________________
૨૩૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૧૨) ધણીપણાના ગુનાઓ
૨૨૯ પ્રશ્નકર્તા : આઠ કલાક અક્રમવિજ્ઞાન કંઈ ગયું ? નવમે કલાકે ક્યાંથી આવ્યું ?
દાદાશ્રી : ના, અક્રમવિજ્ઞાન મહીં હતું જ. પણ આ પાઠ ભજવવાનોને તે એ આખી ફિલમ હતી.
પ્રશ્નકર્તા : આખી ફિલમ ઊતરેલી.
દાદાશ્રી : ફિલમ ઊતરેલી ભજવાઈ ગઈ. પછી અક્રમ વિજ્ઞાન હાજર થયું. ફિલમ ભજવાઈ ગઈ એટલે અક્રમવિજ્ઞાન પાછું તૈયાર થઈને પછી નવમા કલાકમાં ચા-પાણી સાથે પી અને કહે છે, 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલો, સામાસામી માફી માંગીને !
સંસાર વ્યવહાર ચલાવતાં નિરંતર સમાધાનમાં રહેવાય એવું આ જ્ઞાન છે, નિરંતર સમાધિમાં રહી શકાય એવું આ જ્ઞાન છે, એટલે પછી આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય, પણ આપણે લીધે બીજાને પણ
ક્લેશ ના થાય. પછી એ ચીડાતા હોય તોય ઠંડા પડી જાય. કારણ કે આ રસ્તામાં આપણને ઠોકર વાગી, તે આપણે એની જોડે ચીડાઈએ પણ એ ઠોકરને તો ઠંડું થઈ જવું પડે ને ? અને સામો ચીડાય તો આપણે વધારે ચીડાઈએ અને આપણે જો ઠંડા થઈ જઈએ, તો પછી પેલી ચીડાય નહીં. ઠોકર જેવાં, ભીત જેવાં થઈ જવું. આ બધા આમ સમભાવે નિકાલ કરે, એમને બધાનેય ઝઘડા હતા. પણ અત્યારે ઝઘડો નથી ઊલટા બેઉ સાથે ને સાથે.
પ્રશ્નકર્તા ઃ કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું?
દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો.
પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?
દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે
ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.
પ્રશ્નકર્તા: સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.
પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?
દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે “ભઈ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.
પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?
દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છેને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જમ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષમાર્ગ ઉપર આવે.
બૈરીતા કેવાં પુણ્ય કે તું મળ્યો !
તારાં કેવા પાપ ખોડવાળી રળ્યો ? એક ભઈ મારી પાસે આવેલા. તે મને કહે, દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી. મેં કહ્યું, કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?
ત્યારે કહે છે, એ જરા પગે લંગડી છે, લંગડાય છે. ‘તે તારી બૈરીને તું ગમે છે કે નહીં ?” ત્યારે કહે કે, ‘દાદા, હું તો ગમું તેવો જ છું ને !