________________
૨૯૧
૨૯૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’ બહુ દહાડા ઉપરીપણું ભોગવ્યું, હવે તમે અમારા ઉપરી થાઓ તો સારું.
પ્રશ્નકર્તા : પત્ની રૂપી બોસ નકામો છે એવો અર્થ થયો ?
દાદાશ્રી : ના, એમ નહીં. નકામા કહેવાય નહીં. નકામો કહેવાય નહીં. તો તો બીજો બોસ કામ નહીં લાગે. આ જ બોસ કામ લાગે.
પ્રશ્નકર્તા: એ ત્રાસ તો ખરો પણ ઓછામાં ઓછો ત્રાસ એનો, આ બોસનો.
દાદાશ્રી : બાકી તમારો ઉપરી કોઈ છે જ નહીં. ઉપર ખાલી આકાશ છે. જે છે એ તમે જ છો. તમારા સિવાય કશું છે જ નહીં અને તમારો ઉપરી તમારી બ્લેડર્સ અને મિસ્ટેક્સ, બે ઉપરી છે. તમારો ઉપરી કોઈ નથી. અને વ્યવહારમાં તમારી સ્ત્રી ઉપરી, બીજું કોણ ઉપરી છે ?
પ્રશ્નકર્તા : બહેનો માટે વ્યવહારમાં કોણ ઉપરી ?
દાદાશ્રી : આ કાળ એવો છે કે આ કાળમાં સ્ત્રી ઉપરી જેવી થઈ જાય અને આપણને વાંધોય શું છે ? સારી સારી રસોઈ આપતા હોય, તો આપણને એમનું ઉપરીપણું રાખવામાં વાંધો શો છે ? ‘તમારું ઉપરીપણું સ્વીકારીએ, પણ તમે સારું સારું ખાવાનું અમને જમાડો’ એમ કહીએ.
કેટલા બધા હસે છે, નહીં ? મજા આવે છે ને ? આમ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પેસે, નહીં તો.... સમજયા કે ! હસે તો પચે આ જ્ઞાન. હસતા જાય, કરતાં જાય. તને હસવું બહુ આવે છે ને ?
આ બોધકળા એય મારી નહોય, આ તો લોકોનું પુણ્ય જાગ્યું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન કરતાં બોધકળા ઊંચી છે.
દાદાશ્રી : ના, પણ આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આવી બોધકળા હોય નહીં. આવી બોધકળા સ્વપ્નમાંય હોય નહીં કોઈ દહાડો, તે આ લોકોનું પુણ્ય જાગ્યું છે. આ મને ક્યાંથી આવડ્યું ? આવું બધું આવડતું હશે ?
પ્રશ્નકર્તા : તમે ધારો તો આ હુક્કાને લોટો પણ કહેવડાવી શકો. તમારી પાસે કળા એવી છે કે આને એક વખત તો લોટો પણ કહેવડાવો.
દાદાશ્રી : પણ બધા જોઈને કહે છેને ? એની કંઈ આંખો હું લઈ લઉં છું ?
ધણી તો કોને કહેવાય ?
પtીતે દેવ જેવો દેખાય ! આટલું જો સ્ત્રીઓનું સન્માન થતુ હોય ત્યાં એ દુ:ખી કેમ હોય. સ્ત્રીઓનું કંઈક સન્માન હોવું જોઈએ. આમ ધણીપણું થઈને બેસે છે. અને બીજા એક માણસને ત્યાં સરસ બઈ હતી ત્યારે મેં કહ્યું, “ઈને સારી રીતે તું રાખ. એને બહુ કડકાઈ ના કરવી એમ ! આવું ના શોભે, કહ્યું ત્યારે મને કહે છે, એ ચઢી બેસે. તે એ કોણે શીખવાડ્યું તને ? તો તું શું કામ ભડકું છું, કહ્યું આ. એ ભડકાટ ખોટો છે બધો. ખોટા ભડકાટથી લોકો ભડક ભડક કરે એમાં દુઃખી થાય ઊલટું. કશું સ્ત્રી એવું ના ચઢી બેસે. પણ એને અણસમજણ પેસી ગઈ, ગોટાળો ! શું થાય હવે ?
આ બધા માણસ છે તે કઈ જાતના લોક છે તે ? જરાક તો ધણી થતાં શીખો ! ધણીપણું થવું સહેલી વસ્તુ નથી અને પાછા સ્ત્રીને શું કહે છે, હું તારો ધણી થઉં ! આ મોટા ધણી આવ્યા ! રોજ બાઈ સાહેબ ટૈડકાવતા હોય ને આ મોટા ધણી થઈ બેઠાં હોય ! ધણી તો કોનું નામ કહેવાય ? પોતાની સ્ત્રી આમ જોતાની સાથે, એને નમ્રતા જાય નહીં કોઈ પણ ટાઈમે, એ ધણી કહેવાય. ત્યાં પ્રેમ હોય ! બાકી આને ધણી કેમ કહેવાય ? જેમ કૂતરી કૂતરા જોડે ઘુરકિયાં કરેને, એમ ઘુરકિયાં કરતી હોય. બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય કે બાઈ નિરંતર પૂજયતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરક્ત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય. બીબીને મનમાં એમ બેસી જાય કે ઓહોહો ! આ દેવ જેવો માણસ છે ! ત્યારે ધણી થયો કહેવાય. એનેય મહીં ન્યાય હોય કે ના હોય. એનેય અક્કલ તો ખરી કે નહીં ?