________________
૨૪૪
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : ક્યારે ચાલવા ના દે ?
પ્રશ્નકર્તા : એટલે સ્ત્રીનું સાચું હોય, તોય એને જૂઠું પાડે, એક્સેપ્ટ ના કરે એને
દાદાશ્રી : આપણું ચાલવા ના દે તો સારું. જોખમદારી નહીંને કોઈ જાતની ! અને તે ‘વ્યવસ્થિત'નાં પ્રમાણે કહે છેને, એ તો વધારે કંઈ કહેવાનો છે ? ના ચાલવા દે, એમાં વ્યવસ્થિત છેને ! એ કંઈ ઓછું ગણું
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ.....
૨૪૩ દાદાશ્રી : કહેજોને ? એના સિવાય નિકાલ શી રીતે થાય ?
પ્રશ્નકર્તા : બેન એમ કહે છે કે પુરુષ તો એની નોબિલિટી બતાવી અને છૂટી ગયો, પણ એમાં હવે સ્ત્રી આવી ટકટક કરે, કચકચ કરે, તો એ કેટલાં કર્મ, દોષ બાંધે ?
દાદાશ્રી : કશું દોષ બાંધે નહીં. એને ફરી પાછી આ ચોપડી ઉથામવી પડશે. જે કેસ ચોખ્ખો ના કર્યો હોય, ફરી ચોખ્ખું કરવું પડે ને !
પ્રશ્નકર્તા : એને કરવું નથી છતાં એના સ્વભાવને લીધે કરે છે સ્ત્રી, તોય એને પાછું ઉથામવું પડવાનું ?
દાદાશ્રી : ઉથામવું એટલે એ ચોખ્ખું તો કરવું જ પડશે ને ?
પ્રશ્નકર્તા : જે સ્ત્રી લેટ ગો ના કરે, એણે પાછું ફરી આ ધોવું પડશે જ ગમે ત્યારે ?
દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! આ તો જાય છે, ન્યાય રાજાનેય છોડે નહીં ને રાણીનેય છોડે નહીં, ન્યાયાધીશનેય છોડે નહીં ને ગુનેગારનેય છોડે નહીં.
પ્રશ્નકર્તા : હા, ન્યાયાધીશનેય ના છોડે. દાદાશ્રી : હા, કોઈને છોડે નહીં.
પ્રશ્નકર્તા : આપણાથી ધણીને ટોકઈ જવાય કે પછી આપણે એને ટોકવાનું રોકી શકીશું ?
દાદાશ્રી : રોકી શકાય તો સારું, પણ રોકાય નહીં ને ! આપણી ભાવના હોવી જોઈએ કે રોકાય એટલું સારું. નહીં તો પછી તીર છૂટી ગયું તો પછી....
પ્રશ્નકર્તા: ઘણી વખત સ્ત્રીનું સાચું હોય અને પુરુષનું ખોટું હોય છતાં પુરુષ કહે કે ના, મારું જ સાચું. અને એમ માને કે સ્ત્રીને બુદ્ધિ તો પગની પાનીએ, એમ કરીને એને ઉડાડી મૂકે, એને ચાલવા જ ના દે. એનું શું ?
પ્રશ્નકર્તા : પણ એ સમજણ તે વખતે હોવી જોઈએને ?
દાદાશ્રી : નહીં હોય તો આવશે, માર ખાઈને આવશે. સમજણ તો માર ખાઈનેય આવશે જ ને ! બધું ‘વ્યવસ્થિત’ છે.
પ્રશ્નકર્તા : ધણી પોતાનું ધારેલું કરે, પછી એ બગડી જાય, ઊંધું થઈ જાય, સ્ત્રીની સાચી સલાહ હોય પણ એ ના લે અને એ પોતાનું ધાર્યું કરે, પછી બગડી જાય બધું. તો પછી આખા ઘરમાં બધાને ઊંચા-નીચા કરી નાખે, ગુસ્સો કરે ને છોકરાંઓ પર ચીડાય, બૈરી પર ચીડાય, મારે, ભાંગફોડ કરે, થાળીઓ ઉછાળે. શું કરવું એમ ?
દાદાશ્રી : તે ઘડીએ આપણે સમજી જવું કે મૂડ બગડી ગયો છે, ચા-પાણી પાઈ દેવાં.
પ્રશ્નકર્તા : બેમાંથી એક ઠંડો ના થાય અને વાળી ન લે, તો ઉકેલ આવે જ નહીં આમાંથી, બરાબર.
દાદાશ્રી : ઉકેલ જ ન આવે ! એ તો ઉકેલ આવે ખરો પણ વેર વધારીને, એ તો મારા લાગમાં આવશે ને ત્યારે.... એ તો લાગમાં લેવાનો, તેના કરતાં ઉકેલ લાવવો સારો. લાગમાં નહીં લેવાનો !
પ્રતિક્રમણથી ફાઈલ છૂટી,
નહીં તો એ આવશે થઈ મોટી ! પ્રશ્નકર્તા : દાદા, આપણે જે વખતે, બે પ્રકૃતિ હોય, હસબન્ડ એન્ડ