________________
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’
૨૮૭
૨૮૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું.
જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે, માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધા પહેલાં જે રીતે કહેતા હતા, એ જ્ઞાન લીધા પછીનામાં ફેરફાર કરવાનું કહું છું. બાકી બીજો, જે જ્ઞાન ના લીધેલું હોય એને ના કહેવાય અમારાથી.
એકને કાઢી ના નાખીએ ત્યાં સુધી બીજું જડે નહીં. એકને ખસેડો તો બીજું જડે. એવું તમને સમજાયું કે ના સમજાયું ?
તમારા વિના ન ગમે અમને',
પ્રેમે જા, “વિચરો જગ કલ્યાણે !” ઘરમાં બેસવાનું ગમે નહીં તોય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એમ કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે.
પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુય કહું છું ને ?
આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખ આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુને. મને કહે છે. હું હવે તમને સાંભરે ?” મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?” અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં !
આદર્શ હોય અમારી લાઈફ, હીરાબાએ કહે, તમે વહેલા આવજો.
પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ?
દાદાશ્રી : હા, એ આપે. ‘વહેલા આવજો” એવુંય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો.
પ્રશ્નકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગતકલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતાં.
દાદાશ્રી : એ પોતે આશીર્વાદ આપતાં હતાં અને જ્યારે હોય ત્યારે કહેશે, બધું કરીને આવો.
તમે જાણો કે દાદાને કોઈ નથી. એ રહ્યા હીરાબા અમારે ઘેર. એમની લાગણી મને ના થાય ? તમને તમારાં બૈરી-છોકરાંની થાયને ? તે બે દહાડાથી કહેવડાવ કહેવડાવ કરે છે. ‘વહેલા આવજો, વહેલા આવજો.” ગઈ સાલ તો ખંભાતની જન્મજયંતી ઉપર આવ્યા હતા, જોડે ને જોડે બેઠા હતા બગીમાં. આ ફેરે ઘણુંય કહ્યું પણ ના આવ્યા. આ ધૂળ ઊડેને. અને હવે એક પગ ફીટ થતો નથી નીચે. પગ જરા લૂઝ થયેલો છે. લૂઝ થયેલો એવો વાંકો થયેલો છે, તે કસરત ચાલુ છે.
આ જુઓને, મને ૭૫ વર્ષ થયાં ને એમને ૭૩ વર્ષ થયાં છે. એમને આ વાંકા પગની ઉપાધિઓ જ ને બધી ! પણ જુઓ, આખો દહાડો આનંદમાં રહે છે. આખો દહાડો મસ્તીમાં, કારણ કે બીજો વિચાર જ નહીંને કોઈ જાતનો. એ ખરાબ છે કે સારું છે એ ભાંજગડ નહીં. સબ અચ્છા.
પણ હું વડોદરામાં હોઉં ત્યારે મારે હાજરી આપવા જવું પડે. જેમ ઘણા માણસને પોલીસ ગેટ ઉપર હાજર નથી થવું પડતું રોજ ? હાજર થવું પડે. આ તો વિધિ કરી આપ્યા પછી પાછા આવવાની છૂટ. એમને વિધિ કરી આપવાની. એ ત્યાં ના આવી શકે એટલે મારે અહીં વિધિ કરાવવા જવું પડેને? એમને મોક્ષે લઈ જવાનો છે ને ?
પ્રશ્નકર્તા : તમને કફ થઈ ગયો. તે આખી રાત ઊંધ્યા નથી, એ જ્યારે વાત કરતા હતા, ત્યારે હું એમના મોઢાના ભાવ જોતો હતો. મને કહે છે, ઊંધ્યા નથી. આટલી બધી શરદી થઈ ગઈ છે.
દાદાશ્રી : પછી મેં ગમ્મત કરી. મેં કહ્યું, “હીરાબાને કહોને. દાદાને