________________
(૧૩) દાદાઈ દષ્ટિએ ચાલો, પતિઓ.....
(૧૨) ધણીપણાના ગુનાઓ
૨૩૧ રૂપાળો છું, ભણેલો-ગણેલો છું, કમાઉં છું ને ખોડખાપણ વગરનો છું.’ તે એમાં ભૂલ તારી જ. તે એવી તે કેવી ભૂલ કરેલી કે તને લંગડી મળી ને એણે કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ? અલ્યા, આ તો પોતાનાં કરેલાં જ પોતાની આગળ આવે છે, તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા, તારી ભુલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો. તે ભઈ સમજી ગયો. અને તેની લાઈફ ફ્રેક્ટર થતી અટકી ગઈ ને સુધરી ગઈ !
સત્યનો સ્વીકાર કરવો પડશે અને સત્યનું શોધન કરવું પડશે. બૈરી કંઈ નુકસાન કરતી નથી. બૈરી હેલ્પફૂલ છે. પણ આ તો બૈરીને કહેશે, ‘તારા વગર મને ગમતું નથી” ઓહોહો.... ! આ તો બૈરીનું બગાડ્યું ને પોતાનું બગાડ્યું ! અલ્યા, બૈરી તો હેલ્પર છે. તને ખાવાનું કરી આપે. તારે બહારથી કમાઈ લાવવાનું અને જરા હૈયાં-છોકરાં થાય એ સાધારણ રીતે રાખવાનાં. જેમ આ જાનવરોને નથી થતાં હૈયાં-છોકરાં ? અને આ તો કહેશે, “આના વગર ગમતું નથી’ એવું ગાય-ભેંસ બોલ્યું કોઈ ? આ મનુષ્યો એકલાં જ બોલે છે કે મને તારા વગર ગમતું નથી. તમે આવું સાંભળેલું નહીં ? તો પછી આવું કેમ ચાલે તે ? ના બોલાય એવું, એ તો એક પાર્ટનર છે, તે આપણા ઘર ચલાવવામાં.
અને કેટલાક લોકો એમ બોલે કે, ‘આ બેરી-છોકરાં એ બધું ખોટી વાત છે', આ પણ સાચી વાત નથી ! પણ આમ બોલ બોલ કરશો તોય દહાડો વળશે નહીં ને પાછા ફરી વાર કે એમાં ને એમાં એમની જોડે જ રહેવાનું ને ! જેમાં રહો તેમાં તેને વગોવો નહીં. નહીં તો વગોવણું કરીને દુઃખદાયી થઈ પડશો. તમે ઊંડા કાદવમાં ઊતરો છો. વખાણશો નહીં તો ભલે ના વખાણો પણ વગોવણું તો ના જ કરો !
કેટલાક તો એમ બોલે છે કે આ બધાં બૈરી-છોકરાં છે એટલે હું ફસાયો. અરે, આવું બોલો છો ? તને ફસાવ્યો છે કે એ ફસાયા છે ? ના શોભે આવું. આવું ના બોલાય. સત્તાનો દુરુપયોગ આવો ન કરાય. સત્તાનો દુરુપયોગ એ મહાન પાપ છે. એવું ના હોવું જોઈએ.
પતિતા મૂંઝવતા પ્રશ્નો આમ,
દાદા ક્લિયર કરે ટ્રાફિક જામ ! પ્રશ્નકર્તા : આપણને ઘરમાં કોઈ વસ્તુનું ધ્યાન રહેતું ના હોય, ઘરનાં આપણને ધ્યાન રાખો, ધ્યાન રાખો એમ કહેતાં હોય, છતાં ના રહે તો તે વખતે શું કરવું ?
દાદાશ્રી : કશુંય નહીં. ઘરના કહે કે, “ધ્યાન રાખો, ધ્યાન રાખો.’ ત્યારે આપણે કહેવું કે, ‘હા, રાખીશું.” આપણે ધ્યાન રાખવાનું નક્કી કરવું. તેમ છતાં ધ્યાન ના રહ્યું ને કૂતરું પેસી ગયું ત્યારે કહીએ કે, ‘મને ધ્યાન નથી રહેતું.’ એનો ઉકેલ તો લાવવો પડે ને ? અમનેય કોઈએ ધ્યાન રાખવાનું સોંપ્યું હોય તો અમે ધ્યાન રાખીએ, તેમ છતાં ના રહ્યું તો કહી દઈએ કે, ‘ભઈ, આ રહ્યું નહીં અમારાથી.”
એવું છે કે, આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. બાળક જેવી અવસ્થા હોય તો “સમભાવે નિકાલ’ સરસ થાય. અમે બાળક જેવા હોઈએ. એટલે અમે જેવું હોય તેવું કહી દઈએ, આમેય કહી દઈએ ને તેમેય કહી દઈએ, બહુ મોટાઈ શું કરવાની ?
કસોટી આવે એ પુણ્યશાળી કહેવાય ! માટે ઉકેલ લાવવો, જક ના પકડવી. આપણે આપણી મેળે આપણો દોષ કહી દેવો. નહીં તો એ કહેતાં હોય ત્યારે આપણે ખુશ થવું કે, ઓહોહોહો.... તમે અમારો દોષ જાણી ગયા ! બહુ સારું કર્યું ! તમારી બુદ્ધિ અમે જાણીએ નહીં.