________________
(૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે’
૨૮૩
૨૮૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જાય કે એ એનો અહંકાર આપણને વેચી ગયો. આપણે તો એ દસ્તાવેજ મૂકી દેવાના અંદર. પાંચસો રૂપિયા લઈ ગયો, તે વેચી ગયો એનો અહંકાર. લઈને પછી પાછા આપી જાય, તો એના દસ્તાવેજ પાછા આપી દેવાના. એટલે બધું ફોડ પડી જાય, પછી મહીં પસ્તાવો શાને માટે કરવો પડે ? આપણું ચીતરેલું ડ્રોઈગ (ચિતરામણ) ત્યારે તો ભેગા થયા. તો હવે શેને માટે આપણે પસ્તાવો કરીએ ? ડ્રોઈગ હવે કંઈ ભગવાને કરી આવ્યું'તું ? આ તો આપણું જ ડ્રોઈગ. રાજીખુશીથી સોદો કરેલો છે ને હવે ફરી જવાય ? ..... સોદો નહીં કરેલો ?
પ્રશ્નકર્તા : કરેલો ને ! દાદાશ્રી : તે હવે ફરી જવાતું હશે ?
પરણ્યા એટલે પ્રોમિસ ટુ રે,
એક શું, બે આંખ જાય, ન છૂટે ! હીરાબાની એક આંખ '૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. તે લોકોએ હીરાબાને સમજણ પાડી કે એક લાખ રૂપિયાનો દાવો માંડો, ડૉક્ટર પર. ત્યારે હીરાબા કહે છે, “આ લોકો આવું બોલે છે. ડૉક્ટર સારામાં સારા માણસ છે. મારું સારું કરવા ગયો એમાં એનો શું ગુનો ? અને લોકો કહે છે, દાવો માંડો.” મેં કહ્યું, એ લોકો કહે. એને ક્યાં વઢવું ? પણ આપણે જે કરવું હોય એ આપણે કરીએ. એનો શો ગુનો બિચારાનો ? એ તો થવાનો યોગ થયો, ટાઈમ થયો એટલે આંખ ગઈ.
એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો’ વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું. ‘શું છે તમારે ?” ત્યારે એ કહે, ‘આવું તમારું થયું ?” હવે તે દહાડે ૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, ‘કેમ તમે આમ પૂછવા આવ્યા
છો ?” ત્યારે એ કહે, ‘એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.’ મેં કહ્યું, પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.” વળી તેમને મેં કહ્યું, કે ‘હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.” એ કહે, ‘તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?” કહ્યું, “કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુ:ખી થાય કે ના થાય ? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?” અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, ‘હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ !
કોઈ કહેશે કે તમે પૈણ્યા છો ? ત્યારે કહે કે પૈણ્યા નથી, પણ પ્રોમિસ આપેલું છે. પૈણેલા તો મેં બધા બહુ લોકો જોયા, પણ અમે તો પ્રોમિસ આપેલું છે. પૈણતી વખતે પ્રોમિસ, હાથ નથી આપતા ? તે ઘડીએ પ્રોમિસ આપીએ છીએ અને તે ઘડીએ બ્રાહ્મણની વાત સાંભળેલી મેં. પછી બ્રાહ્મણ સમજતો હોય કે ના સમજતો હોય પણ ધ્રુવનો તારો દેખાડે. તે કઈ બાજુ છે, એ તો ઘણા ફેરા પશ્ચિમમાં હઉ દેખાડે, કે તમે જુઓ ધ્રુવનો તારો. તે હું જાણું કે આ બ્રાહ્મણ સમજતો નથી, પણ આપણે આપણી દૃષ્ટિથી જોઈ લો ને ! આપણે ઉત્તર તરફ જુઓ. એ તો પશ્ચિમમાં દેખાડે, એ તો બિચારાને ખબર જ નથી, એ તો આ કામ કરવા આવેલો છે એ ભાડુતી તરીકે કામ કરે છે, એનું પેટ રળવા માટે કરે છે. એમાં ખોટું નથી. આપણે આપણી મેળે ઉત્તરમાં જોઈ લો ને ! એટલે આપણને સપ્તર્ષિ દેખાશે !
કર પ્રથમ પ્રકૃતિની પીછાણ,
મતે સાઠ વર્ષે પડી ઓળખાણ ! પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને