________________
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ....
દાદાશ્રી : અથડામણ તો એ કહે કે તમારો આ અહમ્ છે, તો આપણેય જાતને કહેવું, કે ચંદુભાઈ, આ અહમ્ જ છેને તમારો. આપણે
કંઈ ના જાણીએ ?
૨૪૧
પ્રશ્નકર્તા ઃ હા, બરાબર છે.
દાદાશ્રી : એય કહે ને આપણેય કહેવું. આપણે એમના પક્ષમાં બેસી જવું અને પેલો થર્ડ પાર્ટીને ‘ચંદુભાઈ’ને જુદો કરી નાખવો.
પ્રશ્નકર્તા : એક જનરલ પ્રશ્ન છે હસબન્ડ-વાઈફમાં, કે દસ વખત હસબન્ડ કોઈ પોતાનું ડિસિઝન લે, દસ વખત કરેક્ટ હોય એનું, ત્યારે પેલી સ્ત્રી કંઈ વખાણે નહીં કે કંઈ કહે નહીં. કોઈ દસ કાર્ય કરે, એ એના કરેક્ટ નીકળે, તો એની વાઈફને કશો કોઈ રિસ્પોન્સ ના હોય. પણ કોઈ અગિયારમું કાર્ય એનાથી બગડે તો પેલી એકદમ તરાપ મારે કે તમે ડફોળ છો, તમે આવા છો, તમે કેમ આવું બગાડ્યું, કહે, આવું આવું થયા કરે.
દાદાશ્રી : એમાં એ થયા કરે તો આપણે શું કરવાનું ? આપણને ખબર પડેને કે આવું કર્યું છે, તો આપણેય મહીંથી પોતાની જાતને કહેવું કે ચંદુભાઈ તમે આવું શા હારુ કર્યું તે કોઈકને કહેવું પડે, એવું તમે આવું શું કરવા કરો છો ? બૈરીનો સમભાવે નિકાલ તો કરવો જ પડે ને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આપણે જાણ્યુંને, કે આવી છે. એવી ના હોય તો કહેવું કે ભઈ, એવી નથી, એ તમે જેવું માનો છો એવું નથી. ત્યારે કહે, સમજાવો. પછી કહીએ, આ રીતે છે તો એય સમજી જાય. આપણે (શુદ્ધાત્મા) થર્ડ પુરુષ તરીકે છે. થર્ડ પુરુષને વગર કામના ફર્સ્ટ પુરુષ (ચંદુભાઈ) થવાની કંઈ જરૂર ? આપણે બચાવ હોય નહીં !
પ્રશ્નકર્તા : ના, બચાવ નથી આ.
દાદાશ્રી : અધૂરું કાપશો તો ફરી ફરી નીકળશે. કાચું કાપશો તો ફરી બાફવું પડશે અને એક ફેરો દાળ કાચી ઉતારી અને ફરી ચઢાવા માંડી તો વાર લાગશે. અરે, ચઢવા દો ને નિરાંતે પૂરેપૂરું. નહીં તો ઠીંગરઈ જાય દાળ.
૨૪૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કર પતિતો સમભાવે તિકાલ, કહે, તમે તોબલ છો, કમાલ !
પ્રશ્નકર્તા ઃ તમે તો એમને પુરુષોને બતાડ્યુ કે તમારે નોબલ થઈને કહેવું કે ભઈ, આ મારી ભૂલ છે. ફરી અડધા કલાક પછી પૂછે તોય પાછું એવું કહેવું. એ લોકોને કેવો સરસ રસ્તો બતાડ્યો ! અમને બહેનોને પણ બતાવોને પુરુષાર્થ કરીએ એવો ? અમને તાંતો જ ના રહે એવો રસ્તો બતાડોને !
દાદાશ્રી : આપણે છે તે પછી કહી દેવાનું કે... સરસ છે. તમે તો મહાન પુરુષ છો, કે બધું આ તમે એક્સેપ્ટ કરો છો, અમારાથી એક્સેપ્ટ ના થાય, એટલે થઈ ગયું, ધોવાઈ ગયું. અને તમે તો મહાન પુરુષ છો, તમને મારે ચા પાવી જોઈએ. ચા-બા કરી આપવી. એની મહાનતા દેખાડવી જોઈએ.
પ્રશ્નકર્તા : ધંધામાં, બહાર કે વેપારી જોડે ઘરાક જોડે કંઈ થયું હોય, તો આવું કરીને વાળી લે. પણ અહીંયાં ઘરમાં એવું નથી થતું.
ફાઈલ !
દાદાશ્રી : ઘરમાં થાય કે ? ચીકણી ફાઈલને ! પેલી ધંધામાં મોળી
પ્રશ્નકર્તા : ત્યાં તો લોભ ખરોને, આ ઘરાક જતો રહેશે ! પૈસાનો લોભ, પોતાના ધંધાના મોભાનો લોભ. એ બધું ખરુંને ! એટલે ત્યાં પેચ અપ કરી નાખે.
દાદાશ્રી : એ તો અહીંયાંય લોભ જ છે ને ! અંદરખાને એમ સમજે કે આપણી કિંમત જ શી રહી ? આ કિંમત કરવા માંડે. અહીં લોભ જ છે બધો.
પ્રશ્નકર્તા : દાદા, આ બેન કહે છે કે તો પછી હવે અમારે પુરુષોને કંઈ પણ ટકોર કરવાની કે કશું કહેવાનું નહીં. અમારે એવો પુરુષાર્થ કરવાનો ને ?