________________
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
૨૯૫
૨૯૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : એવું કશુંય નથી. વિચાર સમજણ પડે છે બધાય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા સાચા છે એવું. તેમ બધાના ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકેય ભાન નથી, બળ્યાં. આ તો મનમાં માની બેઠા છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો ક્લેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે આ બારણાં ખખડે તોય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય તો તમને ગમે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તોય ના ગમે આપણને.
આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો. ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, “બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને, તે મારી છાતીએ ઘા વાગે છે !' હવે લ્યો, અડતું નથી અને કેવા ઘા વાગે છે !
દાદાશ્રી : ના, ના, જીભ તો કોઈ બગાડતું નથી. પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જતા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે, લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણીજોઈને એની ઉપર રોફ મારવો છે, એમ ધણીપણું બતાવવું છે. પછી પૈડપણમાં તમને સામું આપે. પેલો કશુંક માગે તો, “આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણીજોઈને પડી રહેવું પડે. એટલે આબરૂ જ જાયને ! એના કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો-બઘડો કેમ કરો છો ? લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમેય કરો નહીં, હોં !
આ તે યુદ્ધ કે પોપટ મસ્તી,
ઘડી પછી શૂન્ય, વઢવાડ સસ્તી ! આ ટિપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસ ભસ કરે તો આપણે તેને ચલાવી લઈએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસ ભસ કરે તો નભાવી લેવું ના જોઈએ ? ભસ એટલે ‘ટુ સ્પીક, બાર્ક” એટલે ભસવું. ‘આ બૈરી બહુ ભસ્યા કરે છે.' એવું બોલે છેને ? આ વકીલોય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી ‘તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો' ભસે. આપણને એમ લાગે આ બેઉ બહાર નીકળીને મારમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઈએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય !
પ્રશ્નકર્તા: એ ‘ડ્રામેટિક' લડ્યા કહેવાય ?
દાદાશ્રી : ના, એ પોપટમસ્તી કહેવાય. ‘ડ્રામેટિક’ તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઈને આવડે નહીં.
બે જણા મસ્તી તોફાન કરતાં હોય એ વઢે-કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે
પ્રશ્નકર્તા: લડાઈ કરવા કરતાં લડાઈ કરવાનો વિચાર ઘણો ખરાબ કહેવાય ?
દાદાશ્રી : હા, લડાઈ તો સારી પણ આપણા લોકો તો લડાઈ લડતા જ નથીને ! અને લડે છે તોય કોઈ દહાડો સામસામી મુકી મારતા નથી કે હાથ ભાંગતા નથી. વાણીના જ પથરા માર માર કરે છે. પેલો પથરો તો વાગે. પણ આ તો વાણીના પથરા મારે છે. ત્યારે લોકો તો ફૂલિશ છે, તો આપણે શું કરવા ફૂલિશ થઈએ ? વાણી તો વાગે જ નહીં ને ! એ તો આપણે કહીએ કે મને વાગી તો વાગે, નહીં તો વાણી તો વાગતી હશે ? આ મારામારી નથી કરતાં ખાસ, એટલે શીંગડા નહીં લગાવતા, પણ શબ્દના માર બહુ મારે છે, છાતીએ ઘા લાગે.
પ્રશ્નકર્તા : જીભ બગાડી ?