________________
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’
૨૮૯
૨૯૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
જોવાય ના આવ્યા ? ત્યારે એમણે કહેવડાવ્યું કે “શી રીતે આવું ? મારાથી ચલાતું નથી.' ત્યારે મેં કહ્યું, ‘તો હું આવું છું.” તે પછી હું ત્યાં જોવા ગયો. ત્યારે કહે, ‘તમે શું કરવા આવ્યા ?” મેં કહ્યું, ‘મારે સારું છે.' મેં કહ્યું, ‘તમને સારું હોય તો તમે આવો.' ત્યારે કહે છે, ‘મારાથી પગથી ચલાતું નથી.” પણ તો કહ્યું, ‘અહીં જોવા ન આવ્યા દાદા ભગવાનને ? આવું બધું જોવા આવે ને તમે એકલા જ ના આવ્યા ? જોવા આવવું પડેને ?”
પ્રશ્નકર્તા : આવવું પડે પણ આ બધાય ભલેને જોવા આવી ગયા. પણ એમનામાં જે ભાવ રહેલો...
દાદાશ્રી : બસ. એટલે ભાવની જ કિંમત છે. બીજી શી કિંમત છે? કિંમત જ ભાવની છે ને !
એક દહાડો હીરાબા કહેતાં'તાં, ‘હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ટર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તોય અત્યારે આ પગે ફ્રેક્ટર થઈ ગયું. તમારી પુણ્ય કરતાં મારી પુણ્ય ભારે.’ ત્યારે મેં કહ્યું, ‘પુણ્ય તો ભારે જ કહેવાયને અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુર્વે છે ?”
હું ગમ્મત કરું કો'ક દહાડો. મેં કહ્યું, “આ મારે પૈડપણ લાવવું નહોતું પણ પૈડપણ પેસી ગયું આ મને. ત્યારે એ કહે, ‘એ તો બધાને આવે. કોઈને છોડે નહીં.’ એમને મોઢે કહેવાવડાવું. અને આપણું કરેલું ભોગવવું પડે. આપણે જ ભોગવવું પડે. એમાં ચાલે નહીં, એવું કહે.
ત્રણ મહિના સાથે રહ્યાં હતાં. જોડે ને જોડે ચોવીસેય કલાક. રાતે વિધિ-બિધિ બધું કરે. પ્રેશર હતું પહેલાં તે માથા પર પગ મૂકીને વિધિ કરતા હતા તે બંધ થઈ ગયેલું બધું. બંધ જ હતું. માથા પર બબ્બે પગ મૂકી અને વિધિ કરતા. ઠેઠ સુધી રોજ કરતાં હતાં. છેલ્લે દહાડે પણ એ જ કરેલું. પહેલું માથા પર બે પગ મૂકી અને અહીં (દાદાના ચરણોમાં કપાળ અડાડીને) બન્ને પગ મૂકીને કરવાની પહેલી વખત. પછી માથા પર એમ કરીને દસ મિનિટ કાઢવાની દરરોજની.
બીજું શરીર તો ઊંચકાય નહીં અમારાથી. અને અડવા દેય નહીં કોઈ દહાડો. આટલું વિધિ કરી આપજો ને પછી ‘જય સચ્ચિદાનંદ' બોલે. અમે વિધિ કરીએ કે તરત જય સચ્ચિદાનંદ કહે, જય સચ્ચિદાનંદ બોલે, જેટલો અવાજ નીકળે એટલો પણ મને સંભળાય જ નહીં. પણ આ બીજા બધા કહે કે બોલ્યાં. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું કેમ કહેવાય આપણાથી ?
કોઈ ચાકરી કરનારું હશે એમને ? છોકરો નથીને પ્રશ્નકર્તા : પુર્વે એવી છેને, ચોવીસે કલાક કોઈ હોય છે જ. દાદાશ્રી : પછી એ પુણ્ય ઓછી કહેવાય ?
જુઓને, એમને નથી છોકરું કે નથી છોકરાની વહુ. પણ સેવા કરનારા કેટલા છે ! ખડે પગે બધા સેવા કરે. જ્યારે કેટલાકને તો ચારચાર છોકરાઓ હોય છતાં પાણી પારકો માણસ આવીને પાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશમાં કમાવા ગયો હોય ! આવું જગત છે.
જો ઉપરી બધા પોષાય તને,
વહુ બોસ રાખ, વાંધો શું તને ? જગત તો બહુ ઊંડું છે, રહસ્યવાળું છે આ જગત. અને આજે લોકોએ ભૂતાં ઘાલ્યાં છે. અંદર તે ખોટાં ભૂતાં ઘાલ્યાં છે અને ભગવાનને ઉપરી બનાવ્યો છે તેથી ગૂંચવાડા વધ્યા છે. એના કરતાં ઉપરી આપણા ઘરની વાઈફ સારી. આપણો ઘરનો બોસ હોયને, તે બહુ સારો. બોસ તે માલપૂડાયે કરી આપેને, જલેબી કરી આપે અને વઢેય ખરી કોઈક દહાડો. આ ભગવાનને ઉપરી કરીને શું કામ છે તે ? જગતમાં કોઈ પણ ઉપરી છે એ તમારી ભૂલોનું પરિણામ છે.
અને ભગવાનના ઉપરી થયેલા બધા ફાવેલા અને બૈરીના ઉપરી થયેલા બધા માર ખાઈને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પણ ભગવાન શું કહે છે ? મારા ઉપરી થાય તો અમે ખુશ થઈએ. અમે તો