________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૮૧
નથી આવ્યો. સંસાર આદર્શ હોવો જોઈએ. મારું જીવન પણ આદર્શ છે ને ! હજુ મારે હીરાબા છે ઘેર, વાઈફ છે, ૭૩ વર્ષનાં. પણ અમારું જીવન આદર્શ. તમારે તો કોઈક દહાડોય ડખો થઈ જતો હશે ને ? મતભેદ થઈ જાયને?
હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે.
(૧૬) પરણ્યા એટલે “પ્રોમિસ ટુ પે’
અમે નથી જીવનમાં પસ્તાયા,
જીવતાં આવડ્યું તે પાર કર્યા ! લગ્ન કર્યા એટલે ‘પ્રોમિસ’ કર્યું આપણે, લગ્નમાં, એટલે પ્રોમિસ તો બધું પાળવું જ જોઈએ ને? કોન્ટ્રાક્ટ કર્યો છે આ તે આપણે પાળવો જ પડે ને ? હું હઉ પાળું જ છું ને ! છૂટકો જ નહીં ને !
પ્રશ્નકર્તા : હું એમની સેવા કરું છું તો એ યોગ્ય કહેવાય ને ? દાદાશ્રી : ઘણી યોગ્યતા કહેવાય.
અને સ્ત્રી શું દુ:ખદાયી છે ? અલ્યા, તારી અક્કલ દુઃખદાયી, તેમાં સ્ત્રી કરે છે, તું વાંકો છે તેમાં ? જીવન જીવતાં આવડ્યું હોય તો પસ્તાવો જ ના કરવો પડે. મારે જિંદગીમાં પસ્તાવો જ નથી કરવો પડ્યો. આખી જિંદગી કોન્ટેક્ટનો ધંધો ર્યો તોય પસ્તાવો નથી કર્યો. અને ભાગીદાર જોડ ચાલીસ વર્ષથી જોડે રહ્યા પણ મતભેદ નહીં પડ્યો, એક મતભેદ નહીં !
પ્રશ્નકર્તા : આપને કોઈ વખત પરણવા માટે પસ્તાવો થયેલો ખરો, કે “ના પૈણ્યા હોત તો સારું ?
દાદાશ્રી : ના, બા ! હું તો પસ્તાવો કરવાનું શીખ્યો જ નથી કોઈ દહાડોય ! કાર્ય જ પહેલેથી એવું કરું, પસ્તાવો ના કરવો પડે. કારણ કે જગત પસ્તાવો કરે છે, પૈસા આપીને પસ્તાવો થાય કે “આને મેં ક્યાં આપ્યા ?” એવું નહીં. આપીને છોડી દેવાના. કારણ કે મને સમજણ પડી