________________
(૧૩) દાદાઈ દૃષ્ટિએ ચાલો, પતિઓ.....
૨૪૭
૨૪૮
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
ખાઈ-પીને મોજ કરો ને ! વળગી રહેનારનેય યુઝલેસ કહ્યા અને “ચાલશે” એનેય યુઝલેસ કહ્યા. તમને લાગે છે ભગવાન એ બેઉને કેન્સલ કરે ?
પ્રશ્નકર્તા : મને લાગે છે ભગવાન એ બેઉને ઇગ્નોર કરતા હશે.
દાદાશ્રી : ના, પણ યુઝલેસ કામના જ નહીં આ. “મારે ત્યાં તો નોર્માલિટીવાળા આવો. જ્યારે જરૂર હોય ત્યારે ચલાવી લે અને જરૂર ના હોય ત્યારે એનું એ કરે.”
જેવું ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એ !' એવું શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, એવું વ્યવહારમાં હોવું જોઈએ.
આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષય થશે. ‘વાઈફ'ના ઋણાનુબંધ બહુ ચીકણા હોય, છોકરાંઓના ચીકણા હોય, મા-બાપના ચીકણા હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે “આપણે સમભાવે નિકાલ કરવો છે” એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે. આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઈએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે ‘સમભાવે નિકાલ કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી ષ રહેતો નથી, બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો ‘સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી કરી કામ કર્યો જાવ, હિસાબ ચૂકતે થઈ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે. હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે, પણ માંગનારો લઈ જ જશે.
પ્રશ્નકર્તા: બીજું એક મેં જોયું કે આ લોકો જ્યાં ત્યાં બાંધછોડ બહુ કરી નાખે. ‘કોમ્પ્રોમાઇઝ', દરેક વાતમાં ‘હવે ચાલશે', આ નહીં હોય તો કંઈ વાંધો નહીં, આમ કરશું. એ જ આખી વૃત્તિ આવી ગઈ. પહેલા જે ઇન્સિસ્ટન્સ હતું કે ‘નહીં, આમ જ થવું જોઈએ. આમ જ કરવાનું છે.” એને બદલે દરેક વાતમાં ‘હવે ચાલશે” એ જે આવી મનોવૃત્તિ આવી ગઈ બાંધછોડની, એય વૃત્તિ બહુ જ ખરાબ છે, એવું મારું માનવું છે.
દાદાશ્રી : એ તો એવું છેને, બે વસ્તુ છે. એક કોમ્પ્રોમાઇઝ કરે ને બીજો શું કરે ?
પ્રશ્નકર્તા : વળગી રહે કે નહીં આમ જ કરવું પડશે.
દાદાશ્રી : હા, તે બન્નેને ભગવાને ખોટા કહ્યા, કે યુઝલેસ ફેલો (નકામા માણસ). શા માટે આમ કરી રહ્યા છો ? ઘેર જઈને બૈરીની જોડે