________________
(૧૪) “મારી’ના આંટા ઉકેલાય આમ !
૨પ૭
૨૫૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : એટલે પછી આપણાથી બોલાય જ નહીંને ! પ્રશ્નકર્તા : એમની ઇચ્છા પૂરી થઈ. દાદાશ્રી : બધી ઇચ્છા પૂરી. બીજી ઇચ્છાઓ કશી રહી નહોતી.
આમાં રડવા જેવી વાત જ ક્યાં છે? આ તો છૂટા પડ્યા છે અહીંથી. હું અમેરિકા જઉં એવી રીતે આ જાય છે. “૨૬માં પૈણ્યા’તા ને’ ૮૬માં છૂટાં પડ્યાં. જુઓ સંયોગ વિયોગી સ્વભાવનો ને ? અને તે લગનમાં જ મને તો માંડવામાં જ વિચાર આવ્યો હતો કે બેમાંથી એક જણ રાંડશે !
પોતે સંયોગી તો ચાલ્યા ગયા છે. આ તો બધું સંયોગ સંબંધ છે ને ! કોઈ દસ વર્ષ રહે, કોઈ વીસ વર્ષ, કોઈ પાંચ મિનિટ રહે, કોઈ દસ મિનિટ રહે. વિયોગ થયા જ કરે એની મેળે.
એવા સંયોગ સંબંધ કેટલે સુધી પહોંચ્યા છે એ ખબર હતી. અમારા ૧૯મે વર્ષે ફાધરના સંયોગ પૂરા થઈ ગયા. ૨૦મે વર્ષે બ્રધરનો સંયોગ પૂરો થયો. પછી ઝવેરબાની ૪૮મે વર્ષે અને હીરાબાનો છે તે ૭૯માં વર્ષે ૧૯૮૬માં સંયોગ પૂરો થયો.
અમે વ્યવહારમાં આદર્શ. જુઓને, સ્મશાનમાં આવ્યા’તાને !
પ્રશ્નકર્તા : એ જોયુંને, બધાએ જોયું. ઘણા પૂછે કે દાદા આવ્યા હતા? મેં કહ્યું, દાદા આવ્યા હતા, ઠેઠ આવ્યા હતા.
દાદાશ્રી : સ્મશાનમાં ન આવે તો લોક જાણે કે ફરી પૈણવાના છે. આપણે ત્યાં કહેવત છે. ૩૦-૪૦ વર્ષના હોયને ફરી પૈણવાનો હોય તો સ્મશાનમાં જાય નહીં. એવા લોકો સમજી જાય કે સ્મશાનમાં આવ્યા નથી. માટે ફરી પૈણશે. ખરેખર એમ જ છે. સ્મશાનમાં ગયો એટલે ફરી પૈણાય નહીં. આ જુઓને, અમે ઉઘાડું આવીને કહી દીધુંને, ભઈ, નથી પૈણવાના.
ભગવાનને ઘેર કોઈ કીંમત નથી. તમે મારો કે ઝૂડો, બચાવો કે ખૂન કરો, તોય ભગવાનને ઘેર કોઈ જાતની કીંમત નથી, આ બધી સામાજિક દૃષ્ટિ છે, ભ્રાંતદૃષ્ટિથી છે. આ જગત રાઈટ દૃષ્ટિથી આવું કશું છે જ નહીં. જેને રાઈટ દૃષ્ટિ છે તે ભગવાન. રાઈટ દૃષ્ટિવાળા છે, તે આય જોયા કરે,
મારે તેનેય જોયા કરે ને પૈણાવે તેનેય જોયા કરે, રંડાવે તેનેય જોયા કરે ને મંડાવે તેનેય જોયા કરે. એમને રાંડેલું ને માંડેલું બે સામાજિક વસ્તુ થઈ પડે. આ રંડાપો ને આ મંડાપો કહેવાય. મંડાપા વખતે કૂદાકૂદ ને નાચગાન કરવાના અને રંડાપા વખતે રડવું, એ બેઉ લૌકિક. જ્યારે ભગવાનને ઘેર આની કોઈ જાતની ‘વેલ્યુ નથી. અહીં નાગો ફરે કે મારે કે ઝૂડે, કશુંય નહીં. આ બધી દૃષ્ટિ છે. જેવી દૃષ્ટિ એને હોય એવું દેખાશે ત્યાં તો કહે છે કે ‘દૃષ્ટિ ફેરવ’ !
હીરાબા ગયા ત્યારનો વ્યવહાર,
સ્મશાતેય “સ્વસ્થ દાદા' ભરથાર ! લોકો એમ જાણે કે દાદાને બહુ દુઃખ થયું હશે. દાદાનો ‘તાવ' જુએ ત્યારે ખબર પડે કે હીરાબી ગયાં કે રહ્યાં છે, એ બન્ને સ્થિતિ સરખી જ હોય. રહ્યા તોય સરખી, ગયા તોય સરખી, બન્ને સ્થિતિ સરખી હોય. હજુ પેટમાં પાણીમાં હાલ્યું નથી અમને. પણ વ્યવહારમાં અમે કહીએ કે મહીં થાય તો ખરું જ ને. વ્યવહારમાં કહીએ. તમને બધાને ના કહીએ, પણ બહાર તો અમે કહીએ. એ કહેશે, ‘હીરાબાનું તમને થાય ને ?” મેં કહ્યું, ‘હા, થાય તો ખરુંને ! ના થાય એવું હોય ?” નહીં તો એને ગણતરી ઊંધી લાગે. કહેશે, ‘આ કઈ જાતની ગણતરી ? આવું શી રીતે બને ?” તમને કહું તે સાચું લાગે કે અસર જ ના હોય કોઈ જાતની. આ વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે અમને અસર કરે, તમારા દુઃખ જ લઈ લીધાં તો મારી પાસે દુ:ખ જ ક્યાંથી હોય ? છે દુ:ખ કોઈ જાતનું તમને ? થયું ત્યારે, દાદા મળ્યા ત્યારથી દુઃખ જ નથી !
અમને જો દુઃખ થતું હોય તો અમે જ્ઞાની જ ના કહેવાઈએ. અમને કોઈ રીતે દુઃખ જ ન થાય. અમને દુઃખ અડે નહીં, કોઈ દહાડોય !
પ્રશ્નકર્તા : પણ સ્વાભાવિક દુઃખ અડે નહીં ?
દાદાશ્રી : ગમે તે રીતે દુઃખ જ થાય નહીં, સ્વાભાવિક કે અસ્વાભાવિક, એનું નામ જ્ઞાની. અમે આ શરીરમાં જ રહેતા નથી. શરીરમાં રહે તો દુ:ખ થાય ને ?