________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૭૫
૨૭૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોય ખરી ?
દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય અને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.
મારામાં પ્રેમ હશે કે નહીં હોય ? કે તમે એકલા જ પ્રેમવાળા છો ? આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે કે ‘આ વાઈફ ને આ છોકરા’. જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે.
પ્રશ્નકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ?
દાદાશ્રી : ના, પ્રેમ એટલે સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત થાય તો તો આસક્તિ થઈ જાય. સંકુચિત હોયને કે આટલા ‘એરિયા’ (હદ) પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું ? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગાં રહેતાં હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં “અમારું' બોલે. “અમારા પ્યાલા ફૂટ્યા', બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થયા તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે ‘એ તમારું ને આ અમારું'. આ સંકુચિતતા આવી જાય. એટલે આખા ઘરમાં જે વિશાળ હતો પ્રેમ, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું. પછી આખી પોળ તરીકે, યુવક મંડળ તરીકે કરવો હોય તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.
આસક્તિ એટલે વિક્ત પ્રેમ,
લોહચુંબક લોહતે ખેંચે જેમ ! પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો.
દાદાશ્રી : જે વિકૃત પ્રેમ એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.
એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય ! અનાસક્ત, મહીં બેઠા છે ને તે અનાસક્ત છે. અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના, લોક કહે છે કે, ‘હું નિષ્કામ થયો છું” પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણા લોક કહે છેને, ‘હું નિષ્કામ ભક્તિ કરું છું.’ મેં કહ્યું, ‘કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ ?”
આસક્તિ તો એટલે સુધી ચોંટે તે સારા પ્યાલા-રકાબી હોયને, તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો. તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો કેટલી આ લાકડા ઉપર આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી, વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ.
વિજ્ઞાન પરમાણુઓતું. ખેંચાણ,
માતે હું ખેંચાયો, ભ્રાંતિ છે જાણ ! આસક્તિ એ કોના જેવી છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે ના થાય ? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો ગુણ છે. કારણ કે મહીં ઇલેક્ટ્રિક બૉડી છે. એટલે એ બૉડીના આધારે ઇલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે. અને પોતાનાં પરમાણુ મળતા આવે ત્યાં આકર્ષણ ને વિકર્ષણ ઊભાં થાય અને બીજાની જોડે પરમાણું ના મળતા આવે ત્યાં કશું નહીં. એ આકર્ષણ ને વિકર્ષણને આપણા લોકો રાગ કહે છે. કહેશે, ‘મારો દેહ ખેંચાય છે.' અલ્યા, તારી ઇચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે ‘તું કોણ છે ત્યાં આગળ ?