________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૭૯
૨૮૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
છે કે આ “મને પ્રેમ છે'. અલ્યા, પ્રેમ તો હોતો હશે ? પ્રેમ શબ્દ ખરો છે. એને ખોટો ના કહેવાય. પ્રેમ શબ્દ હું જાણતો હતો કે આ દુનિયામાં મોટામાં મોટી ચીજ જ પ્રેમ છે. પણ પછી આ રતન છે તે સાવ ખોટું નીકળ્યું. વેચવા ગયો તે ચાર આનાય ના આવ્યા. વીસ લાખમાં ખરીદેલ રતનના ચાર આનાય ના આવે ત્યારે થાય કે આ શું.... આ તો બધું ટાંકણી ને લોહચુંબક જેવામાં વગર કામના ફસાયા છે. વસ્તુને સમજતા નથી અને એમાં પોતાનું આત્માપણું ખોઈ નાખ્યું છે. સાચો પ્રેમ બહાર ખોળે પણ એ જો ક્યાંય ના મળે તો આત્મા અનુભવ પ્રગટ થાય અને આ પ્રેમની વ્યાખ્યા ખોળવા માટે તો વીસ વર્ષ મેં કાઢ્યાં છે.
એટલે જગતે બધું જ જોયું હતું, પણ પ્રેમ જોયો નહોતો. અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું રહ્યું નથી, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, માટે વેર છોડો. સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે, પ્રેમ તો કરશોને, તો એની મેળે જ વેર થઈને ઊભું રહેશે. કારણ કે એ આસક્તિ છે. અને આસક્તિથી શું થાય ? આસક્તિ વેર લાવે. અમારામાં આસક્તિ ના હોય.
દિલ ઠારજે અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે.
અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે. તો દિલાવરી પ્રાપ્ત થાય.
એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે, એવો શુદ્ધ પ્રેમ જુએ ત્યારે માણસનું દિલ ઠરે.
પ્રશ્નકર્તા : જ્યાં પ્રેમ હોય છે ત્યાં બધું ઓગળી જાય છે.
દાદાશ્રી : બધું ઓગળી જાય. આ સ્ત્રીઓ છે એ સ્ત્રીપણુંય ભૂલી જાય છે. ‘હું સ્ત્રી છું તેય ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે. મને લોકો કહે છે કે, તમારે ત્યાં બધા ભેગા બેસે છે. મેં કહ્યું, અમારે ત્યાં વિચાર જ ના આવે ને આવો. આપણે ત્યાં પ્રેમનું કારખાનું જ ! બધું જીવન જ પ્રેમમય !
શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા,
કષાયતી વિદાય સદા તિરાત્મા ઘાટ વગરનો પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ કહેવાય. એ શુદ્ધ પ્રેમ ચઢે-ઊતરે નહીં એવો હોય.
પ્રશ્નકર્તા : પુરુષ-સ્ત્રીનો ભેદ ના રાખો અને શુદ્ધ પ્રેમ થાય એવું કંઈ કરો !
અમારા પ્રેમમાં ડૂબી તો જુઓ,
પરમાત્મા ઊઘાડો અહીં જુઓ ! એટલે અમારું બધું કામ જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તોય મને કહે છે, “તમે વહેલા આવજો.” મેં કહ્યું, ‘મનેય તમારા વગર ગમતું નથી' ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. ‘વહેલા આવજો, વહેલા આવજો' કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ? એટલે અમેય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું છે ?
પ્રેમ તો બૈરી-છોકરાં પર જ રહે છેને, અત્યારે તો ? ત્યાંથી પ્રેમ ક્યારે કાઢી મેલશો ? મેં તો કેટલાંય વર્ષથી કાઢી લીધો.
પ્રશ્નકર્તા: મારાં પત્ની પણ અહીં આવ્યાં છે.
દાદાશ્રી : ના, ગભરાશો નહીં. એવું પ્રેમ કાઢી લેવાનું નથી કહેતો. તમારા મનમાં એમ થાય કે આ પ્રેમ કાઢી લે તો ? ના, હું સંસાર ભાંગવા
દાદાશ્રી : હા, આ દુનિયામાં શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયોય નથી, થશેય નહીં. અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે