________________
(૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ !
૨૫૩
૨૫૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર હોય મારી’ તો અસર થાય છે, તો વધુ ટાઈમ બોલો તો કેટલી અસર થઈ જાય !
અમારો એક ભત્રીજો હતો તે ફરી પૈણવાનું કહેતો હતો, મેં કહ્યું, અલ્યા, જો આગળની છોકરીઓને મારી ના નાખે તો પૈણજે, એટલે પોતાની છોકરીઓ તરીકે ઉછેરે એવી હોય તો પૈણજે, નહીં તો પૈણીશ નહીં ! તોય એ તો પૈણ્યો. બાકી નીકળ્યું સારું એનું, પણ ના નીકળ્યું હોય તો શું થાય ? આવડી અમથી છોડીઓ નાસી જાયને બિચારી, કોણ સાચવી રાખે છોડીઓને ? છોકરા ભાગી જાય તેનો વાંધો નહીં પણ છોકરીઓ ભાગી જાય તો મુશ્કેલી ! દાદા પાસે બધી દવા છે, બધા રોગની દવા છે.
‘તહોય મારી' કહેવાતી મુશ્કેલી,
ક્યાં સુધી જીવીશ જીંદગી આમ વહુઘેલી ? આ તો આપણે મમતા કરી તો બંધાયું. આપણી વસ્તુ કોઈ છે નહીં. દેહ પણ આપણો નથી. જો આપણો હોય તો આપણી જોડે, યારી આપે આપણને. જતી વખતે જુઓને, કેટલી ઉપાધિ કરીને દેહ જાય છે અને આપણે ઘર ખાલી કરી દેવું પડે છે.
પ્રશ્નકર્તા : આપણે આ બધી ફાઈલનો બહુ નિકાલ કરી નાખીએ ‘ન હોય મારી, ન હોય મારી’ કરીને, તો પ્રેમભાવનું શું થાય ?
દાદાશ્રી : ઓહો... પ્રેમભાવ ‘ન હોય મારી’ કહે તો ના ઊડી જાય, આસક્તિ ઊડી જાય. આ પ્રેમભાવ હોય જ નહીં ને પણ.
પ્રશ્નકર્તા : વાઈફ એમ ઉડાડવા ના દે.
દાદાશ્રી : એ વાઈફને તું જ ઉડાડી મેલને ! સેફ સાઇડ ! આ આટલો વગર કામનો આખા ગામનો બળાપો લઈને સૂઈ ગયો હોય ! પેલાએ બળાપો લઈને સૂઈ ગયા હોય ત્યારે આ પેઠો ક્યાંથી ?
પણ જો એવું તે એકદમ ના ઉકેલી નાખશો, હં, એ તો આસ્તે આતે ઉકેલવાના. પેલાને તો એની વાઈફ મરી ગઈ હતી એટલે એણે ઝપાટાબંધ ઉકેલી નાખવાના હતા. મરી ગઈ પછી શું કરવાનું ? એની પાછળ રડ ૨ડ કર્યા કરવાનું ? તે એને ઉકેલ લાવવા ઉપાય બતાવેલો. તમારે તો આસ્તે આસ્તે ચાલવા દેવાનું. તમે એક જ દહાડો બોલો કે “આ ન
પ્રશ્નકર્તા : પણ અમે તો આમાં જ રહેવાના હજી. આ માન્યતા અમારી પેલી બંધાઈ ગયેલીને, તે હજુ માન્યામાં નહીં આવે, તમે વાત કરો ખરી પણ માન્યામાં નહીં આવે.
દાદાશ્રી : માન્યામાંય આવે. લોકો કરેય ખરાં એવું. કારણ કે એને રસ્તો જોઈતો હોય, તે રસ્તો દેખાડ્યો મેં, કૂંચી દેખાડી. એ તો કરેય ખરાં. ‘ન હોય મારી, ન હોય મારી’ કરીને છૂટી જાય એ તો. છોડવું હોય તો છોડી દેજો આવી રીતે.
પ્રશ્નકર્તા : દાદા, એ કહેવું સહેલું છે, માનવું અઘરું છે. દાદાશ્રી : શું માનવું અઘરું છે ? પ્રશ્નકર્તા: ‘ન હોય મારી', એમ.
દાદાશ્રી : જે જાણે તે બોલે ! જાણે એને બોલવામાં શું વાંધો છે ? નહીં તોય ઝઘડો થયાં પછી ‘ન હોય મારી’, ‘ન હોય મારી’ થઈને છૂટાં પડી જાય. એની મેળે જ ‘ન હોય મારી’ થયા કરે. તો આપણે ઝઘડો થયા વગર ‘ન હોય મારી’ કહીએ તો ? અઘરું કંઈ છે જ નહીં. અઘરું તો બઈ મરી ગઈ પછી જ્યારે થાકીને એ કરવું પડશે કે નહીં કરવું પડે ? આ ઉપાય તો બતાવ્યો, તે એ સુખી થઈ ગયો પણ એ ! યાદ આવે તો ‘ન હોય મારી” એણે કર્યું ‘ન હોય મારી, ન હોય મારી’.
પ્રશ્નકર્તા : અનુભવના આધારે બંધાયા હોય, એ કેવી રીતે છૂટે ?
દાદાશ્રી : એય છે તે આ જે ‘મારી’ની માન્યતા હતી એ ખોટી હતી. ‘ખોટી માન્યતા હતી’, એમ કરીને છૂટી જાય. “આ મારી માન્યતા સાચી છે” તો વધતી જાય. ઓન્લી રોંગ બિલીફ (માત્ર અવળી માન્યતા) છે આ બધી !
આખો દહાડો કામ કરતાં કરતાં ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું.