________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૬૯
૨૭
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે ઊભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે “જરા ધોવડાવો’ તો ધણી કહેશે કે, “ના, મારાથી નથી જોવાતું'! અલ્યા તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ધૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ધૃણા નથી ને જ્યાં ધૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો ના થઈ જાય કે એકદમ વધી ના જાય. નોર્માલિટીમાં હોવો જોઈએ. જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મા પ્રેમ કહેવાય.
પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. આ પ્રેમ નથી, ઈગોઈઝમ છે, હું ધણી છું એવું ભાન છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા જી.
દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. આ છોકરા પર તને પ્રેમ હોયને તો ભૂલ ના દેખાય છોકરાની, ભૂલ હશે કશો વાંધો નહીં. પ્રેમ નભાવી લે બધું, નભાવી લે ને ?
બાકી આ તો આસક્તિ બધી ! ઘડીમાં વહુ છે તે આ ગળે હાથ વળગાડે ને ચોંટી પડે અને પછી ઘડીમાં પાછા બોલમ્બોલ કરે. તેં આવું કર્યું તને તે આમ કર્યું. પ્રેમમાં કોઈ દહાડો ભૂલ ન હોય. પ્રેમમાં ભૂલ દેખાય નહીં. આ તો પ્રેમ જ ક્યાં છે ? ઘરમાં સંતોષ ના જોઈએ, ભઈ ? તમને કેમ લાગે છે ? ઘરમાં સંતોષ જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ જ. દાદાશ્રી : ઘરમાં આડખીલી કરવાની હોય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આપણને ભૂલ ના દેખાય તો આપણે જાણીએ કે આની જોડે પ્રેમ છે આપણને. ખરેખર પ્રેમ હશે આ લોકોને ?
પ્રશ્નકર્તા : ડાઉટફૂલ (શંકાસ્પદ) ! દાદાશ્રી : એટલે આને પ્રેમ કેમ કહેવાય ?
રણમાંથી દ્વેષ ને વળી રણ,
“પોપટમસ્તી’ છે, તેથી એ આગ ! પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તોય દ્વેષ થઈ જાય છે એનું શું કારણ ?
દાદાશ્રી : કોની જોડે ? પ્રશ્નકર્તા: વખતે ધણી જોડે એવું બને તો ?
દાદાશ્રી : એ વૈષ નથી કહેવાતો. હંમેશાં જે આસક્તિનો પ્રેમ છે ને એ રિએક્શનરી છે. એટલે જો ચીડાય ત્યારે આ પાછા અવળા ફરે, અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે એટલે અથડામણ થાય ને એટલે પછી પાછો પ્રેમ વધે.
જ્યારે જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોય ત્યાં, અંદરખાને પ્રેમ છે આ લોકોને. એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવના પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીંને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.
અને લોકો શું કહે છે ? “અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.” ત્યારે વાત સાચી છે પણ પ્રેમ એ આસક્તિ જ છે અને એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જે ઘરમાં અથડામણ ઓછી થાય એ ઘરમાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?
પ્રશ્નકર્તા અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય