________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૬૫
૨૬૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ભેગા થવાની ઇચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?
દાદાશ્રી : ઇચ્છા રાખે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મનું ફળ છે ને ? આ તો ઇમોશનલપણું છે.
પતિ-પત્ની તહીં, “કમ્પલિયત,
તો સંસાર સંગ્રામે “ચેમ્પિયત' ! આ તો બધી ‘રોંગ બિલિફો’ છે. ‘હું ચંદુભાઈ છું” એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ ‘આ કોણ છે ?” ત્યારે એ કહે છે, “ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.” ઓહોહોહો..... ! મોટા ધણી આવ્યા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાત કરે છે ને ? ધણીનો ધણી હોય નહીં ? તો પછી ઉપલા ધણીની વળી ધણિયાણી થઈ ને આપણા ધણિયાણી આ થયા, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા ‘કમેનિયન છે' કહીએ પછી શું વાંધો ?
પ્રશ્નકર્તા : દાદાએ બહુ “મોડર્ન' ભાષા વાપરી.
દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ! હા, એક રૂમમાં કમેનિયન’ બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે ત્યારે બીજો એને માટે એનું કામ કરી આપે. એમ કરીને ‘કર્મેનિયન’ ચાલુ
સ્વભાવ !” આવું એ બોલતા હતા ત્યાં એ કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષ હજુ વહુનું રડવું આવે છે ! આ તો કઈ જાતના ચક્કરો ! આ લોક તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ! એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ રડી ઊઠે.
પ્રશ્નકર્તા : રડે છે એટલે એમ કે એને પરમ પ્રેમ છે ?
દાદાશ્રી : શાનો પ્રેમ, બળ્યો? રડવું આવે એટલે પ્રેમ વધી ગયો? વળી એનો ફાયદો શો ? ‘લોસ” ને ‘પ્રોફિટ’ આમાં શું ?
પ્રશ્નકર્તા : પ્રેમમાં ‘લોસ-પ્રોફિટ' ક્યાંથી હોય ?
દાદાશ્રી : અરે, પ્રેમ તો હોતો જ નથી. વર્લ્ડમાં પ્રેમ હોતો હશે? આ તો બધી આસક્તિ છે. પ્રેમ તો કોઈ માણસને નથી આવતો.
પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?
દાદાશ્રી : એ તો ના છૂટે. “મારી, મારી' કરીને કર્યું ને તે હવે નહોય મારી, નહોય મારી’ એના જપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે જે આંટા વાગેલા હોય તે તે છોડવા જ પડે છે ને ! એટલે આ તો ખાલી આસક્તિ છે. ચેતન જેવું વસ્તુ જ નથી. આ તો બધાં ચાવી આપેલાં પૂતળાં છે.
જુઓને, અમને આ છીંક આવે જ છે ને ! આ મશીનરી છે. એમાં સ્ટીમ (વરાળ) વધી પડે ત્યારે ફડફડ છોડે છે ને ! તેમ આપણે મહીં સ્ટીમ વધી પડે ત્યારે છીંક આવે. મશીનરી હોય કે ફર્સ્ટક્લાસ રૂપાળું એન્જિન હોય તો એમ કહેવાય કે તું મને બહુ ગમે છે, તારી વગર મને નહીં ફાવે ! ત્યારે આ લોકો સ્ત્રી જોડે પ્રેમ કરે છે ! અલ્યા, આય મશીનરી જ છે ! મશીનરી જોડે પ્રેમ થતો હશે ? નહીં તો વળી પ્રેમ કરનારો માણસ તે છીંક ખાતો હોય તો આપણને શરમ ના લાગે કે આ છીંક ખાય છે. પણ એ મશીનરી છે ! આ મશીનરીઓય છીંક ખાય છે તે મેં જોયેલું છે. આ તો કેવું છે કે જ્યાં પ્રેમ કરવાનો છે ત્યાં પ્રેમ નથી કરતો અને જ્યાં નથી કરવા જેવો ત્યાં પ્રેમ કરે છે.
રહે.
પ્રશ્નકર્તા: ‘કમ્પનિયન'માં આસક્તિ હોય છે કે નહીં ?
દાદાશ્રી : એમાં આસક્તિ હોય પણ એ આસક્તિ અગ્નિ જેવી નહીં. આ તો શબ્દો જ એવા ગાઢ આસક્તિવાળા છે. ધણીપણું અને ધણિયાણી’ એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને ‘કર્મેનિયન’ કહે તો આસક્તિ ઓછી થઈ જાય.
એક માણસને એમના વાઈફ ૨૦ વર્ષ પર મરી ગયા હતા. તે એક જણ મને કહે કે, ‘આ કાકાને રડાવું ?” મેં કહ્યું, ‘શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.' ત્યારે એ કહે છે, “જુઓ, એ કેવા સેન્સિટીવ છે.” પછી પેલા બોલ્યા, ‘શું કાકા, કાકીની વાત થાય નહીં ! શું એમનો