________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
આપણે દેહને કહીએ ‘તું જઈશ નહીં’ તોય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છેને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતા પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઇચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, ‘મને આની પર બહુ રાગ છે’ આપણે પૂછીએ, ‘અલ્યા, તારી ઇચ્છા ખેંચવાની છે ? તો એ કહેશે, ‘ના, મારી ઇચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.’ તો પછી આ રાગ નથી આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને કે મેં જ આ કર્યું !’ અને આ ‘જ્ઞાન’ હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.
૨૭૭
આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચૂંબક ને ટાંકણીનાં જેવું છે. પોતાની જાતનાં સરખાં પરમાણુ હોય તો જ ખેંચાય. કારણ કે એ ગમે એવું લોહચૂંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છેને, આપણા બૉડીમાં તે લોહચુંબકવાળા છે. તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે ? કારણ કે પરમાણુ નથી પેલીમાં, પરમાણુ મળતા નથી આવતા.
એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી, પરમાણુની ! પરમાણુ મળી આવ્યા ! ત્રણ પરમાણુ આપણા ને ત્રણ પરમાણુ એના, એમ પરમાણુ મળી આવ્યા એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો.
આ તો સોય અને લોહચૂંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચુંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી.
૨૩૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય.
પ્રશ્નકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?
દાદાશ્રી : પ્રેમ તો બધાને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે. ભ્રાંતિ ભાષાનો શબ્દ છે. ભ્રાંતિ એટલે શું ? ઘનચક્કર. ઘનચક્કર ભાષાનો શબ્દ છે. તે ઘનચક્કરમાં કાયમ રહેવું આપણે ? ભ્રાંતિ એટલે ચક્કરે ચઢેલો ઘનચક્કર. પણ આને ભ્રાંતિ કહે તો સારું લાગે ને ઘનચક્કર કહે તો કડવું લાગે ને કહેશે કે ‘આટલું બધું મારું ઘોર અપમાન કરો છો ? ત્યારે ભ્રાંતિ એકલું જ કહોને ! બાકી બધું એકનું એક જ છે. પેલાએ બાપાની વહુ કહ્યું તો કહેશે, ‘એમ કેમ કહ્યું ?”
પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં તો જે શોભતું હોય તે જ બોલેને ? દાદાશ્રી : હા, વાત ખરી છે કે શોભતું હોય તો જ બોલે. પણ આ તો જાગૃત કરવા માટે બૂમો પાડવી પડે. ભ્રાંતિ એટલે જેમ છે તેમ નહીં દેખાવું અને ઊંધું જ દેખાવું એનું નામ ભ્રાંતિ. આ તો જાગૃત કરવા માટે આમ બોલવું પડે કે હકીકતમાં આમ છે. નહીં તો માર ખાઈ ખાઈ ને મરી જશો. બાકી આ પ્રેમ જેવી વસ્તુ જ નહોય. આ તો બધી આસક્તિ છે. આસક્તિ એટલે શું કે જડને જડ ખેંચે છે. તેમાં પોતે ભ્રાંતિથી માની બેઠા છે કે મને પ્રેમ થયો છે !'
પ્રશ્નકર્તા : અને આ પ્રેમમાં ભરતી પણ આવે છે ને ઓટ પણ આવે છે ને ?
દાદાશ્રી : ના. બાકી આ બધું જગત ભરતી-ઓટ સ્વભાવનું જ છે. આપણે ખાવાનું મહીં નાખીએને, એટલે સંડાસ જવું પડે. અહીં શ્વાસ લેવો પડે ને ભરી આવ્યા, ત્યાં ક્રેડિટ કરી આવ્યા, તો પછી ઓટ થયા કરે. એટલે આ જગત જ ભરતી-ઓટ સ્વભાવનું છે. પ્રેમમાં ભરતી-ઓટ ના હોય.
ટાંકણી ને લોહચુંબકના ખેંચાણને જગત આશ્ચર્ય સમજે છે અને કહે