________________
(૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ !
૨૫૫
૨૫૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય અને અર્થે દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઈ જાય છે. પરણ્યા પહેલાં ધણી જોડે મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઈ ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તે નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે. આ પછી એમણેય નક્કી કર્યું કે આ અમારાં ધણીયાણી આવ્યાં.” ત્યારથી ‘મારા, મારા’ના જે આંટા વાગ્યા તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની ફિલ્મ છે તેને ‘ન હોય મારા, ન હોય મારા” કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, ‘પ્રિયુડિસ’ ઊભો થયો કે “આ આવા છે, તેવા છે.” તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, “જે છે તે આ છે.’ અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કંઈ ધણી બદલાય ?
રંડાપો-મંડાપો જીવત ક્રમ,
અસંગ-તિર્લેપ જ્ઞાતે અક્રમ ! અમારા એક ઓણખાણવાળા ભાઈના વાઈફ પાંચ છોડીઓ મૂકીને મરી ગયાં ત્યારે ત્યાં આગળ હું જોવા ગયેલો. તે પછી એક ડૉક્ટરના મનમાં એમ થયું કે આ ભલો આદમી હમણાં તૂટી પડશે. ત્યારે એ પોતે કહે, ના, એવું કશું નથી. હું દાદાના જ્ઞાનમાં રહ્યો ! ઓફ થઈ ગયાં કે તરત ‘વ્યવસ્થિત’ સમજીને કમ્પ્લીટ ક્લિયર ! પાંચ નાની નાની છોડીઓ મૂકીને મરી જાય ત્યારે શું થાય ? હા, પણ શું કરવાનું પછી ? માથાં ફોડે, તો ફરી કંઈ આવવાનાં છે ? આપણું ‘વિજ્ઞાન શું કહે છે ? ‘વ્યવસ્થિત થઈ ગયું. એ બે ખોટ અજ્ઞાની ખાય. એક તો ગયું એ ગયું અને પાછું ઉપરથી માથાફોડે ને ઉપાધિ. આપણે તો ફક્ત ગયું એટલું જ – લમણે લખેલી ખોટ ગઈ એટલી જ ગઈ. બે નહીં ? લમણે લખેલી ખોટ એ તો છોડે નહીં ને ! તે એ બે ખોટ નથી ખાતાને ? એકુંય દહાડો નહીં ? એનું નામ વિજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ પણ એ ઘરનાં માણસો એ વસ્તુ સમજી શકતાં નથી. એમના માટે કાયમને માટે આ
દુઃખની એક પરંપરા રહી છે.
દાદાશ્રી : ના સમજાય. કારણ કે સ્ત્રી જાતિ બિચારીને સમજાય નહીં. બિચારીને મુશ્કેલી પડે. એટલે એક તો જનાર ગયો અને ઘરનાં માણસોને દુઃખ કરતો ગયો. એવું એક જગ્યાએ નહીં. આવું મારે આ પાંચમો કેસ હશે. તમારે એક્લાને ત્યાં બન્યું એવું નથી. અને બૈરાંને બહુ દુઃખ થાય. પુરુષો તો માંડવાળેય કરે ! તેડી લાવજો ને અહીં આગળ, જરા હું એમને સુખિયા કરી આપીશ. બધું દુઃખ ભૂલી જશે બધુંય.
ધણી મરી ગયો તો પછી એને મૂકીને આવવાનું, પછી ઘેર આવીને ખાવાનું નહીં ?
પ્રશ્નકર્તા : એક દહાડો તો એના માનમાં ના ખાઈએ.
દાદાશ્રી : એના માનમાં ના ખાઈએ, તો શું ફાયદો ? ત્યાં એને શું ખબર કે ખાધું કે ના ખાધું? આ લોક તો નિરાંતે ત્યાં આગળ બિસ્કિટ મંગાવીને ખાય છે, ચા પીવે છે. સ્મશાનમાં બાળવા ગયો હોય તે ઘડીએ. આવું પહેલું જગત છે !
લત પરિણામ મંડાપો-રંડાપો,
તત્વ દષ્ટિએ ત મરે કોઈ બાપો ! પૈણતી વખતે વિચાર આવેલો કે આ પૈણીએ છીએ ખરા પણ બેમાંથી એક જણે રાંડવું પડશે તે કાલે છતું થયું. કાલે એ બન્યું, એ જોયું ને ! કો'ક પૂછે કે દાદા ? ત્યારે કહે, રાંડેલા જ છે. કંઈ માંડેલા ઓછા કહેવાય ? હીરાબા બેઠા હતા ત્યાં સુધી માંડેલા. અને ગયા એટલે રાંડેલા ! પછી વિધુર કહેશે પણ દેશી ભાષા એ સાચી. રાંડવું ને માંડવું. ગામઠી ભાષા મોક્ષે લઈ જાય. રાંડવા-માંડવાનું જ્ઞાન હોય તો મોક્ષે જાય, બળ્યો.
એ મને રોજ કહેતાં'તાં કે મારે પહેલું જવાય એવું કરો. હું અખંડ સૌભાગ્યવતી થઈને જઉં.
પ્રશ્નકર્તા : તે એવું જ થયું.