________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૬૭
૨૬૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
ધણી અને બૈરીના પ્રેમમાં ધણી જો કદી કમાઈ ના લાવે તો પ્રેમની ખબર પડી જાય. બીબી શું કહે ? ક્યા ચૂલેમેં મેં તુમ્હારા પાંવ રખું? ધણી કમાતો ના હોય તો બીબી આવું ના બોલે ? તે ઘડીએ એનો પ્રેમ ક્યાં ગયો ? પ્રેમ હોતો હશે આ જગતમાં ? આ તો આસક્તિવાળો છે. જો આ ખાવાપીવાનું બધુંય હોય તો એ પ્રેમ (!) દેખાય અને ધણીય જો ક્યાંક બહાર લપટાયેલો હોય તો એ કહેશે કે, ‘તમે આવું કરશો તો હું ચાલી જઈશ.” તે વહુ ઉપરથી ધણીને ટેડકાવે. તે પેલો બિચારો ગુનેગાર છે એટલે નરમ થઈ જાય ને આમાં શું પ્રેમ કરવા જેવો છે તે ? આ તો જેમ તેમ કરીને ગાડું ધકેલવાનું છે. ખાવાપીવાનું બીબી કરી આપે અને આપણે પૈસા કમાવી લાવીએ. એમ જેમ તેમ કરીને ગાડી આગે ચાલી મિયાં-બીબીકી !
પતિ-પત્નીમાં પ્રેમ કે આસક્તિ ?
ન દેખે દોષ, પ્રેમની એ શક્તિ ! મતભેદ થાય છે કે નહીં વહુ જોડે ? ‘વાઈફ' જોડે મતભેદ ? પ્રશ્નકર્તા : એ મતભેદ વગર તો હસબંડ-વાઈફ કહેવાય નહીં ને !
દાદાશ્રી : હેં એમ ? એવું છે, એવો કાયદો હશે ? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય ? ઓછો-વધતો મતભેદ થાય ખરો કે નહીં ?
તો આસક્તિઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છોને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટેડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો ! પ્રેમ સ્વરૂપ આવા હોય છે.
વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ ? પ્રશ્નકર્તા : પૂરેપૂરો ફાયદો છે.
દાદાશ્રી : હા, ચેતી જે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે ? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય ? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી, અને સામાનો ખોળીએ આપણો પ્રેમ કે ‘તમારામાં પ્રેમ નહીં દેખાતો ?’ મૂઆ, પ્રેમ ખોળું છું ? એ પ્રેમી નહોય ! આ તો પ્રેમ ખોળે છે ? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે ? જે જેના લાગમાં આવે તેને ઉડાડ, લુંટબાજી કરે છે.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં ? પ્રશ્નકર્તા : પ્રેમ વધતો જાય. દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય નહીં ?
પ્રશ્નકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતા જાય. એટલો પ્રેમ વધતો જાય.
દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસક્તિ વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ
પ્રેમમાં લગતી ત ભૂલે ક્ષણ;
તભાવે સર્વ ભૂલો બન્ને જણ ! ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષય આસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં બધો હતો કે ધણી પરદેશ ગયો હોયને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય !
પ્રેમ એટલે લગની લાગે છે. અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ