________________
(૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ !
૨૫૯
૨૬૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે અમને દુઃખ જ ના હોય. અમે રડીએ તોય દુઃખ ના હોય. આ અંબાલાલ રડે તોય દુ:ખ ના હોય, એટલે આ દશા બહુ જુદી જાતની દશા !
પ્રશ્નકર્તા : એ હકીક્ત હું સમજી શકું છું.
દાદાશ્રી : અમને એકલાને નહીં. આ બધાને દુ:ખ ના હોય. આ બધાને કહેલું કે એક દુઃખ થાય તો જવાબદારી મારી છે. દુઃખ કેમ થવું જોઈએ માણસને ? શું ગુનો કર્યો તે માણસને થાય ? એટલે એમનેય ઘેર મરી જાય તો દુઃખ ના થાય, આમાં આઘાત લાગવાનું અમને હોય નહીં.
હીરાબા મારા વાઈફ છે, એ એક્કેક્ટ મારી માન્યતા હોય. નિશ્ચયવ્યવહારથી, તો મને રડવું આવ્યા વગર રહે નહીંને ! પણ આમાં તો હું હસ્ય નહીં અને ૨ય નહીં, લોકોએ ઠેઠ સુધી હીરાબાની પાછળ મને જોયો, સામે જોયું. કશું દેખે નહીંને. એક ક્ષણવાર અમે ચૂકીએ નહીં. નહીં તો અમને ડૂસકું ભરાય. અમને મરેલા પર રડવું ના આવે, જીવતા માણસને રડતા દેખીએ ત્યારે મનમાં ડૂસકું ભરાય. એ જોઈ શકાય નહીં અમારાથી. એટલે આમાં અમે જીવતા માણસને રડતાં જોઈએને, પણ કશું અસર ના થાય. એવું બધું જ્ઞાનથી તાળું મારી દઈએ. ઠેઠ સુધી, સ્મશાનમાં બેઠા હોય નહીં. અસર જ નહીં, નો ઇફેક્ટ.
આ તો બધું લૌકિક છે. એમાં સાચા માણસ રડી ઊઠે બિચારાં અને તે રડવું આવવું જોઈએ માણસને. કારણ કે એ મમતાનું પરિણામ છે. રડવું ના આવે તો મહીં ગભરામણ થઈ જાય. એ પરમાણુ નીકળી જવા જોઈએ.
એટલે મારી આંખમાંથીય પાણી નીકળે. કારણ કે અમારું હાર્ટ કૂણું હોય. તે કોને પાણી ના નીકળે ? જેનું હાર્ટ મજબૂત થયેલું હોય ને બુદ્ધિ પર લઈ ગયો હોય ત્યારે. અમારું હાર્ટ તો બહુ કૂણું હોય, બાળક રડે એવું ૨૩. પણ આ જ્ઞાન હાજર રહેને. જ્ઞાનને હાજર રાખવું પડે અમારે. એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ જો ખમ્યા હોત તો તરત પાણી નીકળી જાય.
જેની આંખમાં બહુ પાણી આવતું હોય તેનાથી અમે છેટા બેસીએ.
અને ત્યાં હાસ્ય અમારે બંધ કરવું પડે. જગત વ્યવહાર છે આ તો. અને કાચી બુદ્ધિવાળો તો કહેશે કે જુઓને હૃદય પથરા જેવું તે હસે છે હજુ તો. એવું કહે, ટીકા કરવાની મળે.
પછી અમારા મહાત્માઓની હાજરીમાં અમે હસીએ. બીજાની હાજરીમાં ના થાય એવું.
હવે રડવું એટલે શું કરવાનું કે ઉપયોગ છોડી દેવાનો એટલે લોકોને જુએ એટલે આપણને રડવું આવે હડહડાટ. ઉપયોગ તો નિરંતર હોય. આ હીરાબા વખતે તો ઉપયોગ હતો ! એક સેકન્ડ પણ કંઈ પાણી હાલ્યું નથી. જેવો હતો તેવો. હીરાબાની ઇચ્છા નથી કે તમે રડજો. આ તો બોલે ના. મનમાં કહેશે કે પથરા જેવા છે એટલે રડવું પડે, પણ મને એવું કોઈ પથરા જેવો કહે નહીં.
અને હીરાબા ૭૭ વર્ષનાં હતાં. તે હવે પૈડું પાન થયું હતું. એટલે મેં તો બધાને કહ્યું કે આજ તો મારે ત્યાં છોડી હોત તો હું વાજાં વગાડાવાત !!! કે આવા ભાંગલા-તૂટલા દેહમાંથી આત્મા સારી રીતે નીકળ્યો. તોય આપણા લોકો એને કાણમોકાણ જેવું બનાવી દે.
પ્રશ્નકર્તા : દીકરો મરી જાય ને તો પૈડો વહેંચો. જન્મે ત્યારે તો વહેંચે પણ મરી જાય ત્યારે વહેંચો. એ વાત તે દહાડે કાઢેલી. અને આજ આ વાત નીકળી કે બેન્ડવાજાં વગાડત.
દાદાશ્રી : મેં એક-બે જણને તરત કહ્યું હતું, કે બેન્ડ હોત તો આજ બેન્ડ વગાડત.
હીરાબાને પૂછ્યું હોત આપણે કે અમે તમારા પછી શોક રાખીએ ? ત્યારે કહેત કે ના, શાંતિથી રહેજો. આ તો લોકોને દેખાડવા માટે કરે છે લોક.
આપણે જીવતા જ છીએને. મરવાના નહોતા ? પણ આજ તો હવે ખબર પડીને ? પહેલાં ખબર નહોતીને ? આ જાત એમ જાણે કે મરી ગયા.