________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૭૩
૨૭૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ગમે નહીં આપણને. ‘તમે જાવ અહીંથી, આવા બેસો', એવું કહેવું પડે છે અને ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ ! હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે ? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા ! એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.
અને એ સ્ત્રી જોડે જો કોઈ સારી રીતે વ્યવહાર કરેલો હોય, તોય હું ક્યારે કહું ડાહ્યો માણસ એને ? કે પંદર વર્ષની ઉંમરથી વ્યવહાર થયો છે તે એંસી વર્ષે એવો ને એવો જ વ્યવહાર રહે, એટલો જ પ્રેમ રહે, ઊતરી ના જાય તો હું કહું કે ડાહ્યો છે. આ તો પેલાં ગાતર ઢીલાં દેખાય પછી ચીડાયા કરે. અરે, એક ગૂમડું થયું હોય ત્યારે ? જોડે ફરવા તેડી જાય ? સિનેમા જોવા ના લઈ જાય જોડે ? અહીં દઝાયું હોય કે પરું નીકળ્યું હોય ત્યારે ? એટલે આ બધી જોખમદારી નથી સમજવી અને પ્રેમ કરવો છે. આવ્યા મોટા પ્રમવાળા ! પ્રેમ તો એનું નામ કહેવાય કે બધી રીતે સાથે હોય. એનો હાથ દઝાયો તો આપણો હાથ દાઝયા જેટલું હોય, એવું હોય ત્યારે પ્રેમ કહેવાય. એને ગૂમડું થયું હોય તો આપણને થયા બરાબર હોય. આપણને ગૂમડું થયું હોય તો આપણે બહાર જઈએ કે ના જઈએ ? તો વહુને ગૂમડું થયું હોય તો જોડે લઈ ના જઈએ ? ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને “સેફસાઈડ' રાખે નહીં ને જાતને હોમી દે એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ વાત છે.
પ્રશ્નકર્તા ઃ આ પ્રેમને શું કહેવાય ? આને અનન્ય પ્રેમ કહેવાય ?
દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય. અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને “સેફસાઈડ' રાખીને કામ કર્યા કરે છે ને ‘સેફસાઈડ' ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા ?
આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના કાનમાં ને તાનમાં ને આવતી વખતે ‘અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, ‘તમારામાં ક્યાં વેતા છે ?” એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય !
પ્રશ્નકર્તા : આ તો આમ આ બધાને અનુભવ છે. કોઈ બોલે નહીં, પણ દરેક જણ જાણે કે ‘દાદા' કહે છે એ વાત સાચી છે.
દાદાશ્રી : હા, હું તો જ્ઞાનથી જોઈને કહું છું. મેં કંઈ આવા અનુભવ નથી કર્યા. હું કોઈ દહાડો સિનેમામાં લઈને ગયો જ નથી. મારી જોડે હીરાબા આવતાંય નહોતાં. એ તો “ના, હું તમારી જોડે નહીં આવું” કહેતા. અને મને તો ‘એટ એ ટાઈમ' દેખાય. બોલો, મારું જ્ઞાન કેવું હાજર રહેતું હશે ! આ બધું દેખાય મને. અને તમને દેખાતું થાય એવા અમારા આર્શીવાદ હોય. એટલા હારુ તો રોજ વાતચીત કરીએ. તમને થોડું ઘણું દેખાતું થયું કે તમે તમારી મેળે પકડી લો.
જ્ઞાતીનો પ્રેમ સુધારે સર્વતે,
અપેક્ષા વિણ વિશાળ વિશ્વને ! અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ હોય એ દૂધનું દહીં થઈ જાય.
એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છેને તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માંગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું “રફ’ દેખાય છે. જુઓને, પ્રેમ સ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધા કરે છે !
બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે, “આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે !” મેં કહ્યું, “નહોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.”
પ્રશ્નકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ