર કરો, પણ અહં રહિત, ને તત્ક્ષણ પ્રતિક્રમણ સહિત !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. તેનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે. પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું. (મનમાં પસ્તાવાપૂર્વક માફી માંગવી.)
પ્રશ્નકર્તા ઃ ટકોર ના કરીએ તો એ માથે ચઢે.
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ વાણી જોઈએ. ‘અટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તોય સીધું થઈ જશે.
૨૯૮
વહુ તા ગમે, પણ કોણે ખોળી ? ન વઢ સહેજેય, જો ચોપડો ખોલી !
એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું છે. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે ‘વહુ મને આમ કેમ કરે છે ?” વહુને એમ થાય કે “આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?” એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછ્યું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા ?” ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય
પછી ?
જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે. અને આ સંસારનું તો કશું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે ‘ચંદુભાઈ’ને કહેવું ‘કામ કર્યે જાવ’. પછી આઘુંપાછું થાય તોય વઢશો નહીં, કોઈને લડશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા-લડવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોયને તે બધું વઢે-લડ્યા કરે. આ ગાયો-ભેંસો કંઈ રોજ લડે છે કે કોઈ દહાડો ? કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. હવે તમારે વઢવા જેવું કંઈ રહ્યું છે જ ક્યાં તે ? ઊલટું વઢવામાં તો આપણને બોજો લાગે. માથું પાકી જાય, નહીં ? વઢવાનું