________________
(૧૪) “મારી’ના આંટા ઉકેલાય આમ !
૨૫૧
૨૫૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ખરેખર જુઓ તો એક માના પેટે જન્મે છે એટલે સગાઈ એને સાચી લાગે છે, કે આના આધારે કંઈક સારું છે. પણ તે તો પછી એ જ મા મરી જાય છે, તો જોડે મરતો નથી. એ તો બાળીને ઘેર પાછો આવીને નિરાંતે જમે છે ! માટે આય પોલું છે ! છતાં આમ ભાઈઓ ને બેનો હોય તે તો આપણે જાણીએ કે માના પેટે જન્મ્યા છે માટે મારા છે. એટલે મમતા રહે. પણ સ્ત્રી જોડે શી રીતે મમતા રહે છે ? સ્ત્રી તો આપણી જોડે જન્મી નથી. અઢાર વર્ષ, વીસ વર્ષ સુધી એને ઓળખતા ન હતા. તે ક્યાંથી મમતા પેસી ગઈ ? પણ આ સગાઈ શી રીતે સાચી પેસી ગઈ ? તો પૈણ્યો ત્યારથી તારી ? ને તેથી રડવું આવે છે, મૂઆ !
પૈણતી વખતે ચોરીમાં બેસે ? ચોરીમાં બેસે એટલે આમ જુએ. હા, આ મારી વાઈફ, એટલે પહેલો આંટો મારે. ‘મારી વાઈફ, મારી વાઈફ, મારી વાઈફ' પૈણવા બેઠો ત્યાંથી જ આંટા માર માર કરે તે અત્યાર સુધી આંટા માર માર કરે તે કંઈ કેટલાય આંટા વાગી ગયા હોય. હવે શી રીતે એ આંટા ઉકલે ? મમતાનાં આંટા વાગ્યા !
આ શું કહેશે કે “આ મારી વહુ, આ મારી વહુ ને વહુ કહેશે કે આ મારા ધણી, આ મારા ધણી આવ્યા.’ એ “મારી વાઈફ'નું ભૂત પેસી ગયું. એ ભૂતેય બહુ જોરદાર નહોતું. એક આંટો માર્યો, મારી વાઈફ એટલે એનો એક આંટો વાગ્યો, એ ભૂત થઈ ગયું. એ આંટો ખોલશો નહીં ત્યાં સુધી તેને ચોંટેલું રહેશે, ભૂતની પેઠ. પછી એ ભૂત સમજ્યો નહીં એટલે પછી બીજો આંટો માર્યો, ત્રીજો.... “મારી વાઈફ’, ‘મારી વાઈફ', ‘મારી વાઈફ' કેટલા વખત વિચાર આવ્યો દસ વરસમાં ?
પ્રશ્નકર્તા : કાયમ જ.
દાદાશ્રી : “મારી વાઈફ, મારી વાઈફ', તે રાતેય “મારી વાઈફ” માનેને ?
પ્રશ્નકર્તા ઃ હા.
દાદાશ્રી : એ બધા આંટા વાગ્યા. બોલો હવે, આ માનસિક આંટા, સાયકોલોજિકલ ઇફેક્ટ કેમ તૂટે તે ? તે મને કહે, ‘પણ સાયકોલોજિકલ
ઇફેક્ટ ખરીને, તે રડવું તો આવેને ?” શું થાય આ મમતાના આંટાનું ? આંટા મારેલા, પચાસ લાખ કે એક કરોડ જેટલા આંટા માર્યા ત્યારે એ કહે છે કે “હવે તો આ ભૂલ કરી, હવે એનો ઉપાય શું કરું ?” એટલે આ તો ‘મારી માની કે ભૂત વળગ્યું અને એ તને રડાવે છે. એને છોડી નાખને અહીંથી, તો ભાંજગડ મટે ! હવે એકુંય આંટો ‘નહોય મારી’ એવું બોલ્યો નથી. એટલે ભૂત શી રીતે છૂટે હવે ?
પ્રશ્નકર્તા : ના છૂટે.
દાદાશ્રી : રડાવ રડાવ કરે. એ જેમ જેમ રડે ને, તેમ તેમ છૂટતું જાય. એ ભૂત જાય ત્યારે એ રડવાનું એનું બંધ થાય. એટલે ભૂલાય એને. નહીં તો ત્યાં સુધી ભૂલાય નહીં.
પછી મેં એને કહ્યું કે હવે ‘ન હોય મારી, ન હોય મારી’ એવા અજપા જાપ બોલ ! ‘આ સ્ત્રી ન હોય મારી, ન હોય મારી’ એટલે આંટા ઉકલી જશે. પચાસ હજાર ‘મારી મારી' કરીને આંટા માર્યા હોય તે “ન હોય મારી’ના પચાસ હજાર આંટા મારે તો છૂટું થઈ ગયું ! આ શું ભૂત છે વગર કામનું ? તે એણે શું કર્યું ? ત્રણ દહાડા સુધી ‘ન હોય મારી, ન હોય મારી” બોલ્યા જ કર્યું અને રટણ કર્યા કરે. પછી પેલો રડતો બંધ થઈ ગયો ! આ તો બધા ખાલી આંટા જ વીંટ્યા છે અને તેનો આ ફજેતો થયો છે. એટલે આ બધું કલ્પિત છે બધું. તમને સમજાઈ મારી વાત ? હવે આવો રસ્તો સરળ કોણ બતાવે ?
હવે છોકરાંની સાચવણી કરને ! મૂઆ, વહુનું ૨૩ ૨ડ કરીને તું મરી જઈશ, પાછાં છોકરાં બધાં રખડી મરશે. આના કરતાં રોજ શીરો ખઈ અને મજબૂત થઈ જા. લોક કહેશે, વહુ મરી ગઈ તે શીરો ખાધો. ત્યારે કહે, હા, છોકરાં તું મોટા કરવાનો છે ? પૈડું ભાંગી જાય તો આખું ઘર ભાંગી નાખવું ? એક ભાંગી જાય એ તો. હે... શીરો ખઈને મજબૂત થઈને છોકરાને નવડાવીએ-ધોવડાવીએ ને સ્કુલમાં મોકલીએ. નહીં તો વધારે જોર હોય તો બીજી બીબી લઈ આવવાની, પણ ઓરમાયું સાચવે એવી હોય તો. નહીં તો જોખમ લેવું નહીં એવું. ઓરમાયાંનું જોખમ પહેલું સાચવવું.