________________
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ...
૨૪૫
૨૪૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
વાઈફ હોય તો જેને ટોક ટોક કરવાની ટેવ પડી ગઈ છે, તો એ વખતે જેણે દાદાનું જ્ઞાન લીધેલું છે, તો એને ખબર છે કે આ ખોટે રસ્તે ગાડી ચાલી રહી છે, ખોટા પાટા પર, આ વળી જ જવી જોઈએ, પણ દાદા અંદર એટલું બધું આવરણ ગાઢ હોય છે, એ સમજે છે કે તું આ ભૂલ કરે છે, છતાં એ કરે જ છે, એ આવરણ કેવું અને કર્મ પણ કેવાં ? તો એનો કોઈ રોકાટ ખરો, એ વખતે ઇન્સ્ટન્ટ એની પાસે કોઈ એવી ચાવી ખરી કે.... ?
દાદાશ્રી : એ “વ્યવસ્થિત’ ફરે નહીં. ફોટો પડી ગયેલો છે. ફોટો અવળો થઈ ગયેલો છે. અત્યારે આપણને જરૂર એમ લાગે કે આ ફોટો પાડવાની જરૂર નથી પણ, અલ્યા પડી ગયેલાને, તેથી એવું થઈ જાય !
પ્રશ્નકર્તા : પણ એ વખતે જે ઇમોશનલ થાય, એ બધું બગાડી કાઢે. દાદાનું જ્ઞાન પણ બધું ખોરવી કાઢે, એટલું પાંચ-દસ મિનિટ માટે કે એક કલાક માટે કે એકલા અડધા દિવસ માટે. તો એને એ કેવા કર્મ પછી બાંધે ?
દાદાશ્રી : ત્યાં બધું ‘વ્યવસ્થિત’ છે, ફોટો પડી ગયેલો છે, પછી શું ? આપણી ઇચ્છા વિરુદ્ધ.
પ્રશ્નકર્તા : એ અટકણ કહેવાય ?
દાદાશ્રી : ના. પેલા ફોટા લેતી વખતે કાળજી ન હતી રાખી તે. અત્યારે તો આ જ્ઞાનને લીધે કાળજી છે, બાકી અત્યારેય નાકાળજી હોય.
પ્રશ્નકર્તા ઃ એટલે પછી એનાં પ્રતિક્રમણ કરીને ધોઈ કાઢવાનું ? દાદાશ્રી : બસ, બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : પણ ત્યારે દાદા જરા બહુ દુઃખ લાગે, કે અરરર... કેટલું બધું બગાડી કાઢ્યું !
દાદાશ્રી : ના, ના, કશું બગાડી નથી કાઢ્યું.
પ્રશ્નકર્તા ત્યારે અમે કર્મ બાંધીએ છીએ ? એ કરતી વખતે લોકો કર્મ બાંધે છે ? આજે આ બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમાં ?
દાદાશ્રી : ના, એમાં તો એને કર્મ કશું ના બંધાય. એ ક્લિયરન્સ ના થયું હોય તો ફરી ક્લિયરન્સ કરવું પડે. ક્લિયરન્સ તો આપણે કરવું જ પડશે !
પ્રશ્નકર્તા : આ જે ફોટો પહેલા પડી ગયેલો છે. એનો આધાર લઈ અને ભવિષ્યની જિંદગીમાં પણ આખો દિવસ એમ જ કર્યા કરે, કે ફોટો પડી ગયો છે એટલે પાછી બીજી ગાળ દીધે જ જાવ, ઝઘડા કરે જ જાવ.
દાદાશ્રી : ના, એ તો જે કરે તેને કહી દેવાનું કે ભઈ, કેમ આવું કર્યું ? પ્રતિક્રમણ કરો હવે. પ્રતિક્રમણ કરો એટલે આપણે છૂટા થઈ ગયા. હવે એ પ્રતિક્રમણ કરે તો છૂટા થાય, નહીં તો ફરી એને ફાઈલ ઉકેલવી પડે.
.....જગત બિલકુલ ક્લિયર છે. આપણને ક્લિયર રહેતા નહીં આવડતું એને શું થાય ? જગત શું કરે છે?
પ્રશ્નકર્તા: સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ?
દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે? તમે તમારું જ હિત જોઈ શકતા નથી. તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ.
પ્રશ્નકર્તા: સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું?
દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે !