________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
દાદાશ્રી : એ તો સામસામી આસક્તિમાં જ બધી ભાંજગડ ઊભી થાય છે. જે ઘરમાં બેઉ જણ સામસામી બહુ લડતા હોયને તો આપણે જાણીએ કે અહીં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી આપણે નામ શું પાડીએ છે ? ‘વઢે છે’ એવું ના કહીએ. તમાચા મારે સામસામી, તોય એને વઢે છે એવું ના કહીએ. અમે એને ‘પોપટમસ્તી’ કહીએ. પોપટ આમ ચાંચ મારે પણ છેવટે લોહી ના કાઢે. હા ! એ પોપટમસ્તી તમે નહીં જોયેલી, પોપટ મસ્તી ?
૨૭૧
હવે આવી વાત (સાચી) સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં પણ મારે હઉ બહુ ખાધા !
ત દોષ દેખે, ન ચડાવે મોઢાં, ત ઊંહકારો, પ્રેમથી ઝીલે લોઢાં !
પ્રેમ તો જ્ઞાની પુરુષ પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય, એ આસક્તિ બધી. એને આપણા જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ ઝઘડો ના થાય.
પ્રેમમાં દોષ દેખાય જ નહીં. અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? ‘તું આવી ને તું તેવી.’ અલ્યા, પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે નહોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે ? પ્રેમનો એક વાળ જગતે નથી જોયો. આ તો આસક્તિ છે.
અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે, ‘તમે આવા છો ને તમે તેવા છો ? તમે આવા ને તું આવી’ એવું ના બોલે, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે એ આસક્તિને લીધે.
આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને
પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય. ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી, મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
૨૭૨
દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે. ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય, એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય તેય
આસક્તિ. એટલે આ જગત આસક્તિથી ચાલી રહ્યું છે. પ્રેમ એ તો જ્ઞાની પુરુષથી હોય તે ઠેઠ ભગવાન સુધી, એ લોકોને પ્રેમનું લાઇસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં તે ઠેઠ ‘જ્ઞાની પુરુષ’ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા. અલૌકિક પ્રેમ, જેમાં લૌકિક નામ ના હોય !
સામાતે સુખ-દુઃખ વેદે ‘સેઈમ’, હોમી દે જાત એ છે સાચો પ્રેમ !
પ્રેમ જેવું હતું તેય સતયુગમાં હતું. સતયુગમાં સારું હતું. કળિયુગમાં આ તો બધા એવા વિચિત્ર છેને, આમ ખોળીને સારો ધણી લઈ આવે, રૂપાળો બમ્ જેવો અને પછી કડવો નીકળે તે આખી જિંદગી બગડે બિચારીની. એક જ દહાડો જો ખાવાનું સારું ના બનાવ્યું હોય તો પ્રેમવાળો ધણી હોય તે કકળાટ કરતો હશે ? પણ ના, આ કકળાટ કરી મૂકે, ‘તારામાં અક્કલ નથી ને તું આમ છે ને તું તેમ છે' કહેશે. રોજ સારું બને ત્યારે ઈનામ નથી આપતો અને એક જ દહાડો ખાવાનું બગડે તે દહાડે આવી બને ! એટલે પ્રેમ જેવું નથી. પ્રેમ જ નથી ને, સ્વાર્થ છે બધો !
જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોયને, માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ